હિન્દી ફિલ્મના આ જાણીતા અભિનેતાએ પકડી રાજનીતિની રાહ, આ પાર્ટીમાં જોડાયા
- સયાજી શિંદે અજિત પવાર (Ajit Pawar) ની NCP પાર્ટીમાં જોડાઈ ગયા
- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર
- અજિત પવારનું કામ મને પસંદ છે : સયાજી શિંદે
જાણીતા ફિલ્મ અભિનેતા સયાજી શિંદે (Sayaji Shinde) અજિત પવાર (Ajit Pawar) ની NCP પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન NCP અજિત પવાર પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે અને કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ પણ હાજર હતા.
સયાજી શિંદે ઉતર્યા રાજનીતિના અખાડામાં
ફિલ્મી દુનિયામાં પોતાના દમદાર અભિનયનું પ્રદર્શન કરનાર સયાજી શિંદે હવે રાજનીતિના અખાડામાં કુદી ગયા છે. જીહા, આજે તેઓ અજિત પવારની NCP માં જોડાયા છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર હતા. તેમણે કહ્યું કે, જ્યારે મહારાષ્ટ્રનો કોઈ પણ વ્યક્તિ કે કલાકાર આગળ વધે છે ત્યારે તે હંમેશા ગર્વ અનુભવે છે. તેમણે વધુમાં કહ્યું કે સયાજી રાવની ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવે છે. તેમણે ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવી છે. NCPમાં જોડાયા બાદ સયાજી શિંદેએ કહ્યું કે હું છેલ્લા 10 વર્ષથી સામાજિક ક્ષેત્રમાં છું. તેમણે કહ્યું કે પર્યાવરણ પર કામ કરતી વખતે મને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એકવાર હું કોઈ કામ માટે મંત્રાલય ગયો ત્યારે અજિત પવારે મને મદદ કરી હતી. અભિનેતાએ કહ્યું કે, મને ઘણી રાજકીય પાર્ટીઓએ ઓફર આપી હતી પરંતુ મેં NCPના અજિત પવારને પસંદ કર્યા.
#WATCH | Actor Sayaji Shinde joins NCP in the presence of Maharashtra Deputy CM Ajit Pawar and other senior NCP leaders in Mumbai. pic.twitter.com/u9F2amjJLE
— ANI (@ANI) October 11, 2024
અજિત પવારનું કામ મને ગમે છે : સયાજી શિંદે
સયાજી શિંદેએ આગળ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને અજિત પવાર જે રીતે કામ કરે છે તે મને ગમે છે. હું ગર્વ અનુભવી રહ્યો છું કે મને પાર્ટીની વિચારધારાને આગળ વધારવાની તક મળી રહી છે. અજિત પવારે મહારાષ્ટ્ર અને ખેડૂતોના હિત માટે હંમેશા સારા નિર્ણયો લીધા છે. આ કારણે મેં રાજકારણમાં આવવાનો અને તેમની સાથે જવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રની જનતાની સેવા કરશે
આ પ્રસંગે છગન ભુજબળે જણાવ્યું હતું કે સયાજી શિંદેએ મરાઠીથી લઈને બોલિવૂડ અને ટોલીવુડમાં પોતાની અભિનયની છાપ છોડી છે. તેમણે દક્ષિણની ભાષાઓ શીખી અને પછી ત્યાં પોતાના કામ દ્વારા દરેકનું માન મેળવ્યું છે. તેમણે સામાજિક કાર્યોમાં પણ ઘણું યોગદાન આપ્યું છે, હવે NCP અજીત પવાર સાથે જોડાઈને તેઓ મહારાષ્ટ્ર અને તેની જનતાની સેવા કરશે.
આ પણ વાંચો: Bollywood:બોડીકોન લૂકમાં Soniya Bansal કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો