Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Virat Kohli Like: કિંગ કોહલીના 'લાઈક-અનલાઈક' ગેમ પર શું બોલી જર્મન મોડેલ? મચ્યો હંગામો

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી દ્વારા જર્મન મોડેલ લિઝલાઝની પોસ્ટ લાઈક (Virat Kohli Like) કરવાના મામલે ભારે ચર્ચા જાગી છે. વિવાદ વધતા કોહલીએ લાઈક હટાવી લીધું હતું, જે અંગે મોડેલે પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય અને થોડું દુઃખ વ્યક્ત કર્યું છે. લિઝલાઝે ભારત અને ક્રિકેટ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જણાવ્યું કે તે વિરાટ કોહલીની રમતની મોટી પ્રશંસક (Fan) છે.
virat kohli like  કિંગ કોહલીના  લાઈક અનલાઈક  ગેમ પર શું બોલી જર્મન મોડેલ  મચ્યો હંગામો
Advertisement
  • વિરાટ કોહલીના એક લાઈકથી મચ્યો હોબાળો
  • જર્મન મોડેલ લિઝલાઝની પોસ્ટ પર દેખાયું ‘કિંગ’નું લાઈક
  • વિવાદ વધતા કોહલીએ તરત જ લાઈક હટાવ્યું
  • મોડેલે કહ્યું- ‘વિરાટે અનલાઈક કર્યું એ જાણી દુઃખ થયું’
  • બેંગલુરુની મુલાકાત વખતે કોહલીની ફેન બની હતી લિઝલાઝ

 સોશિયલ મીડિયા (Social Media) પર કિંગ કોહલી (Virat Kohli) ની એક નાની હલચલ પણ હેડલાઇન્સ બની જતી હોય છે. તાજેતરમાં કંઈક એવું જ થયું જેણે રમતગમતથી લઈને ગ્લેમર જગત સુધી ખળભળાટ મચાવી દીધો. વિરાટ કોહલીએ એક વિદેશી મોડેલની તસવીર શું લાઈક કરી, જાણે ઈન્ટરનેટ પર ‘લાઈક્સ’ અને ‘કમેન્ટ્સ’નો હોબાળો મચી ગયો!

Virat Kohli Like :શું હતી એ ઘટના?

જર્મન મોડેલ લિઝલાઝ (LizLaz) ની એક હોટ પોસ્ટ પર જ્યારે વિરાટ કોહલીનું લાઈક જોવા મળ્યું, ત્યારે ચાહકો પણ ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ આનો સ્ક્રીનશોટ વાયરલ કરી દીધો. જોકે, મામલો ગરમાતો જોઈ વિરાટે થોડી જ વારમાં લાઈક હટાવી (Unlike) લીધું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો આ સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by LizLaz (@lizlaz_tv)

Advertisement

Virat Kohli Like : મોડેલનું ચોંકાવનારું નિવેદન

હવે આ વિવાદ પર ખુદ લિઝલાઝે મૌન તોડ્યું છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું કે, "જ્યારે હું સવારે જાગી ત્યારે મેં જોયું કે મારા ઇનબોક્સમાં મીડિયાના મેસેજની લાઈનો લાગી હતી. મને ખબર પણ નહોતી કે વિરાટે ક્યારે મારી પોસ્ટ લાઈક કરી!" લિઝલાઝે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિરાટે લાઈક પાછું ખેંચી લીધું ત્યારે તેને થોડું ખરાબ લાગ્યું હતું, કારણ કે તે આ બાબતને આટલી હદે ચગાવવા માંગતી નહોતી.

ભારત અને વિરાટ સાથે જૂનું કનેક્શન

 રસપ્રદ વાત એ છે કે લિઝલાઝ ભારત માટે અજાણી નથી. તે અગાઉ બેંગલુરુ (Bengaluru) માં મહિનાઓ સુધી રોકાઈ ચૂકી છે અને તેને ગોવા, મુંબઈ અને મૈસુર જેવા શહેરો ખૂબ ગમે છે. આ પ્રવાસ દરમિયાન જ તે ક્રિકેટ અને વિરાટ કોહલીની ફેન બની ગઈ હતી. તેના મતે, વિરાટ એક શાનદાર ખેલાડી છે અને તેની રમત જોઈને જ તે આઈપીએલ (IPL) ની દીવાની બની હતી.

આ પણ વાંચો : Yuzvendra Chahal એ અભિનેત્રી પર કર્યો કેસ, છુટાછેડા પહેલાના મામલે કાર્યવાહી

Tags :
Advertisement

.

×