War 2: ટ્રેલરમાં Kiara Advani ને બિકીનીમાં જોઈ લોકોનો છૂટ્યો પરસેવો!
- વૉર 2 નું ટ્રેલર (War 2 Trailer)રિલીઝ થયું
- વૉર 2 ને લઈને લોકોમાં ખૂબ જ ચર્ચા
- કિયારા અડવાણીનો બિકીની લુક વાયરલ
War 2:આજે વૉર 2 નું ટ્રેલર (War 2 Trailer)રિલીઝ થયું છે. લોકો ઘણા સમયથી આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. વૉર 2 ને લઈને લોકોમાં ખૂબ જ ચર્ચા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરમાં ઋતિક રોશન(Hrithik Roshan) અને જુનિયર NTR ની એક્શન બતાવવામાં આવી છે પરંતુ જેણે શો ચોરી લીધો છે તે કિયારા અડવાણી છે. કિયારા અડવાણીનો (Kiara Advani)બિકીની લુક વાયરલ થઈ રહ્યો છે. લોકો કિયારા અડવાણીના બિકીની લુક પરથી નજર હટાવી શકતા નથી. કિયારાના બિકીની લુકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કિયારા અડવાણીના બિકીની લુકની ઝલક મળી
વૉર 2 ના ટીઝરમાં ચાહકોને કિયારા અડવાણીના બિકીની લુકની ઝલક મળી. પરંતુ હવે ટ્રેલરમાં તેને જોઈને લોકો દંગ રહી ગયા છે. કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. કિયારા બિકીની લુકની સાથે જબરદસ્ત એક્શન પણ કરતી જોવા મળશે.
આ પણ વાંચો -UDAIPUR FILES ફિલ્મનો મામલો હાઇકોર્ટમાં, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર
ચાહકો પાગલ થઈ ગયા
લોકો કિયારાના બિકીની લુકના ફોટા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - વોર 2 માં કિયારા અડવાણીનો નવો લુક. જ્યારે બીજાએ લખ્યું - હોટી કિયારા. એકે લખ્યું - હોટનેસ ઓવરલોડ થઈ ગઈ. જ્યારે બીજાએ લખ્યું - કિયારા બિકીની ઓરા.કિયારા અડવાણીનો આ લુક ફેશન સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અડાજાનિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. ટીઝર રિલીઝ થયા પછી, તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં અભિનેત્રીના વધુ બિકીની લુક જોવા મળશે. #KiaraAdvani
આ પણ વાંચો -અશ્લીલ કન્ટેન્ટ પીરસતી APPs સામે સરકારની લાલ આંખ,ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ
સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી
કિયારા અડવાણી આ મહિને માતા બની છે. તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બાળકીના જન્મની માહિતી આપી હતી. કિયારા અને બાળકીનું ઘરે ખૂબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.વૉર 2 વિશે વાત કરીએ તો, જુનિયર એનટીઆર આ ફિલ્મ સાથે બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે.