ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Wamiqa Gabbi : વાંદરાને બિસ્કિટ ખવડાવી રહી હતી આ એક્ટ્રેસ, અચાનક ખોળામાં આવીને બેસી ગયો

વામિકા ગબ્બીનો વિડીયો થયો વાયરલ વામિકા પંજાબી ફિલ્મોમાં કામ કરતી હતી વામિકા ગબ્બી વાંદરાની સાથે જોવા મળી Wamiqa Gabbi:વામિકા ગબ્બી(Wamiqa Gabbi)નો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે. વાસ્તવમાં પંજાબ છોડીને મુંબઈ આવેલી વામિકા ગબ્બી બોલિવૂડમાં...
04:02 PM Jan 22, 2025 IST | Hiren Dave
વામિકા ગબ્બીનો વિડીયો થયો વાયરલ વામિકા પંજાબી ફિલ્મોમાં કામ કરતી હતી વામિકા ગબ્બી વાંદરાની સાથે જોવા મળી Wamiqa Gabbi:વામિકા ગબ્બી(Wamiqa Gabbi)નો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે. વાસ્તવમાં પંજાબ છોડીને મુંબઈ આવેલી વામિકા ગબ્બી બોલિવૂડમાં...
wamiqa gabbi video

Wamiqa Gabbi:વામિકા ગબ્બી(Wamiqa Gabbi)નો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે. વાસ્તવમાં પંજાબ છોડીને મુંબઈ આવેલી વામિકા ગબ્બી બોલિવૂડમાં ફેમસ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા રીલિઝ થયેલી વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન'માં વામિકા લીડ રોલમાં જોવા મળી હતી.બોલિવૂડમાં આવતા પહેલા વામિકા પંજાબી ફિલ્મોમાં કામ કરતી હતી.ફિલ્મોની સાથે તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.હાલમાં જ વામિકાના ફેન પેજ પર એક ક્યૂટ વીડિયો વાયરલ (wamiqa gabbi video)થઈ રહ્યો છે.જેમાં તે વાંદરાની સાથે જોવા મળી રહી છે.

વામિકા વાંદરાના બાળક પાસે જાય છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે,વામિકા વાંદરાની નજીક જાય છે અને તેની પાછળ તેના ગાર્ડ અથવા ક્રૂ દેખાય છે.વામિકા વાંદરાના બાળક પાસે જાય છે અને તેને બિસ્કિટ ખવડાવે છે અને તેને સુંદર રીતે પૂછે છે કે તેને બીજું શું જોઈએ છે.આ પછી બાળક વાનર અભિનેત્રીના ખોળામાં કૂદી પડે છે અને બિસ્કિટ ખાવાનું શરૂ કરે છે.આ જોઈને વામિકા ખુશીથી હસવા લાગે છે.

આ પણ  વાંચો-સૈફ અલી ખાન માટે પડ્યા પર પાટુ, 15000 કરોડ રૂપિયાી સંપત્તી થઇ શકે છે જપ્ત, જાણો સમગ્ર વિવાદ

 

અભિનેત્રીનો આ વીડિયો કેમેરામાં કેદ થયો

અભિનેત્રીનો આ વીડિયો કેમેરામાં કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વામિકા ગબ્બીની આ સ્ટાઈલ ચાહકોને પણ પસંદ આવી રહી છે અને તેઓ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસના વીડિયો પર એક વ્યક્તિએ લખ્યું હતું કે,"ખૂબ જ સ્વીટ."અન્ય એક ચાહકે કહ્યું,"વામિકા સાચી સુંદરતા છે."આ સિવાય ઘણા લોકોએ પોસ્ટ પર ઘણા બધા હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

આ પણ  વાંચો-સિનેમાઘરોમાં જલ્દી જ આવી રહી છે વધુ એક Horror-Thriller ફિલ્મ

કેવી રહી છે વામિકા ગબ્બીની કારકિર્દી ?

હવે જો આપણે વામિકા ગબ્બીની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે દિલજીત દોસાંઝ સાથે પંજાબી ભાષાની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.આ સિવાય તેણે તમિલ,તેલુગુ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.જોકે વામિકા ગબ્બી છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં સતત સક્રિય છે.અભિનેત્રીએ વિશાલ ભારદ્વાજની વેબ સિરીઝ 'ચાર્લી ચોપરા'માં મુખ્ય ભૂમિકા ભજવી છે.આ સિવાય તે પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ 'જુબિલી'માં પણ જોવા મળી હતી. જેમાં તેમના પર એક ગીત 'તેરે મેરે ઇશ્ક કા'ફિલ્માવવામાં આવ્યું હતું.જે ખૂબ જ લોકપ્રિય થયું હતું અને લોકોએ ઘણું સાંભળ્યું હતું.

Tags :
Gujarat FirstHiren davevideo viral wamiqa gabbiwamiqa gabbiwamiqa gabbi fed biscuits to monkeywamiqa gabbi Monkey videowamiqa gabbi monkey video viralwamiqa gabbi video viralwamiqa gabbi with monkey
Next Article