viral video:માહિરા શર્માએ Mohammed Siraj ને લઈને જાહેરમાં આપ્યો આ જવાબ!
- એક્ટ્રેસ માહિરા શર્મા અને મોહમ્મદ સિરાજ ચર્ચામાં
- એક્ટ્રેસ માહિરા શર્મા વચ્ચેના અફેરની ચર્ચા
- બિગ બોસ 13 ફેમ માહિરા શર્મા સાથે રિલેશનશિપમાં
Viral video:થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ(Mohammed Siraj) અને એક્ટ્રેસ માહિરા શર્મા (Mahira Sharma)વચ્ચેના અફેરની ખૂબ ચર્ચા થઈ રહી હતી.એવું કહેવામાં આવી રહ્યું હતું કે મોહમ્મદ સિરાજ બિગ બોસ 13 ફેમ માહિરા શર્મા સાથે (Mahira Sharma Mohammed Siraj relationship) રિલેશનશિપમાં હતો. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
'બિગ બોસ 13' માં જોવા મળી હતી માહિરા શર્મા
તમને જણાવી દઈએ કે માહિરા શર્મા ઘણા મ્યુઝિક વીડિયોમાં (Viral video)જોવા મળી છે, પરંતુ ટીવીના ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ 13'માં સ્પર્ધક તરીકે તેને વધુ ઓળખ મળી. આ શોમાં તે પારસ છાબડાની નજીક આવી ગઈ. બંનેએ ડેટિંગ પણ કર્યું હતું પણ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું.
આ પણ વાંચો -અભિનેત્રી Edin Rose પર તૂટી પડ્યો દુઃખનો પહાડ!
મોહમ્મદ સિરાજ અને માહિરા શર્મા વચ્ચે શું સંબંધ છે?
હવે માહિરા શર્માનું નામ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે જોડાઈ રહ્યું છે. જ્યારે પાપારાઝીએ તાજેતરમાં માહિરાને આ વિશે સવાલ કર્યો, ત્યારે એક્ટ્રેસની પ્રતિક્રિયાએ ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા. માહિરા શર્માનો આ લેટેસ્ટ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં મોહમ્મદ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ માટે સિલેક્ટ કરવામાં આવ્યો નથી. તેનું નામ રિઝર્વ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો -Sikandar Teaser:'સિકંદર'નું ટીઝર રિલીઝ! ACTION માં ખાન
માહિરા શર્માએ પાપારાઝી સામે કહી આ વાત
તમને જણાવી દઈએ કે તાજેતરમાં માહિરા શર્મા પાપારાઝી માટે જોરદાર પોઝ આપતી જોવા મળી હતી. પછી કોઈએ તેને પૂછ્યું કે ભારતીય ક્રિકેટ ટીમમાં ક્યો ખેલાડી તમારો ફેવરેટ છે. આના પર માહિરા પહેલા તો ચોંકી ગઈ અને પછી બોલી- 'શું?' આ પછી, તેને શરમાતા કહ્યું કે આખી ભારતીય ક્રિકેટ ટીમ મારી પ્રિય છે. આટલું કહીને તે હસી અને ત્યાંથી જતી રહી.
સોશિયલ મીડિયા પર ફેન્સે આપી પ્રતિક્રિયા
માહિરા શર્માની આ પ્રકારની પ્રતિક્રિયા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફેન્સ તેમના વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને વિવિધ પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. આના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે "સિરાજ વિચારી રહ્યો હશે કે તમે મને આમાં કેમ લાવી રહ્યા છો?" જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે તે ક્રિકેટ વિશે કંઈ જાણતી નથી.