ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોતાની જ દીકરી Ivankaને ડેટ કરવા માંગે છે Donald Trump? લોકોએ કહ્યું, આ છે પશ્ચિમી સંસ્કૃતિ

ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરી ઇવાન્કા વિશેનો જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. લોકોએ તેમને મહેશ ભટ્ટ સાથે સરખાવીને ટ્રોલ કર્યા.
07:30 AM Aug 10, 2025 IST | Mihir Solanki
ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરી ઇવાન્કા વિશેનો જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. લોકોએ તેમને મહેશ ભટ્ટ સાથે સરખાવીને ટ્રોલ કર્યા.
Trump Ivanka Mahesh Bhatt

Trump Ivanka Mahesh Bhatt:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)તેમના ભારત પરના ટેરિફના નિર્ણયને કારણે સતત ચર્ચામાં છે. આ નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ વધ્યો છે, અને સોશિયલ મીડિયા પર તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

પરંતુ આ બધા વચ્ચે તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોતાની દીકરી ઇવાન્કા ટ્રમ્પ (Ivanka Trump) વિશે એક ચોંકાવનારું નિવેદન આપતા જોવા મળે છે. તેમના આ નિવેદનથી લોકોને બોલિવૂડના ફિલ્મમેકર મહેશ ભટ્ટની યાદ આવી ગઈ છે, જેમણે એક સમયે પોતાની દીકરી પૂજા ભટ્ટ માટે પણ આવું જ કંઈક કહ્યું હતું.

Trumpએ Invanka વિશે શું કહ્યું?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક ઇન્ટરવ્યુમાં કહેતા જોવા મળે છે, "તે ખૂબ જ સુંદર મહિલા છે. મેં આ પહેલા પણ કહ્યું છે કે જો ઇવાન્કા મારી દીકરી ન હોત, તો હું તેને ડેટ કરી રહ્યો હોત." આ નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

 Mahesh Bhatt સાથે સરખામણી (Trump Ivanka)

લોકો સતત ટ્રમ્પને ટ્રોલ કરી રહ્યા છે અને તેમની આ ટિપ્પણીને પશ્ચિમી સંસ્કૃતિના મજાક તરીકે ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ તેમને સીધા ભારતીય ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે સરખાવીને ટિપ્પણીઓ કરી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા (Trump Ivanka)

દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવા છતાં, સોશિયલ મીડિયા પર ટ્રમ્પને આકરી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. કેટલાક યુઝર્સે તેમને "અમેરિકન મહેશ ભટ્ટ" કહીને મજાક ઉડાવી છે. એક યુઝરે લખ્યું, "આવું તો મહેશ ભટ્ટે પણ પોતાની દીકરી માટે કહ્યું હતું." જ્યારે અન્ય એક યુઝરે આ નિવેદનની આકરી ટીકા કરતા લખ્યું કે, "આવી સંસ્કૃતિ પર શરમ આવવી જોઈએ. અમારી સંસ્કૃતિમાં દીકરીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે." આ વીડિયો ભારતીય યુઝર્સમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ પણ વાંચો: Best Protein Source for Gym: જીમ જતા લોકો માટે ઈંડા કે પનીર? બેસ્ટ પ્રોટીન સોર્સ કયો?

Tags :
American Mahesh BhattDonald TrumpDonald Trump Ivanka controversyEntertainment Newsindia - us relationsIvanka Trumpmahesh bhattMahesh Bhatt Pooja Bhatt controversyPoliticsSocial MediatrollingTrump Ivanka Mahesh BhattTrump viral videoviral video
Next Article