Viral Video : શું ખરેખર સલમાન ખાને બિશ્નોઇને ધમકી આપી? જાણો વીડિયોની હકીકત
- સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ: કોણ કોને ધમકી આપી રહ્યું છે?
- બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન પર જોખમ વધ્યું!
- વાયરલ વીડિયો: સલમાન ખાનનો ધમકીભર્યો વીડિયો ફેક કે સાચો?
હાલના દિવસોમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ ()Salman Khan and Lawrence Bishnoi) સતત સમાચારોમાં જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddiqui's murder) પાછળ લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) નો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે બાદ સલમાન ખાન પર જોખમ વધી ગયું છે. વળી એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ બિશ્નોઈનો હાથ છે. આવી સ્થિતિમાં સલમાન ખાનનો જીવ પણ જોખમમાં આવી શકે છે, કારણ કે તે ઘણા સમયથી બિશ્નોઈના નિશાના પર છે. પરંતુ આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે જેમાં સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈને ધમકી આપતા જોવા મળી રહ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ અને બાબા સિદ્દીકીની હત્યા
સમાચાર અનુસાર, બાબા સિદ્દીકીની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ લોકોમાં ભારે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. બાબા સિદ્દીકીની જાહેરમાં થયેલી હત્યાના પગલે સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે, કારણ કે તે પણ લોરેન્સ બિશ્નોઈના નિશાન પર છે. લોરેન્સ અને તેના ગેંગે સલમાન ખાનને મરવાની ઘણી વખત ધમકીઓ આપી છે, જેની સામે સલમાનની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આ ઘટનાઓ વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો પણ ઝડપથી ફેલાયો છે. આ વીડિયોમાં સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈને ધમકી આપતા જોવા મળી રહ્યો છે. પરંતુ, આ વીડિયાની સત્યતા અંગે લોકોમાં ઘણા સવાલો ઊભા થયા છે. જણાવી દઇએ કે, જ્યારે આ વીડિયોની વિશેષ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ વીડિયો ડબ છે, અને તેમાં બતાવવામાં આવતું બધું જ બનાવટી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ વીડિયો સામે આવ્યો
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈમાં તેમના પુત્રની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ પછી 17 ઓક્ટોબરે આ વીડિયો ફેસબુક પર ઓનલાઈન સામે આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે, સિદ્દીકીની હત્યાનું કારણ બાબા સિદ્દીકી અને સલમાન ખાન વચ્ચેની મિત્રતા હોવાનું કહેવાય છે. આ વીડિયો સઈદ કાદિર નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને ધ્યાનથી જોયા અને સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે આ વીડિયોમાં ઓડિયો એડિટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 'સલમાન ખાને બિશ્નોઈને ઓપનલી ચેલેન્જ' કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવી છે. પરંતુ આ પોસ્ટમાં તમે સ્પષ્ટપણે સમજી શકો છો કે અવાજ સલમાન ખાનનો નથી અને અભિનેતાના લિપ-સિંકિંગ અને વીડિયોમાંના ઓડિયોમાં ઘણો તફાવત છે.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત


