Big B : અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless ?
Big B : બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર હંમેશા કંઈક ને કંઈક શેર કરતા રહેતા હોય છે. તેઓ હંમેશા સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ તેમણે એક એવી પોસ્ટ કરી જેને જોઈને ચાહકોની ચિંતા વધી ગઈ અને તેમણે પૂછવાનું શરૂ કરી દીધું કે આવું લખવા પાછળનું કારણ શું છે? આપણે આ વિશે જાણીએ. વાત એમ બની હતી કે બીગ બીએ રોજની જેમ શુક્રવારે રાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. શુક્રવારે રાતે તેમણે જે પોસ્ટ મૂકી તેમાં તેમણે લખ્યું હતું કે, T-5281 જવાનો સમય. જેનો અર્થ એવો થતો હતો કે હવે જવાનો સમય આવી ગયો છે.
Big B ની આ પોસ્ટ રહસ્યમય છે, જેના કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને પ્રશ્ન પૂછવા લાગ્યા હતા. એક ચાહકે પૂછ્યું હતું કે, ‘શું થયું સાહેબ?’, તો વળી બીજાએ લખ્યું હતું કે, ‘સાહેબ આવું ન કહો’ અન્ય એકે લખ્યું હતું કે, ‘સર, તમે તો સુપરસ્ટાર છો. આવું નહીં કહો,’ તેમના બીજા એક ફેને લખ્યું હતું કે, ‘હમણાં નહીં સાહેબ’. ચાહકોની પોસ્ટ પરની આવી ટિપ્પણીઓ જોઈને અંદાજ લગાવી શકાય છે કે લોકો તેમને કેટલો પ્રેમ કરે છે.
અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless
નોંધનીય છે કે Big B સિનિયર બચ્ચન તેમના પુત્ર અભિષેકની ઘણી નજીક છે અને અનન્ય ઇમોશનલ બોન્ડ શેર કરે છે. હાલમાં જ તેમણે પુત્ર અભિષેક બચ્ચનનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે તેમના બ્લોગ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી અને અભિષેકના જન્મ સમયનો જુનો ફોટો પણ શેર કર્યો હતો.
82 મા વરસે ય Big B એટલા જ સક્રિય
અમિતાભ બચ્ચનના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં તો તેઓ ‘કૌન બનેગા કરોડપતિ -16’ હોસ્ટ કરી રહ્યા છે. છેલ્લે તેઓ 2024માં રજનીકાંત અભિનીત ફિલ્મ ‘વેટ્ટિયન’માં જોવા મળ્યા હતા. તેમણે કોઇ નવી ફિલ્મની જાહેરાત કરી નથી, પણ એમ માનવામાં આવે છે કે તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ’માં જોવા મળશે.
આ પણ વાંચો- 32 ફિલ્મોમાં કર્યું કામ અને બની સુપર સ્ટાર, બાદ ફિલ્મી દુનિયા છોડીને IAS બની અભિનેત્રી