Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tom Cruise ને ફળી MI-8, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

Tom Cruise દ્વારા MI-8 ફિલ્મમાં કરવામાં આવેલા એક ખતરનાક સ્ટંટને લીધે આ લોકપ્રિય એક્ટરને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માં સ્થાન મળ્યું છે. વાંચો વિગતવાર.
tom cruise ને ફળી mi 8  ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન
Advertisement
  • ટોમ ક્રુઝે MI-8 માં કરેલ મહેનત ફળી
  • 16 વખત સળગતા પેરેશુટ સાથે કર્યા હતા જમ્પ
  • ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
  • ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના સંપાદકે કરી પ્રશંસા

Tom Cruise : સમગ્ર વિશ્વમાં Tom Cruise ના ફેન્સ છે. Tom Cruise દ્વારા કરવામાં આવેલા એક્શન સ્ટંટના ફેન્સ કાયલ છે, દિવાના છે. હોલીવૂડની અત્યંત સકસેસફુલ ફિલ્મ ફ્રેન્ચાઈઝ મિશન ઈમ્પોસિબલની દરેક ફિલ્મમાં Tom Cruise દ્વારા ખતરનાક સ્ટંટ કરવામાં આવ્યા છે. તેથી જ મિશન ઈમ્પોસિબલ ફ્રેન્ચાઈઝની દરેક ફિલ્મોને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. આ ફ્રેન્ચાઈઝની છેલ્લી ફિલ્મ MI-8-ધ ફાયનલ રેકનિંગમાં ટોમ ક્રુઝે એક ખતરનાક સ્ટંટ જાતે પર્ફોર્મ કર્યો છે. આ સ્ટંટ બદલ તેને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માં સ્થાન આપવામાં આવ્યું છે.

16 વખત સળગતા પેરેશૂટ સાથે કર્યો જમ્પ

ટોમ ક્રુઝ તેની ફિલ્મોના પરફેક્શન માટે બહુ જાણીતો છે. તેથી જ તે ફિલ્મમાં પરફેક્શન લાવવા માટે ખતરનાક સ્ટંટ જાતે જ કરે છે. મિશન ઈમ્પોસિબલ ફ્રેન્ચાઈઝની છેલ્લી ફિલ્મ MI-8-ધ ફાયનલ રેકનિંગમાં ટોમ ક્રુઝે કલાઈમેક્સમાં સળગતા પેરેશૂટ સાથે જમ્પ કર્યો છે. આ સ્ટંટ પર્ફોર્મ કરતી વખતે તેણે કુલ 16 વખત સળગતા પેરેશૂટ સાથે જમ્પ કર્યો હતો. આ સ્ટંટ દક્ષિણ આફ્રિકાના ડ્રેકન્સબર્ગ પર્વતો (Drakensberg Mountains) માં શૂટ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રૂઝ દરેક વખતે 75,000 ફૂટથી વધુ ઊંચાઈ પરથી જમ્પ કરતો હતો. સ્ટંટના ક્લોઝ-અપ ફૂટેજ કેપ્ચર કરવા માટે 50 પાઉન્ડનો સ્નોરી કેમેરા રિગ તેના શરીર પર બાંધવામાં આવ્યો હતો. આ સ્ટંટ કરવા માટે ટોમ ક્રુઝને Guinness Book of World Records માં સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Neena Gupta : કોન્ટ્રોર્સીયલ એક્ટ્રેસે ગ્લેમરસ અંદાજમાં સેલીબ્રેટ કર્યો 66મો બર્થ ડે, ટ્રોલર્સે કરી ટ્રોલ

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રશંસા

ટોમ ક્રુઝ દ્વારા કરવામાં આવેલા ખતરનાક સ્ટંટને લીધે તેને ગિનિઝ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આટલું જ નહિ પરંતુ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના સંપાદક દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે. સંપાદકે કહ્યું કે, ટોમ ફક્ત એક્શન હીરોની ભૂમિકા ભજવતો નથી, તે પોતે એક એક્શન હીરો છે.

આ પણ વાંચોઃ  Mehboob Khan : બોલિવૂડની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ફિલ્મ ‘મધર ઇંડિયા’

Tags :
Advertisement

.

×