ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કઈ છે OTT પ્લેટફોર્મ ઉપર સૌથી વધુ જોવાયેલ ફિલ્મ? સ્ટારકિડ્સને પછાળી આ પંજાબી સિંગર નીકળ્યો આગળ

અત્યારના સમયમાં સિનેમાઘર કરતાં OTT નો દબદબો વધારે છે. કેમ કે OTT ના માધ્યમ દ્વારા ન ફક્ત ફિલ્મો પરંતુ વેબ સિરીઝ પણ જોઈ શકાય છે. તેમા પણ દેશ વિદેશમાં બનતું બધા જ પ્રકારનું CONTENT તમને OTT ઉપર મળી જાય છે....
05:40 PM Jul 20, 2024 IST | Harsh Bhatt
અત્યારના સમયમાં સિનેમાઘર કરતાં OTT નો દબદબો વધારે છે. કેમ કે OTT ના માધ્યમ દ્વારા ન ફક્ત ફિલ્મો પરંતુ વેબ સિરીઝ પણ જોઈ શકાય છે. તેમા પણ દેશ વિદેશમાં બનતું બધા જ પ્રકારનું CONTENT તમને OTT ઉપર મળી જાય છે....

અત્યારના સમયમાં સિનેમાઘર કરતાં OTT નો દબદબો વધારે છે. કેમ કે OTT ના માધ્યમ દ્વારા ન ફક્ત ફિલ્મો પરંતુ વેબ સિરીઝ પણ જોઈ શકાય છે. તેમા પણ દેશ વિદેશમાં બનતું બધા જ પ્રકારનું CONTENT તમને OTT ઉપર મળી જાય છે. OTT વધુમાં ડોક્યુમેન્ટ્રીનો પણ ખજાનો માનવામાં આવે છે. ભારતના પરિપેક્ષમાં વાત કરવામાં આવે તો ભારતમાં હાલ ઘણી ફિલ્મો છે જે સીધી જ OTT ઉપર રજૂ કરવામાં આવે છે. OTT પર સ્ટાર કિડ્સ જેવા કે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ પોતાના કારકિર્દીની શરૂઆત કરી છે. પરંતુ હવે આ અહેવાલમાં આપણે જાણીશું છે OTT ઉપર MOST VIEWED ની યાદીમાં કોણ કયા છે, ચાલો જાણીએ.

જ્યારે પણ કોઈ ફિલ્મ OTT ઉપર આવે છે ત્યારે તેની સફળતા માટેનું માપદંડ મુખ્ય રીતે તેના VIEWERSHIP ઉપર આધાર રાખે છે. તેના ઉપરથી જ આંકલન કરી શકાય છે કે, લોકોને જે તે ફિલ્મ કેટલી પસંદ આવી રહી છે. ઓમેક્સ મીડિયા નામની સંસ્થાએ તાજેતરમાં જ OTT પર સૌથી વધુ વ્યુઅરશિપ મેળવનાર ફિલ્મોની યાદી બહાર પાડી છે, હમણાં આપણે ઉપર જોયું તે રીતે ઘણા સ્ટારકિડ્સએ ઓટીટી ઉપર પોતાના કારીકીર્દીની શરૂઆત કરી છે ત્યારે એક પંજાબી સિંગરની ફિલ્મ તે બધા જ કરતા આગળ નીકળી છે.

કઈ ફિલ્મ છે OTT ઉપર મોખરે

બધી જ અન્ય ફિલ્મોને પાછળ છોડીને દિલજીત અને ઇમ્તિયાજ અલની ફિલ્મ CHAMKILA આ યાદીમાં મોખરે આવી છે. આ ફિલ્મને અત્યાર સુધીમાં 12.9 મિલિયન વ્યુઅરશિપ મળી છે. આ યાદીમાં બીજા સ્થાને સારા અલી ખાન સ્ટારર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'મર્ડર મુબારક' છે, જેને 12.2 મિલિયન વ્યુઅરશિપ મળી છે. આ સાથે સારાની 'એ મેરે વતન' ત્રીજા સ્થાને છે, જેને 11.5 મિલિયન વ્યૂઅરશિપ મળી છે અને 'મહારાજ' 10.6 મિલિયન વ્યૂઅરશિપ સાથે ચોથા સ્થાને છે, જે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ છે.

આ ફિલ્મોનો પણ ચાલ્યો જાદુ

વધુમાં આગળ વાત કરીએ તો આ યાદીમાં પાંચમા ક્રમે પટના શુક્લા' છે, જેને 9.8 મિલિયન વ્યુઅરશિપ મળી છે અને 'ભક્ષક' 8.9 મિલિયન વ્યૂઅરશિપ સાથે છઠ્ઠા નંબર પર છે. આનાથી આગળ સાક્ષી તંવર સ્ટારર 'શર્માજી કી બેટી' સાતમા નંબરે, સાયલન્ટ 2: ધ નાઈટ આઉલ બાર શાઉટ આઉટ નંબર આઠ પર, 'કામ ચાલુ હૈ' નંબર નવ પર અને 'હાઉસ ઓફ લાઈઝ' દસમા નંબરે છે.

આ પણ વાંચો : Actress MMS Viral Video: આ 10 અભિનેત્રીઓના અંગત પળોના વીડિયો થયા છે વાયરલ!

Tags :
BHAKSHAKCHAMKILAMaharajMOST VIEWERSMURDER MUBARAKNetflixOTTOTT LISTPATNA SHUKLA
Next Article