Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bade Miyan Chote Miyan ને લઈને સામે આવ્યા આ મોટા સમાચાર

અક્ષય કુમાર હાલ પોતાના ફિલ્મી કારકિર્દીમાં ઘણું સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર મોટો જાદુ કરી શકી નથી. પરંતુ અક્ષયની આવનારી ફિલ્મોને લઈને તેના ફેન્સના મનમાં એક આશા છે કે ટૂંક સમયમાં જ તેઓ...
bade miyan chote miyan ને લઈને સામે આવ્યા આ મોટા સમાચાર
Advertisement

અક્ષય કુમાર હાલ પોતાના ફિલ્મી કારકિર્દીમાં ઘણું સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર મોટો જાદુ કરી શકી નથી. પરંતુ અક્ષયની આવનારી ફિલ્મોને લઈને તેના ફેન્સના મનમાં એક આશા છે કે ટૂંક સમયમાં જ તેઓ પોતાની વાપસી ફિલ્મી પડદા ઉપર ધમાકેદાર રીતે કરશે. અક્ષય કુમારની આગામી ફિલ્મ Bade Miyan Chote Miyan ને લઈ લોકોને ઘણી આશા છે. 

આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ આગામી ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ચાલો જાણીએ આ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે?

Advertisement

અક્ષય કુમારે Bade Miyan Chote Miyan ની પોસ્ટ કરી શેર 

Advertisement

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની અપડેટ શેર કરી છે. ફિલ્મના નવા પોસ્ટરની સાથે ટીઝરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે 24 જાન્યુઆરી 2024ના રોજ Bade Miyan Chote Miyan 'નું ટીઝર મોટા પડદા પર તમારી મનપસંદ વસ્તુ કરવા માટે તૈયાર છે. આ પોસ્ટ સામે આવતા જ ચાહકોના ચહેરા પર ચમક આવી ગઈ. આ અંગે પણ દરેક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટાઈગર અને અક્ષય દેખાશે ફૂલ ઓંન એક્શન મોડમાં 

Bade Miyan Chote Miyan

Bade Miyan Chote Miyan

અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જબરદસ્ત એક્શન સિક્વન્સમાં જોવા મળશે.  ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટની સાથે જ ફિલ્મમાંથી અક્ષય અને ટાઈગરનો નવો લૂક પણ સામે આવ્યો છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો -- HanuMan ફિલ્મે જીત્યા દર્શકોના દિલ, કરી અધધધ આટલી બધી કમાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×