Threat to singer: સિંગર બી.પ્રાકને જાનથી મારી નાખવાની ધમકી, લોરેન્સ ગેંગે માંગી 10 કરોડની ખંડણી
- Threat to singer: ફરી સક્રિય થઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગ
- સિંગર બી.પ્રાકને આપી મારી નાખવાની ધમકી!
- વિદેશમાંથી ફોન કરીને માગ્યા 10 કરોડ રૂપિયા
Threat to singer: સિંગર બી. પ્રાક (Singer B. Prak) ને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. લોરેન્સ ગેંગ (Lawrence Gang) ના સાગરિતે સિંગરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બદલામાં ગેંગે તેની પાસેથી 10 કરોડ રૂપિયાની માગ કરી છે. મળતી માહિતી મુજબ બી.પ્રાકના નજીકની મિત્ર દિલનૂરને એક વિદેશી નંબરથી ફોન આવ્યો હતો.
Threat to singer: બેવાર આવ્યા વિદેશથી ફોન
બી.પ્રાકની મિત્ર દિલનૂરને પહેલા 5 જાન્યુઆરીએ બે વાર ફોન કરવામાં આવ્યો હતો. જોકે, તેણીએ ફોનનો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ 6 જાન્યુઆરીએ વિદેશી નંબર પરથી બીજો ફોન આવ્યો હતો. દિલનૂરે કોલ રિસીવ કર્યો પરંતુ તેને કંઈક વિચિત્ર લાગતા કોલ ડિસ્કનેક્ટ (Disconnect) કરી દીધો હતો. ત્યારબાદ સિંગર બી.પ્રાકને એક વોઇસ મેસેજ (Voice message) મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો----- Cold and cough: શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યાથી પરેશાન, દિલજીત દોસાંઝનો ઘરેલું નુસ્ખો આપશે રાહત
Threat to singer: બી.પ્રાકને ધમકી મળી
બી.પ્રાકને ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર પોતાની ઓળખ આરજૂ બિશ્નોઈ તરીકે આપી હતી. આરજૂ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. અને વિદેશમાં છુપાયેલો છે. ફોન પર ધમકી આપતી વખતે તેણે કહ્યું, "હેલો, હું આરજૂ બિશ્નોઈ છું. બી પ્રાકને સૂચના આપજો કે, તે અમને 10 કરોડ રૂપિયા આપે. જેના માટે અમે તેને એક અઠવાડિયાનો સમય આપીએ છીએ. તે ગમે ત્યા જતો રહે, કોઈની પણ સાથે હશે, તેને પણ હાનિ પહોંચાડીશું. આ ફોનને હળવાશથી લેવાની ભૂલ ના કરે, આ બાબતે સહમત થાય તો ઠીક છે. નહિતર પરિણામ સારું નહીં આવે." આ પછી તેણે ફોન કાપી નાખ્યો હતો. દિલનૂરે 6 જાન્યુઆરીએ જ SSP મોહાલીને લેખિત ફરિયાદ આપી હતી. જેના પર હાલમાં તપાસ ચાલી રહી છે.
Threat to singer: કોણ છે બી.પ્રાક
બી.પ્રાક બોલિવૂડ (Bollywood) અને પંજાબ (Punjab) માટે ગીતો ગાય છે. તેનું સાચું નામ પ્રતીક બચ્ચન છે. બી.પ્રાકે સંગીત નિર્માતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. હિન્દી મ્યૂઝિક પ્રોડ્યૂસર (Music Producer) અને પોપ, લોક સંગીત ઉપરાંત ભજનો પણ કંપોઝ (Music Composer) કરે છે. અક્ષય કુમારના કેસરી ફિલ્મમાં ‘તેરી મિટ્ટી’થી તેણે બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. તો ફિલ્મ ગુડન્યૂઝમાં પણ ‘માના દિલ’બી.પ્રાકે ગાયું હતું.
આ પણ વાંચો---- Akshay's entry in Dhurandhar-2: ધુરંધર-2માં પણ દેખાશે રહેમાન ડકૈત, અક્ષય ખન્નાની ફિલ્મમાં થશે રિ-એન્ટ્રી!


