Mehul Choksi-કેટરિના વચ્ચે શું છે સંબંધ, કેમ થઇ રહી છે ચર્ચા?
- મેહુલ ચોક્સીની બેલ્જિયમથી ધરપકડ
- મેહુલ ચોકસીનો કેટરિના કૈફ સાથે સંબંધ વધુ ચર્ચા
- કેટરિના કૈફે વર્ષ 2008 હીરા ઉદ્યોગપતિ પ્રચાર કર્યો હતો
Mehul Choksi : ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમથી ધરપકડ (mehul choksi arrest)કરવામાં આવી છે. આ ધરપકડ ભારતીય એજન્સીઓની વિનંતીના આધારે કરવામાં આવી છે. પરંતુ હાલમાં મેહુલ ચોકસીનો કેટરિના કૈફ સાથે સંબંધ (Mehul Choksi And Katrina Kaif)વધુ ચર્ચા ફેલાવી રહ્યો છે. કેટરિના કૈફે વર્ષ 2008માં હીરા ઉદ્યોગપતિ માટે પ્રચાર કર્યો હતો. કેટ એક ડાયમંડ જ્વેલરી માટે જાહેરાત કરતી હતી. અને કેટના આવ્યા બાદ આ કંપનીના પ્રોડક્ટમાં વધુ ખરીદી થઇ હતી.
મેહુલ ચોક્સી-કેટરિના વચ્ચે શું છે સંબંધ ?
પંજાબ નેશનલ બેંક લોન 'છેતરપિંડી' કેસમાં સંડોવાયેલા ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 13 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતીય એજન્સીઓની વિનંતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે મેહુલ સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. આ દરમિયાન, 11 એપ્રિલે તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ચોકસીનો કેટરિના કૈફ સાથે પણ સંબંધ રહ્યો છે. કેટરિનાએ વર્ષ 2008માં એક હીરા ઉદ્યોગપતિ માટે પ્રચાર કર્યો હતો.
કંપનીના વેચાણમાં થયો હતો વધારો
કેટરિના કૈફે 2003માં આવેલી ફિલ્મ 'બૂમ'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને 2005માં 'મૈંને પ્યાર ક્યૂં કિયા'થી સફળતા મળી હતી. અભિનેત્રી હોવા ઉપરાંત, કેટરિના મોડેલિંગ સાથે પણ સંકળાયેલી હતી. ત્યારબાદ વર્ષ 2008માં, કેટરિનાએ મેહુલ ચોકસીની કંપનીના હીરાનું પ્રમોશન કર્યું હતું. એવું કહેવાય છે કે કેટરિના કૈફના પ્રમોશન પછી, તેની કંપનીના વેચાણમાં 60 ટકાનો વધારો થયો. જોકે, કંપની 2018માં વિવાદમાં ફસાઈ ગઈ હતી. જ્યારે કંપનીના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સંતોષ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે, ગીતાંજલિ તેના ગ્રાહકોને નકલી હીરા વેચી રહી છે.
આ પણ વાંચો -પવન કલ્યાણની રશિયન પત્નીએ કરાવ્યું મુંડન , તિરુમાલામાં વાળ કર્યા અર્પણ
ગીતાંજલિ મેહુલ ચોકસીની બહેનના નામે
તમને જણાવી દઈએ કે મેહુલ ચોકસીની બહેનના નામ પરથી બનેલી કંપની ગીતાંજલી જ્વેલર્સે વર્ષ 2006માં IPOમાં પ્રવેશ કર્યો હતો. આ પછી 330 કરોડ રૂપિયા એકઠા થયા હતા. જોકે, વર્ષ 2013માં એક એવો સમય આવ્યો જ્યારે સેબી દ્વારા કંપનીને હેરાફેરી કરવાની શંકાના આધારે લગભગ 6 મહિના માટે શેરબજારમાં વેપાર કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો. 2013માં ગીતાંજલિનો શેર 600 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. જ્યારે 2018માં તે ઘટીને 33.80 રૂપિયા થઈ ગયો હતો.
આ પણ વાંચો -બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી
કોણ છે મેહુલ ચોકસી?
મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના સ્થાપક છે. જેનું નામ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં આવ્યું હતું. આ છેતરપિંડીનો કેસ 13 હજાર કરોડ રૂપિયાના બેંક લોન સાથે સંબંધિત છે. ગીતાંજલિના ભારતમાં 4,000 જ્વેલરી સ્ટોર હતા. ભારતથી ભાગી ગયેલો ચોકસી લાંબા સમયથી બેલ્જિયમમાં રહેતો હતો. આ પહેલા તેઓ બાર્બુડા અને એન્ટિગુઆમાં પણ રહી ચૂક્યા છે.