Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શા માટે ઓસ્કરે શેર કર્યો RRRનો સીન ? રાજામૌલીએ કેમ માન્યો આભાર ?

વિશ્વ પ્રસિદ્ધ ઓસ્કર એકેડેમી એવોર્ડ્સે હવે સ્ટંટ કોરિયોગ્રાફી માટે પણ પણ ઓસ્કાર આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત વખતે એકેડેમીએ એક પોસ્ટર શેર કર્યુ છે, જેમાં ફિલ્મ RRRનો એક સીન પણ દર્શાવાયો છે. આ અંગે એસએસ રાજામૌલીએ આનંદ વ્યક્ત કર્યો અને એકેડેમીનો આભાર પણ માન્યો છે.
શા માટે ઓસ્કરે શેર કર્યો rrrનો સીન   રાજામૌલીએ કેમ માન્યો આભાર
Advertisement
  • હવે સ્ટંટ કોરિયોગ્રાફી માટે પણ મળશે ઓસ્કર એવોર્ડ
  • એકેડમી એવોર્ડસે RRRનો સીન દર્શાવી કરી જાહેરાત
  • રાજામૌલીએ ખુશી કરી વ્યક્ત અને ઓસ્કરનો આભાર માન્યો

Los Angeles: ઓસ્કર એવોર્ડ એટલે એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડનો સૌથી પ્રસિદ્ધ એવોર્ડ. હવે ઓસ્કર કમિટિએ સ્ટંટ કોરિયોગ્રાફી માટે પણ ઓસ્કર આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતી વખતે એકેડમી તરફથી RRRનો સીન દર્શાવાયો છે. આ ઘટના બાદ RRRના ડાયરેક્ટર એસ એસ રાજામૌલીનું રીએકશન સામે આવ્યું છે. તેમણે RRRનો સીન દર્શાવવા બદલ એકેડમી એવોર્ડ્સનો આભાર માન્યો અને ખુશી પણ વ્યકત કરી છે.

100 વર્ષમાં પહેલીવાર આ શ્રેણીમાં એવોર્ડ

એકેડેમી એવોર્ડ્સે હવે સ્ટંટ ડિઝાઈન શ્રેણીમાં પણ એકેડેમી એવોર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. એકેડેમી એવોર્ડ્સના ઈતિહાસમાં 100 વર્ષમાં આ પહેલી વાર આ ઘટના બનશે. તે 2028થી શરૂ થશે. એકેડેમીએ તેના X હેન્ડલ પર ત્રણ ફિલ્મોના એક્શન દ્રશ્યોના પોસ્ટર શેર કરીને એક મોટી જાહેરાત કરી. તેમાં RRRનું એક દ્રશ્ય પણ છે..

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Bollywood : અમેરિકામાં ઋતિક રોશનના કાર્યક્રમથી વિવાદ, રામનવમીએ બીફ સમોસા, દારૂ પીરસ્યાનો દાવો

કઈ રીતે કરી જાહેરાત ?

એકેડમી એવોર્ડસે આ જાહેરાત કરવા માટે એક પોસ્ટરમાં 3 મૂવિના એકશન સીન સાથે દર્શાવ્યા છે. આ પોસ્ટરમાં એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ અને મિશન ઈમ્પોસિબલ જેવી ફિલ્મોના એક્શન દ્રશ્યો ઉપર અને નીચે દેખાય છે, જ્યારે વચ્ચે RRRનો સીન પણ મૂકવામાં આવ્યો છે. ત્રણેય ફિલ્મોના એક-એક દ્રશ્ય સાથેનું પોસ્ટર શેર કરતાં, એકેડેમીએ લખ્યું, સ્ટન્ટ હંમેશા ફિલ્મોના જાદુનો ભાગ રહ્યા છે. હવે, તે ઓસ્કારનો ભાગ છે. એકેડેમીએ સ્ટંટ ડિઝાઈનમાં સિદ્ધિ માટે એક નવો વાર્ષિક પુરસ્કાર બનાવ્યો છે, જે 2028 માં 100મા ઓસ્કારથી શરૂ થશે, જે 2027 માં રિલીઝ થયેલી ફિલ્મોનું સન્માન કરશે.

RRRના ગીતને મળ્યો હતો ઓસ્કર

જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસએસ રાજામૌલીની ઓલ-ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ RRRને દુનિયાભરમાં પ્રશંસા મળી હતી. RRRના નાટુ નાટુ ગીતને વર્ષ 2023માં ઓરીજનલ સોન્ગ માટેનો ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો.

રાજામૌલી ભાવુક થયા

રાજામૌલીએ પણ એકેડેમીની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે. દક્ષિણ સિનેમા જ નહિ પરંતુ પેન ઈન્ડિયાના લોકપ્રિય દિગ્દર્શકે લખ્યું, આખરે, 100 વર્ષની રાહ જોયા પછી, હું 2027 માં રિલીઝ થનારી ફિલ્મો માટે નવી ઓસ્કાર સ્ટંટ ડિઝાઇન શ્રેણી માટે ઉત્સાહિત છું. આ ઐતિહાસિક પગલું શક્ય બનાવવા બદલ ડેવિડ લીચ, ક્રિસ ઓ'હારા અને સ્ટંટ સમુદાયનો ખૂબ ખૂબ આભાર, અને સ્ટંટ કાર્યની શક્તિનું સન્માન કરવા બદલ એકેડેમી એવોર્ડ્સ, સીઈઓ બિલ ક્રેમર અને પ્રમુખ જેનેટ યાંગનો પણ ખૂબ ખૂબ આભાર. આ જાહેરાતમાં ફિલ્મ RRRના એક્શન વિઝ્યુઅલ્સ જોઈને હું રોમાંચિત છું.

આ પણ વાંચોઃ  BOLLYWOOD : એક્ટ્રેસ નુસરત ભરૂચાએ વડાપ્રધાન મોદીને કહ્યું, 'સર, હું બરોડાથી છું'

Tags :
Advertisement

.

×