Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vijay Deverakonda Rashmika Wedding :પૈસા કરતા પ્રેમ વ્હાલો! વિજય-રશ્મિકાએ 60 કરોડની ઓફર કેમ ઠુકરાવી?

સાઉથની આ સુપરહિટ જોડીના લગ્નની ચર્ચાઓ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બંનેએ પોતાના લગ્નને 'બિઝનેસ' બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જ્યાં સ્ટાર્સ પોતાના લગ્નના ફૂટેજ વેચીને કરોડો કમાય છે, ત્યાં આ જોડીએ એક જંગી રકમની ઓફર ઠુકરાવીને પોતાની પ્રાઈવસીને પ્રાધાન્ય આપ્યું છે. રાજસ્થાનના કયા પેલેસમાં અને કઈ તારીખે યોજાશે આ લગ્ન? અને આખરે કેટલી હતી એ ઓફર?
vijay deverakonda rashmika wedding  પૈસા કરતા પ્રેમ વ્હાલો  વિજય રશ્મિકાએ 60 કરોડની ઓફર કેમ ઠુકરાવી
Advertisement
  • વિજય-રશ્મિકાના લગ્નની અટકળો તેજ!
  • રાજસ્થાનના ઉદયપુરમાં ફેબ્રુઆરીમાં લગ્નની શક્યતા
  • 60 કરોડની OTT ઓફર બંને સ્ટાર્સે ઠુકરાવી દીધી
  • લગ્નને ખાનગી રાખવા માંગે છે વિજય અને રશ્મિકા
  • 26 ફેબ્રુઆરી 2026ના રોજ ફેરા ફરે તેવી ચર્ચા

Vijay Deverakonda Rashmika Wedding : સાઉથ સિનેમા (South Cinema) ની સૌથી લોકપ્રિય જોડી વિજય દેવરાકોંડા () અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) હાલ ફરી એકવાર લાઈમલાઈટમાં છે. માત્ર તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી જ નહીં, પરંતુ ઓફ-સ્ક્રીન લવ સ્ટોરી અને હવે લગ્નની અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્ટાર કપલ ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાન (Rajasthan) ના ઉદયપુર ખાતે લગ્નાગ્રંથીથી જોડાવા જઈ રહ્યું છે. જોકે, લગ્ન પહેલાં જ આ જોડીએ એક એવો નિર્ણય લીધો છે જેની ચર્ચા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહી છે.

Vijay Deverakonda And Rashmika Mandanna's Leaked Lunch Date PhotosVijay Deverakonda Rashmika Wedding : 60 કરોડની ઓફરને 'ના' પાડી

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય અને રશ્મિકાના લગ્ન કવર કરવા માટે મોટા ઓટીટી પ્લેટફોર્મ્સ (OTT Platforms) વચ્ચે પડાપડી થઈ હતી. એક અગ્રણી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે તેમના લગ્નના વીડિયો રાઈટ્સ (Wedding Video Rights) ખરીદવા માટે અધધ... 60 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, આ સેલિબ્રિટી કપલે આ કરોડોની ઓફરને નમ્રતાપૂર્વક ઠુકરાવી દીધી છે. બંનેનું માનવું છે કે લગ્ન એ એક અંગત પ્રસંગ (Private Event) છે અને તેને બિઝનેસ ડીલમાં ફેરવવો જોઈએ નહીં.

Advertisement

ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં લગ્ન?

વિજય અને રશ્મિકાના લગ્ન માટે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા એક ભવ્ય હેરિટેજ પેલેસ (Heritage Palace) માં તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. તાજેતરની અટકળો મુજબ, લગ્નની સંભવિત તારીખ 26 ફેબ્રુઆરી, 2026 માનવામાં આવી રહી છે. જોકે, કપલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Advertisement

Vijay Deverakonda and Rashmika Mandanna

'ગીતા ગોવિંદમ' થી શરૂ થઈ હતી સફર

વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાએ બ્લોકબસ્ટર ફિલ્મો 'ગીતા ગોવિંદમ' (Geetha Govindam) અને 'ડિયર કોમરેડ' (Dear Comrade) માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મોના સેટ પરથી જ તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હોવાનું કહેવાય છે. ગયા વર્ષે એવી પણ અફવાઓ ઉડી હતી કે બંનેએ પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી છે. જો આ કપલ લગ્નનો વીડિયો શેર કરશે, તો તે તેમના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (Official YouTube Channel) પર જ રિલીઝ કરવામાં આવશે, ન કે કોઈ ઓટીટી પર.

આ પણ વાંચો : Karan Johar Film Review, લખ્યું, 'BP ની દવાનો વધારાનો ડોઝ લીધો !'

Tags :
Advertisement

.

×