ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mithi River Scam: 65 કરોડના કૌભાંડમાં અભિનેતા Dino Morea ફસાતા વધી મુશ્કેલીઓ

65 કરોડના કૌભાંડમાં ડીનો મોરિયા મુશ્કેલીઓ વધી કૌભાંડમાં નામ સામે આવતા મુશ્કેલીઓ વધી EOW સમગ્ર મામલાની તપાસ શરૂ Mithi River Scam:બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાની ( Dino Morea)મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઇના મીઠી નદી કૌભાંડમાં (Mithi River Scam)નામ સામે આવતા...
06:37 PM May 28, 2025 IST | Hiren Dave
65 કરોડના કૌભાંડમાં ડીનો મોરિયા મુશ્કેલીઓ વધી કૌભાંડમાં નામ સામે આવતા મુશ્કેલીઓ વધી EOW સમગ્ર મામલાની તપાસ શરૂ Mithi River Scam:બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાની ( Dino Morea)મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઇના મીઠી નદી કૌભાંડમાં (Mithi River Scam)નામ સામે આવતા...
Dino Morea

Mithi River Scam:બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાની ( Dino Morea)મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઇના મીઠી નદી કૌભાંડમાં (Mithi River Scam)નામ સામે આવતા પોલીસ સ્ટેશનમાં તેમના ધક્કા શરુ થયા છે. પોલીસે તેમને સમન્સ પાઠવ્યુ હતુ. અને બાદમાં પૂછપરછ હાથ ધરાઇ હતી. 65 કરોડના કૌભાંડમાં તેનું નામ બહાર આવતા ફિલ્મ જગતમાં ચર્ચાઓ શરુ થઇ છે. EOW એટલે કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ડીનો મોરિયાના નામથી મામલો વધુ બિચકાયો

આર્થિક ગુના શાખા કે જે મીઠી નદીમાં થયેલા 65 કરોડના કોભાંડ મામલે તપાસ કરી રહી છે. તેણે હમણા સુધી બે વચેટિયાઓની ધરપકડ કરી છે. હવે આ મામલે ડીનો મોરિયા સાથે પૂછપરછનો દૌર યથાવત્ છે. EOWએ જણાવ્યુ હતુ કે, ડીનો મોરિયાનું નામ આરોપી કેતન કદમ અને જય જોશીના કોલ ડિટેલમાં સામે આવ્યુ હતુ. મુંબઇની મીઠી નદી કે જે સાફ કરવાના નામે કરોડો રૂપિયા ખર્ચ થયા છે. પરંતુ આ નદીની સ્થિતિ જેમની તેમ જ છે. નદીને સાફ કરવા માટે જે ધનરાશિ ખર્ચ કરવાની હતી. તેને વચેટિયાઓએ પોતાના બેન્ક અકાઉન્ટમાં નાંખી છે. અને આ મામલે ફિલ્મ અભિનેતા અને મોડેલ ડીનો મોરિયાનું નામ સામે આવતા આ મામલો વધુ બિચકાયો છે.

આ પણ  વાંચો -Entertainment: મરાઠી નવલકથા પર આધારિત ફિલ્મમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર?

ડીનો મોરિયાના ભાઇ પર પણ શંકા

ડીનો મોરિયાનું મીઠી નદી કૌભાંડમાં નામ સામે આવતા હવે તેમના ભાઇ સેન્ટિનો મોરિયા પર પણ શંકા સેવાઇ રહી છે કૌભાંડમાં નાણાંની લેવડ-દેવડ કેવી રીતે કરવામાં આવી છે. અને કોની સાથે કરાઇ છે તે અંગે તપાસ શરુ છે. ડિનો અને તેના ભાઇ સેન્ટિનો પર શંકા એટલા માટે મજબૂત થઇ છે કારણ કે, તેમની લિંક એ કંપનીઓ સાથે જોડાઇ છે જે કંપનીઓએ નદીની સફાઇ માટે કરાર કર્યો હતો. પોલીસને શંકા છે કે આ નદીની સફાઇના કામ હેઠળ કાળું નાણું તો સફેદ નથી કરવામાં આવી રહ્યુને. હાલ ડીનો સાથે શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ એજન્સીઓની નજર બોલીવુડ પર મંડાયેલી છે. આગામી દિવસોમાં ડીનોના ભાઇ સેન્ટિનો મોરિયા સાથે પણ પૂછપરછ થઇ શકે છે.

Tags :
Dino Moreadino morea brotherDino Morea controversyGujarat FirstGujarat First Top 10mithi river case
Next Article