Viral video: મિત્રતા કે મર્યાદાનો ભંગ? મુસ્લિમ એક્ટરે હિન્દુ અભિનેત્રીને બીફ ખાવા કર્યું દબાણ, વીડિયો વાયરલ
- Viral video: અનુમોલને જબરદસ્તી બીફ ખવડાવવાનો પ્રયાસ
- મુસ્લિમ અભિનેતાર શિયાસ કરીમ ભારે ટ્રોલ થયો
- ભોજનની પસંદગી પર એક્ટરનો કટાક્ષ જોઈ નેટિઝન્સમાં રોષ
- મલયાલમ એક્ટરે હિન્દુ હીરોઈન સાથે જે કર્યું તે જોઈ તમારું લોહી પણ ઉકળી ઉઠશે
- અનુમોલના વારંવાર ઇનકાર છતાં બીફ ખવડાવવા કરી જીદ
Viral video: મલયાલમ અભિનેતા અને મોડલ શિયાસ કરીમ (Shiyas Kareem) હાલમાં એક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. ઈન્ટરનેટ (Internet) પર ઝડપથી પ્રસરી રહેલા આ ક્લિપમાં શિયાસ તેની મિત્ર અને અભિનેત્રી અનુમોલ અનુક્કુટ્ટી (Anumol) સાથે જોવા મળે છે. આ ઘટના એક ખાનગી પાર્ટી (Private Party) દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં શિયાસ વારંવાર અનુમોલને બીફ (Beef) ખાવા માટે દબાણ કરી રહ્યો છે. અભિનેત્રીએ સ્પષ્ટપણે ના પાડતા જણાવ્યું કે તે અત્યારે ડાયેટિંગ (Dieting) પર છે અને તે ખાઈ શકતી નથી. જોકે, અનુમોલના ઇનકાર છતાં શિયાસે મજાકના લહેજામાં પ્રયાસ ચાલુ રાખતા સ્થિતિ અસહજ બની ગઈ હતી અને અંતે અભિનેત્રી ત્યાંથી આગળ વધી ગઈ હતી.
Viral video: રાજકીય ટિપ્પણી અને લોકોની નારાજગી
વીડિયોનો સૌથી વિવાદાસ્પદ હિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે અનુમોલ દ્વારા વારંવાર ના પાડવા છતાં શિયાસ કરીમે તેના પર કટાક્ષ (Sarcasm) કર્યો હતો. શિયાસે મજાકિયા અંદાજમાં અભિનેત્રીને પૂછ્યું કે શું તે 'ભાજપ સમર્થક' (BJP Supporter) છે? આ કમેન્ટ સોશિયલ મીડિયા (Social Media) પર આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. મોટાભાગના યુઝર્સ (Users) એવું માની રહ્યા છે કે કોઈની વ્યક્તિગત ભોજનની પસંદગીને રાજકીય વિચારધારા સાથે જોડવી અથવા કોઈ મહિલા પર ખાવા માટે દબાણ કરવું એ મર્યાદાની વિરુદ્ધ છે. લોકોનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એકવાર સ્પષ્ટ રીતે ના કહી દે ત્યારે તે વાતનું સન્માન (Respect) જાળવવું જોઈએ.
આ પણ વાંચો---- Jessica Cox Pilot Story : શું બંને હાથ વગર વિમાન ઉડાવી શકાય? જાણો આ મહિલા વિશે જેને અશક્યને શક્ય બનાવી દીધુ
Viral video: સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
વીડિયો વાયરલ (Viral) થતા જ શિયાસ કરીમને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોએ તેને પોતાની મર્યાદામાં રહેવાની સલાહ આપી અને આને મિત્રતાના નામે ગેરવર્તણૂક (Misbehavior) ગણાવી છે. જોકે, કેટલાક યુઝર્સ શિયાસના સમર્થનમાં પણ આવ્યા છે. તેમનો તર્ક છે કે અનુમોલ પહેલા પણ બીફ ખાતી હતી, તેથી શિયાસે માત્ર જૂના સંદર્ભમાં હસી-મજાક કરી હશે. બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે સંદર્ભ ગમે તે હોય, જાહેરરૂપે કોઈના પર દબાણ કરવું એ ખોટો સંદેશ (Message) આપે છે. આ ઘટનાના કારણે બંને કલાકારો સોશિયલ મીડિયા પર ટીકાઓનો ભોગ બની રહ્યા છે.
Shocking!
Malayalam TV celebrity Shiyas Kareem forces a hindu woman Anumol to eat BEEF on camera!He aggressively shouts: "Eat.. Eat… Anu Eat"
When she respectfully refuses, this bully turns nasty, mocks her, asks if she's a BJP follower!
This is the ugly face of #KeralaStory… pic.twitter.com/YPW36bg4wS
— Voice of Hindus (@Voiceofhindus) April 14, 2026
Viral video: બંને કલાકારોની કરિયર અને બેકગ્રાઉન્ડ
આ વિવાદે બંને કલાકારોના કરિયર (Career) ને પણ ચર્ચામાં લાવી દીધું છે. શિયાસ કરીમે 'બિગ બોસ મલયાલમ' (Bigg Boss Malayalam) ના પ્રથમ સીઝનથી પોતાની ખાસ ઓળખ બનાવી હતી અને તે અનેક મોડેલિંગ પ્રોજેક્ટ્સનો હિસ્સો રહ્યો છે. બીજી તરફ અનુમોલ અનુક્કુટ્ટી પણ આ જ રિયાલિટી શો (Reality Show) સાથે જોડાયેલી રહી છે અને તેણે શોની સાતમી સીઝનની વિજેતા (Winner) બનીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. અત્યારે આ વાયરલ ક્લિપ અને વધતા વિવાદ પર બંને કલાકારો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન (Statement) બહાર પાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચો---- Krishnavataram: રણબીર કપૂરની ‘રામાયણ’ કરતા પણ ચઢિયાતું છે ‘કૃષ્ણાવતારમ’? ટ્રેલર જોઈને ફેન્સ થયા ખુશ


