ટ્રેલર પહેલાં જ Yash ની ફિલ્મ 'Toxic' આવી ચર્ચામાં! જાણો શું છે કારણ
- KGF બાદ Yash ની તોફાની વાપસી, ‘Toxic’ માટે ઉત્સાહ ચરમસીમાએ
- ‘Toxic’ માં યશનો સૌથી ખતરનાક અવતાર!
- નવો યુગ, નવો નાયક: યશની ‘Toxic’ સ્ટોરી લીક?
Toxic plot Leak : KGF ફિલ્મ દ્વારા વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર સુપરસ્ટાર યશ (Yash) ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. લગભગ 4 વર્ષના લાંબા વિરામ બાદ, તેની આગામી ફિલ્મ 'ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ' (Toxic: A Fairy Tale for Grown-ups) ને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ (Excitement) જોવા મળી રહ્યો છે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી એક્શન-થ્રિલર (Action-Thriller) માનવામાં આવી રહી છે. મધ્ય પૂર્વ અને GCC ક્ષેત્રમાં ફિલ્મના વિતરક, ફાર્સ ફિલ્મ્સ દ્વારા તાજેતરમાં શેર કરાયેલ એક સંક્ષિપ્ત સારાંશમાં વાર્તાના સ્તરો જાહેર કરવામાં આવ્યા છે, જે પ્રેક્ષકોની ઉત્સુકતાને વધુ વેગ આપે છે.
ફિલ્મની પૃષ્ઠભૂમિ
તાજેતરમાં મધ્ય પૂર્વ અને GCC ક્ષેત્રના વિતરક, ફાર્સ ફિલ્મ્સ દ્વારા શેર કરાયેલા સારાંશ (Synopsis) મુજબ, આ ફિલ્મની વાર્તા 1940 થી 1970 ના દાયકાની વચ્ચે સેટ કરવામાં આવી છે. આ એ સમય હતો જ્યારે ભારતમાં વસાહતી પ્રભાવ (Colonial influence) ઘટી રહ્યો હતો અને અંડરવર્લ્ડ (Underworld) પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું હતું. ફિલ્મનું શૂટિંગ ગોવાના મનોહર છતાં જોખમી દરિયાકાંઠાના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જ્યાં સત્તા માટેનો સંઘર્ષ અને રક્તપાત (Bloodshed) સામાન્ય છે. વાર્તાના કેન્દ્રમાં એક એવો નાયક (Protagonist) છે જે કોઈ વારસાગત સંપત્તિને બદલે પોતાના દમ પર સામ્રાજ્ય ઊભું કરે છે. તે ભય અને હિંસાનો માર્ગ અપનાવીને તે સમયના સૌથી શક્તિશાળી ક્રાઈમ સિન્ડિકેટ (Crime Syndicate) ને પડકાર આપે છે. ફિલ્મમાં માત્ર એક્શન જ નહીં, પરંતુ ઊંડો માનસિક સંઘર્ષ (Psychological Conflict) પણ જોવા મળશે.
આ પણ વાંચો : Toxic ફિલ્મમાં Tara Sutaria દમદાર પાત્ર ભજવશે, First Look સામે આવ્યો
ભવ્ય સ્ટાર કાસ્ટ
'ટોક્સિક' એ એક વિશાળ કેનવાસ પર બનેલી પેન-ઇન્ડિયા (Pan-India) ફિલ્મ છે, જેનું નિર્માણ વેંકટ કે. નારાયણ અને ખુદ યશ દ્વારા સહ-નિર્માણ (Co-production) કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મૂળભૂત રીતે કન્નડ અને અંગ્રેજીમાં શૂટ થઈ છે, જેને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળશે. જેમા મુખ્ય કલાકારો નયનતારા (Nayanthara) અને કિયારા અડવાણી (Kiara Advani) યશ સાથે સ્ક્રીન શેર કરશે. વળી તે સિવાયના અન્ય મહત્વના પાત્રોની જો વાત કરીએ તો આ ફિલ્મમાં તારા સુતારિયા, હુમા કુરેશી, રુક્મિણી વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
રિલીઝ ડેટ અને બોક્સ ઓફિસ ટક્કર
નિર્માતાઓએ આ ફિલ્મની રિલીઝ માટે 19 માર્ચ ની તારીખ નક્કી કરી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સીધી ટક્કર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' (Dhurandhar 2) સાથે થવાની સંભાવના છે. જોકે, યશ પોતાની રિલીઝ વ્યૂહરચના (Strategy) ને લઈને ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. તે ઉગાદી અને ઈદ જેવી રજાઓનો લાભ ઉઠાવીને ફિલ્મને લાંબા સમય સુધી સિનેમાઘરોમાં ટકાવી રાખવા માંગે છે.
આ પણ વાંચો : Toxic Teaser: અઢી મિનિટના ટીઝરમાં ગેંગસ્ટર, ગન અને ગુનાહોનો બાદશાહ બન્યો યશ


