Thuglife Controversy : કમલ હાસનની અપકમિંગ ફિલ્મને ભાષા વિવાદનો એરુ આભડ્યો
- Thuglife ને ભાષા વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે
- Thuglife ના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે
- ફિલ્મને બોયકોટ કરવાની માગ પણ social media માં થઈ રહી છે
- કર્ણાટક રક્ષા વેદિકે સંગઠને ઠગલાઈફ અને Kamal Haasan નો કર્યો ભારે વિરોધ
Thuglife Controversy : કમલ હાસન (Kamal Haasan) અત્યારે પોતાની અપકમિંગ અને મચઅવેટેડ ફિલ્મ ઠગલાઈફ (Thuglife) નું જોર શોરથી પ્રમોશન કરી રહ્યા છે. તેઓ અનેક પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી રહ્યા છે. આવી જ એક ઈવેન્ટમાં તેમનાથી કન્નડ અને તમિલ ભાષા સંબંધી એક વિવાદાસ્પદ નિવેદન થઈ ગયું છે. જેનાથી સમગ્ર કર્ણાટકમાં ફિલ્મ ઠગલાઈફનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો ?
સમગ્ર દેશના પ્રથમ પંક્તિના અભિનેતા કમલ હાસન ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં તેમની ફિલ્મ 'ઠગ લાઈફ'નું પ્રમોશન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભાષાકીય ઓળખ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે 'કન્નડ તમિલમાંથી જન્મી છે.' આ નિવેદન બાદ કર્ણાટકમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે.
કેટલાક અન્ય વિવાદાસ્પદ નિવેદનો
ચેન્નાઈમાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કમલ હાસને 'ઠગ લાઈફ'ના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં પોતાના ભાષણની શરૂઆતમાં 'ઉયિરે ઉરવે તમિઝ'થી કરી. જેનો અર્થ થાય છે - મારું જીવન અને મારો પરિવાર તમિલ ભાષા છે. ત્યારબાદ કન્નડ અભિનેતા શિવરાજકુમાર (Shivrajkumar) નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ સ્થળ મારો પરિવાર છે તેથી જ શિવરાજકુમાર અહીં આવ્યા છે. તેથી જ મેં મારા ભાષણની શરૂઆત જીવન, પરિવાર અને તમિલ કહીને કરી. તમારી ભાષા કન્નડ તમિલમાંથી જન્મી છે. બસ આ નિવેદન બાદ Thuglifeના વિરોધનો વંટોળ સર્જાયો છે.
ઠગલાઈફનો ભરપૂર વિરોધ
Kamal Haasan ના આ નિવેદન પછી અભિનેતાની આકરી ટીકા થઈ રહી છે. બેંગાલુરુમાં કન્નડ તરફી જૂથોએ પોતાનો ગુસ્સો દર્શાવ્યો અને તેમની ફિલ્મ ઠગ લાઈફના પોસ્ટરો ફાડી નાખ્યા છે. તેમની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ સોશિયલ મીડિયા પર માગ થઈ રહી છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ તેમને 'અસંસ્કારી' ગણાવ્યા અને કહ્યું કે, કલાકારોએ દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. કન્નડ ભાષાનું અપમાન કરવું અને તમિલ ભાષાનું સન્માન કરવું એ ઘમંડની પરાકાષ્ઠા છે. Kamal Haasan કેટલાક વર્ષોથી સતત હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. તેમણે માફી માંગવી જોઈએ.
VIDEO | Karnataka BJP President B Y Vijayendra has accused actor Kamal Haasan of "disrespecting" Kannada in his effort to glorify his own mother tongue. Here's what former DMK MP TKS Elangovan said over the issue, "We are not against any language, nor we are against Kannada. The… pic.twitter.com/3ZZFGsiPMz
— Press Trust of India (@PTI_News) May 28, 2025
આ પણ વાંચોઃ Spirit Film Controversy : દિપીકા પાદુકોણ પર લાગ્યો સ્ટોરી લીકનો આરોપ
કર્ણાટક રક્ષા વેદિકે સંગઠને કર્યો ભારે વિરોધ
કન્નડ સમર્થક સંગઠન કર્ણાટક રક્ષા વેદિકે (KRV) એ આ નિવેદનની નિંદા કરી. KRV નેતા પ્રવીણ શેટ્ટીએ એક વીડિયો નિવેદનમાં કહ્યું હતું કે, કમલ હાસને કહ્યું હતું કે કન્નડ કરતાં તમિલ ભાષા સારી છે. જો તેઓ કર્ણાટકમાં વ્યવસાય કરવા માંગે છે તો તેણે કન્નડનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ. તમારી ફિલ્મનો પ્રચાર અમારી ભાષા અને ગૌરવના ભોગે થઈ શકતો નથી. અમે વિરોધ કરવા તૈયાર છીએ, તમારી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પણ તૈયાર છીએ. પ્રવીણ શેટ્ટીએ કહ્યું હતું કે જો કમલ હાસન જાહેરમાં માફી નહિ માંગે તો કાળી શાહી નાખીને તેમની સામે વિરોધ કરવામાં આવશે. કન્નડ સોશિયલ મીડિયા પર બહિષ્કાર કોલ્સ અને હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. Kamal Haasan સ્પષ્ટતા ન આપે ત્યાં સુધી થિયેટર માલિકો પર 'ઠગ લાઈફ' ન બતાવવા દબાણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Salman Khan એ ધાંસુ સ્ટાઈલથી Sikandar ની OTT રિલીઝની કરી જાહેરાત