TV serials: ટીવી પર ફરી છવાઈ સ્મૃતિ ઈરાની, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ નંબર 1 શો, અનુપમાન કયા સ્થાને?
- TV serials: સ્મૃતિ ઈરાનીનો શો ટીઆરપીમાં સતત ટોચ પર
- અનુપમાની પણ લોકપ્રિયતા યથાવત
- ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ બન્યો સૌથી વધુ જોવાયેલ શો
- ‘રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટોચના 5માં એન્ટ્રી
- ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નોંધપાત્ર ઉછાળો
- લાંબા સમય બાદ ‘મન્નત’ ટોચના 10માં સામેલ
TV serials: વર્ષ 2025નો અંતિમ સાપ્તાહિક ટીઆરપી રિપોર્ટ (Final Weekly TRP Report) બહાર આવ્યો છે. 51મા અઠવાડિયામાં શોની યાદીમાં કેટલાક ફેરફારો થયા છે. ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 શોએ નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે. આ સિરિયલ સૌથી વધુ જોવાયેલી અને પસંદ કરાયેલો શો બન્યો છે. જો કે, ક્યુકી સાસ ભી કભી બહુ થી-2 પહેલા અનુપમા સિરિયલ (Anupama Serial) પ્રથમ સ્થાને હતી. પરંતુ હવે આ સ્થાન સ્મૃતિ ઈરાની (Smriti Irani) ના શોએ કબજો કરી લીધું છે.
TV serials: અનુપમા શો કયા નંબર પર છે?
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) નો શો અનુપમાએ પણ લોકોમાં હજુ પણ પોતાની પકડ મજબૂત રાખી છે. જો કે ક્યુકી સાસ ભી કભી બહુ થી-2 પછી અનુપમા બીજા સ્થાને રહી છે. બંને શોએ તેમના ટોચના 2 સ્થાન જાળવી રાખ્યા છે. અને આખા વર્ષના સૌથી લોકપ્રિય શોમાં સામેલ હતા. સમૃદ્ધિ શુક્લાનો શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છેલ્લા કેટલાક અઠવાડિયામાં ટોચના 5 માંથી બહાર નીકળ્યા પછી અને ગયા અઠવાડિયે તે ટોચના 5 ટીવી લિસ્ટ (List) માં પાછો ફર્યો છે.
તારક મહેતાના શોમાં આવ્યો ઉછાળો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ ટીઆરપીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. જે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો. ‘ગંગા માઈ કી બેટિયાં’માં ટીઆરપીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે સાતમા સ્થાને પહોંચી ગયો. ત્યારબાદ ‘વસુધા’ આઠમા સ્થાને અને ‘લાફ્ટર શેફ્સ’ નવમા સ્થાને રહ્યા. તો લાંબા સમય પછી સિરિયલ મન્નત ટોપ 10માં 10માં સ્થાનમાં પ્રવેશ કર્યો છે.
TV serials: ટોપ 10 સિરિયલ્સ લિસ્ટ
- ક્યુકી સાસ ભી કભી બહુ થી-2
- અનુપમા
- ઉડને કી આશા
- તુમ સે તુમ તક
- યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ?
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
- ગંગા માઈ કી બેટીયાં
- વસુધા
- લાફ્ટર શેફ્સ
- મન્નત
"ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" એ નોઇના અને મિહિરની વાર્તા તેમજ મિહિર અને તુલસીને અલગ કરતા છ વર્ષના છલાંગને કારણે લોકપ્રિયતા મેળવી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, જેમાં તાજેતરમાં દર્શકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. તેણે એક મજબૂત વાર્તા સાથે ફરીથી પોતાનો પગપેસારો કર્યો છે. અભિનેત્રીઓ સમૃદ્ધિ શુક્લા, રૂપાલી ગાંગુલી અને સ્મૃતિ ઈરાની 2025 માં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર્સમાંની એક છે. સ્પ્લિટ્સવિલા સીઝન 16, ખતરોં કે ખિલાડી, ધ 50, માસ્ટરશેફ અને અન્ય શો 2026 માં પ્રભુત્વ મેળવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો-----
આ પણ વાંચો-----


