ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIRAL VIDEO : ચાલુ મેચે કોના પર ગુસ્સે થઈ અનુષ્કા શર્મા, જુઓ VIDEO

VIRAL VIDEO : ICC T20 વર્લ્ડકપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્તરૂપે યોજાયું છે. ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમની પત્નીઓ પણ ત્યાં પહોંચી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)પણ ભારત...
11:52 AM Jun 13, 2024 IST | Hiren Dave
VIRAL VIDEO : ICC T20 વર્લ્ડકપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્તરૂપે યોજાયું છે. ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમની પત્નીઓ પણ ત્યાં પહોંચી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)પણ ભારત...
Anushka Sharma

VIRAL VIDEO : ICC T20 વર્લ્ડકપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્તરૂપે યોજાયું છે. ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમની પત્નીઓ પણ ત્યાં પહોંચી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)પણ ભારત અને પાકિસ્તાનની મેચ જોવા મળી હતી. રવિવારે રમાયેલી મેચમાં પણ તે સ્ટેડિયમમાં દેખાઈ પરંતુ એક સમયે તે કોઈના ગુસ્સે થતી દેખાઈ હતી જેનો વીડિયો તાજેતરમાં વાયરલ (VIRAL VIDEO) થઇ રહ્યો છે.

 

શું છે મામલો?

માહિતી અનુસાર વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી અનુષ્કાને કોઈના પર ગુસ્સો આવી રહ્યો છે. તેનું મોઢું લાલચોળ થઇ જાય છે. આ બધું ચાલુ મેચમાં જ થયું હતું. અનુષ્કા વીડિયોમાં ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરતી દેખાય છે અને તેને તે સમયે ગુસ્સો આવી રહ્યો છે. જોકે વીડિયોમાં એ નથી દેખાતું કે તે કઈ વ્યક્તિ સાથે વાત કરી રહી છે.

અનુષ્કાને ગુસ્સો કેમ આવ્યો?

આ ઘટનાનો વીડિયો મિસ્ટર હેમેક્સ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયો હતો. જેમાં અનુષ્કાનો ગુસ્સો થઇને ફેન્સ પણ હેરાન થઈ ગયા હતા. અનુષ્કાનો ગુસ્સો જોઈ એક યુઝરે લખ્યું કે ભાભી એગ્રેસિવ થઈ ગયા. એક અન્યએ લખ્યું કે ભાભી ગુસ્સામાં લાગે છે, આખરે મામલો શું છે? જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે અનુષ્કાને ગુસ્સો કેમ આવ્યો? અમુક લોકોનું કહેવું છે કે કદાચ વિરાટના જલદી આઉટ થઈ જવાને કારણે તે નિરાશ હતી.

ધનશ્રી વર્માએ તસવીર શેર કરી

તેના બીજા બાળક અકાયના જન્મના થોડા મહિના પછી, અનુષ્કા શર્મા તેના પતિ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે અમેરિકા ગઈ છે. દરમિયાન, અનુષ્કા શર્માએ સ્ટેન્ડમાં રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા અને અન્ય લોકો સાથે તસવીર માટે પોઝ આપ્યો હતો. આ તસવીર ધનશ્રી વર્માએ 9 જૂને ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરમાં રિતિકા, અનુષ્કા અને ધનશ્રી ત્રણેય ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે.

આ પણ  વાંચો - Ekta Kapoor-ભારતીય મનોરંજન ઉદ્યોગની મહિલા બોસ કેમ કુંવારી?

આ પણ  વાંચો - રેણુકા સ્વામી હત્યા મામલે કન્નડ એક્ટર Darshan Thoogudeepa ની મુશ્કેલીઓ વધી, બેંગલુરુ પોલીસે કરી ધરપકડ…

આ પણ  વાંચો - Kalki 2898 AD Trailer: ફિલ્મ Kalki નું ટ્રેલર રિલીઝ, ટ્રેલર જોઈને તમારા હોશ ઉડી જશે

 

Tags :
anushka sharmaIND vs PAKnushka SharmaT20 World Cupt20-world-cup-matchviral videoVirat Kohli
Next Article