Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક્ટ્રેસ ચારુ અસોપાને એવું તે શું થયું કે રડી પડી,વાંચો અહેવલા

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનથી છૂટાછેડા લીધા બાદ ટીવી અભિનેત્રી ચારુ અસોપા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એકટ્રેસ સિંગલ મધર હોવાને કારણે અભિનેત્રીને મુંબઈમાં ક્યાંય ઘર નહોતું મળતું. જેના પર તેણે હવે ખુલીને વાત કરી હતી.   ચારુ અસોપા...
એક્ટ્રેસ ચારુ અસોપાને એવું તે શું થયું કે રડી પડી વાંચો અહેવલા
Advertisement

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનથી છૂટાછેડા લીધા બાદ ટીવી અભિનેત્રી ચારુ અસોપા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એકટ્રેસ સિંગલ મધર હોવાને કારણે અભિનેત્રીને મુંબઈમાં ક્યાંય ઘર નહોતું મળતું. જેના પર તેણે હવે ખુલીને વાત કરી હતી.

Advertisement

ચારુ અસોપા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી

Advertisement

ટીવી અભિનેત્રી ચારુ અસોપાને મુંબઈમાં ઘર શોધવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચારુ અસોપા તાજેતરમાં ઘર મેળવવામાં ભેદભાવને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. તેણે કહ્યું કે, મુંબઈમાં લોકોનું આવું વર્તન જોઈને લાગે છે કે સિંગલ મધર હોવું કોઈ ગુનાથી ઓછું નથી.

અભિનેત્રીએ આ મામલે શું કહ્યું

હાલમાં જ અભિનેત્રીએ આ મામલે ખુલીને કહ્યું કે, એવું લાગે છે કે સિંગલ મધર હોવું ગુનો છે.ચારુ અસોપા તેની પુત્રી જિયાના સાથે રહેવા માટે નવું ઘર શોધી રહી હતી. આ સમયગાળા દરમિયાનની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણે ચોંકાવનારી વાત કહી છે.ચારુ આસોપાએ જણાવ્યું કે, મેં શૂટિંગમાંથી એક કલાકનો બ્રેક લીધો હતો અને મારા નવા ઘરની સોસાયટીની મીટિંગમાં હાજરી આપવા ગઇ હતી. ઘર અંગેની તમામ બાબતો ફાઇનલ થઈ ગઈ હતી, ટોકન મની પણ આપી દેવામાં આવી હતી.

મેં તેની પાસેથી કારણ જાણવાનો પ્રયત્ન કર્યો

જ્યારે હું મીટિંગમાં પહોંચી ત્યારે કમિટીના મોટાભાગના સભ્યો પુરુષો હતા અને તેમની વચ્ચે માત્ર એક મહિલા હતી. તેમણે મને પૂછ્યું કે, ત્યાં કેટલા લોકો રહેવાના છે, મેં તેને કહ્યું કે મારા અને મારી પુત્રી સિવાય, ફક્ત બે હાઉસહેલ્પ રહેશે. તે પછી તેણે જે કહ્યું તે ખૂબ જ દુઃખદ હતું.તેમણે કહ્યું કે ના, અમે સિંગલ મધરને ઘર નથી આપતા. મેં તેની પાસેથી કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મારી વાત પર ધ્યાન આપવું પણ યોગ્ય ન માન્યું. હું તેને સમજવાનો પ્રયત્ન કરતી રહી ગઇ, અને એ લોકોનું વર્તન અજીબ હતુ.

ચારુએ કહ્યું કે, મેં તેમને કહ્યું હતું કે, લોકોના જીવનમાં દુર્ઘટના થાય છે પરંતુ તમે આ કરી શકતા નથી. તેથી તે વાત કરવા પણ તૈયાર ન હતી અને કહ્યું કે, તમે મારો સમય બગાડો નહીં. આ મારા માટે ખૂબ જ દુઃખદ હતું અને હું મારા આંસુ રોકી શકી નહી, એવું લાગતું હતું કે જાણે સિંગલ મધર હોવું એ ગુનો છે. આમાં કોઈ સ્ત્રીનો શું વાંક હોઈ શકે?

આ પણ  વાંચો-એક ઘરના કારણે રાજકુમાર હિરાણીને આવ્યો ‘DUNKI’નો આઈડિયા, ડિરેક્ટરે કર્યો રસપ્રદ ખુલાસો

Tags :
Advertisement

.

×