ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'પુષ્પા 2' પછી, આ એક્શન ફિલ્મ 'બેબી જોન' માટે બની સમસ્યા, થિયેટરમાં લઈ રહી છે વરુણની ફિલ્મનું સ્થાન

વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. પહેલેથી જ 'પુષ્પા 2' થી સ્પર્ધાનો સામનો કરી રહેલી 'બેબી જ્હોન' માટે દક્ષિણ તરફથી બીજી એક સમસ્યા આવી પડી છે.
11:34 AM Dec 29, 2024 IST | Hardik Shah
વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. પહેલેથી જ 'પુષ્પા 2' થી સ્પર્ધાનો સામનો કરી રહેલી 'બેબી જ્હોન' માટે દક્ષિણ તરફથી બીજી એક સમસ્યા આવી પડી છે.
baby jhon

વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. પહેલેથી જ 'પુષ્પા 2' થી સ્પર્ધાનો સામનો કરી રહેલી 'બેબી જ્હોન' માટે દક્ષિણ તરફથી બીજી એક સમસ્યા આવી પડી છે. સાઉથની હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મ 'માર્કો' થિયેટરમાં વરુણની ફિલ્મનું સ્થાન લઈ રહી છે.

'બેબી જોન' માટે મુશ્કેલીઓ વધી

ક્રિસમસના અવસર પર રિલીઝ થયેલી વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' દર્શકોને ખાસ પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. પહેલેથી જ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની અદ્ભુત એક્શન ફિલ્મની સ્પર્ધાનો સામનો કરી રહેલી 'બેબી જોન' માટે હવે મુશ્કેલીઓ વધી રહી છે. મલયાલમ ફિલ્મ 'માર્કો' એક્શનના મામલામાં 'પુષ્પા 2' કરતા પણ આગળ હોવાનું કહેવાય છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મનું હિન્દી વર્ઝન પણ દર્શકોના દિલ જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

માર્કોનું હિન્દી વર્ઝન દર્શકોમાં લોકપ્રિય

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, મલયાલમ એક્શન ફિલ્મ 'માર્કો'નું હિન્દી વર્ઝન દર્શકોમાં એટલું લોકપ્રિય થઈ રહ્યું છે કે, થિયેટરોમાં તેના શો વધારી દેવામાં આવ્યા છે. આ ફિલ્મે વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બીની ફિલ્મ 'બેબી જોન'ને ઘણા થિયેટરોમાં રિપ્લેસ કરવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ફિલ્મની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ

સાઉથની એક્શન-થ્રિલર ફિલ્મ 'માર્કો'એ તેના ખર્ચ કરતા અનેકગણી કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને તેની કિંમત વસૂલ કરી લીધી હતી. દક્ષિણમાં ધૂમ મચાવ્યા બાદ 20 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ હવે હિન્દી બેલ્ટમાં પોતાનો જાદુ ફેલાવી રહી છે.

એટલીની બેબી જ્હોન 2016માં આવેલી તેની જ તમિલ ફિલ્મ 'થેરી'ની હિન્દી રિમેક છે. 'થેરી'માં સામંથા અને વિજય લીડ રોલમાં જોવા મળ્યા. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો:  Salman Khan ના જન્મદિવસની ઉજવણી માટે અંબાણી પરિવારે ખાસ જશ્નનું કર્યું આયોજન

Tags :
action film MarcoaudienceBABY JOHNfacing competitionfailedGujarat FirstHigh voltageHindi versionimpressMalayalam filmPushpa 2southTheatersVarun Dhawan
Next Article