Veer Pahadia ની કરોડોની કાર પર આવી ગયું ડોગીનું દિલ, વીડિયો થયો વાયરલ
- Veer Pahadia ની Aston Martin DB11નો સ્ટ્રીટ ડોગે કર્યો પીછો
- સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ યુઝર્સે કરી રંગબેરંગી કોમેન્ટ્સ
- Veer Pahadia એ અક્ષય કુમાર સાથે Sky Force થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે
Mumbai: સ્કાય ફોર્સમાં અક્ષય કુમારના કો-સ્ટાર Veer Pahadia પાસે લક્ઝરી કાર એસ્ટન માર્ટિન DB11 છે. તાજેતરમાં જ આ સ્ટાર પોતાની લક્ઝરી કાર લઈને મુંબઈની સડકો પર નીકળ્યો હતો. આ સમયે એક ડોગીને જાણે કે કારનો લગાવ થઈ ગયો હોય તે રીતે તેણે કારનો પીછો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના ?
ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં જોવા મળેલો Veer Pahadia મુંબઈના પોશ વરલી વિસ્તારમાં પોતાની લાલ Aston Martin DB11 ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક એક સ્ટ્રીટ ડોગ તેની કારની સામે આવીને ઊભો રહે છે. સ્ટ્રીટ ડોગ જાણે કે કાર રોકવાનું કહી રહ્યો હોય. તેને જોઈને વીર ગાડી ઊભી રાખે છે અને તે સ્ટ્રીટ ડોગના દૂર જવાની રાહ જુએ છે. આ પછી સ્ટ્રીટ ડોગ એક બાજુ ખસી જાય છે ત્યારબાદ વીર તેની કાર લઈને આગળ વધે છે કે તરત જ સ્ટ્રીટ ડોગ કાર સાથે દોડવા લાગે છે અને એવું લાગે છે કે જાણે ડોગીને કારનો લગાવ થઈ ગયો હોય.
Veer Pahariya 😎
Lekin Vo Kutta Q Piche Pad Gaya ? pic.twitter.com/Xs2O24kxe3
— POSITIVE FAN (@imashishsrrk) April 17, 2025
આ પણ વાંચોઃ Rajasthan : પુત્રનું ઓપરેશન કરાવવા આવેલા પિતાની ડોક્ટરોએ ભૂલથી કરી નાખી સર્જરી!
વાયરલ વીડિયો
Veer Pahadia મુંબઈના વરલી વિસ્તારમાં પોતાની લાલ રંગની Aston Martin DB11 ચલાવી રહ્યા હતા ત્યારે એક કૂતરો તેનો પીછો કરવા લાગ્યો. સોશિયલ મીડિયા પર યુઝર્સે સ્ટ્રીટ ડોગને કાર પાછળ દોડતો જોઈને ખૂબ મજા લીધી છે. એક યુઝરે લખ્યું કે, સ્ટ્રીટ ડોગની ઓરા કંઈક વિશિષ્ટ છે. બીજા યુઝરે લખ્યું કે, સ્ટ્રીટ ડોગ Veer Pahadia નો સાચો ફેન છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, સ્ટાર અને તેની લક્ઝરી કાર કરતા આ ડોગ વધુ ધ્યાન ખેંચી રહ્યો છે.
આ પણ વાંચોઃ Phule film controversy માં કુદી પડ્યા Anurag Kashyap, કહી દીધી 'ન કહેવા' જેવી વાત