Mission Impossible : 8 બનાવશે 100 મિલિયન ડોલરની ઓપનિંગનો રેકોર્ડ
- MI-8 બનાવશે 100 મિલિયન ડોલરની ઓપનિંગનો રેકોર્ડ
- અમેરિકા સિવાયના દેશોમાં રિલીઝ થઈ ગઈ MI-8
- ભારતમાં માત્ર 2 દિવસમાં MI-8 એ કમાવ્યા 33.50 કરોડ
Tom Cruise : આખી દુનિયામાં ટોમ ક્રુઝના ફેન્સ છે. તેથી ટોમ ક્રુઝે અમેરિકા પહેલા ભારત જેવા અનેક દેશોમાં MI-8 રિલીઝ કરવાનું નક્કી કર્યુ. જેથી અમેરિકામાં આ ફિલ્મ કેવો બિઝનેસ કરશે તે જાણી શકાય. ટોમ ક્રુઝે આ ગણતરીને અનુસરતા 17મી મેના રોજ ભારત સહિત જાપાન, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં રિલીઝ કરી છે. આ ફિલ્મે આ દેશોમાં રિલીઝ થતાં જ ધૂમ મચાવી દીધી છે. ભારતમાં આ ફિલ્મે માત્ર 2 દિવસમાં 33 કરોડથી વધુની કમાણી કરી લેતા અમેરિકામાં આ ફિલ્મ 100 મિલિયન ડોલરની ઓપનિંગનો રેકોર્ડ બનાવશે તેવું હોલિવૂડ એક્સપર્ટ્સ માની રહ્યા છે.
અમેરિકા સિવાયના દેશોમાં MI-8 એ ધૂમ મચાવી દીધી
ટોમ ક્રુઝે 17મી મેના રોજ ભારત સહિત જાપાન, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં MI-8 રિલીઝ કરી છે. ભારતમાં આ ફિલ્મે માત્ર 2 દિવસમાં 33.50 કરોડની કમાણી કરી લીધી છે. ભારત સહિત આ ફિલ્મ જાપાન, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં પણ રિલીઝ થઈ છે. આ બધા દેશોમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ 12 મિલિયન ડોલર (102.57 કરોડ રુપિયા) થી વધુની કમાણી કરી ચૂકી છે. દક્ષિણ કોરિયાના 'જોંગઆંગ ડેઈલી' અનુસાર પહેલા બે દિવસમાં 'મિશન ઈમ્પોસિબલ 8' જોવા માટે 75 હજારથી વધુ દર્શકો ત્યાં પહોંચ્યા હતા. દક્ષિણ કોરિયામાં 5 મિલિયન ડોલર એટલે કે 42.73 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે જાપાનમાં પણ 2 મિલિયન ડોલર એટલે કે રૂ. 17.09 કરોડની કમાણી કરી છે.
આ પણ વાંચોઃ Rahul Vaidya એ દાખવી દેશભક્તિ, તુર્કીયેમાં પર્ફોર્મ કરવાની 'ના' પાડી
અમેરિકામાં 100 મિલિયન ડોલરની કમાણીનો રેકોર્ડ કરશે
ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' હોલિવૂડમાં મેગા કમાણીનો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ હજૂ સુધી અમેરિકામાં રિલીઝ થઈ નથી. ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડમાં 17 મેના રોજ રિલીઝ થઈ ગયેલ આ ફિલ્મે કમાણીની બાબતે ધૂમ મચાવી દીધી છે. અમેરિકા સિવાય આ ફિલ્મ જેટલા દેશોમાં રિલીઝ થઈ તેમાંથી 12 મિલિયન ડોલર (102.57 કરોડ રુપિયા)ની કમાણી કરી લીધી છે. મિશન ઈમ્પોસિબલ 8ની આ કમાણી જોતા હોલિવૂડ એક્સપર્ટ અંદાજ લગાવી રહ્યા છે કે અમેરિકામાં આ ફિલ્મ રિલીઝ થતા જ 100 મિલિયન ડોલરની ઓપનિંગનો રેકોર્ડ કરશે.
આ પણ વાંચોઃ Kamal Haasan ની અપકમિંગ ફિલ્મ ઠગલાઈફનું ટ્રેલર લોન્ચ થતાં વેત વાયરલ થયું