Virat Kohli એ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ સિંગરને કેમ કર્યો બ્લોક? જાણો
- Virat Kohliએ ઈન્સ્ટાગ્રામ ફેમસ સિંગર કર્યો બ્લોક
- વિરાટના ઈન્સ્ટાગ્રામ પર તેના 270 મિલિયન ફોલોઅર્સ
- રાહુલ વૈદ્યએ વિરાટ કોહલીની વધુ પ્રશંસા કરી
Virat Kohli:ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli )માટે દરેક ભારતીય પોતાનું જીવન બલિદાન આપે છે. વિરાટ કોહલીને ક્રિકેટના મેદાનમાં જેટલો પસંદ કરવામાં આવે છે તેટલો જ પ્રેમ તેને સોશિયલ મીડિયા પર પણ મળે છે. ઈદરેક વ્યક્તિ જાણે છે કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ભારતીય સેલિબ્રિટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 270 મિલિયન ફોલોઅર્સ છે. આ ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલીવુડના એક ફેમસ સિંગરને બ્લોક કરી દીધો છે.
વિરાટ કોહલીએ રાહુલ વૈદ્યને ઈન્સ્ટા પર કર્યો બ્લોક
આ સિંગરે ઘણા પોપ્યુલર સોન્ગ ગાયા છે અને તે 'બિગ બોસ' (Bigg Boss) અને 'લાફ્ટર શેફ્સ- અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ' (Laughter Chefs- Unlimited Entertainment)જેવા શોમાં પણ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર બ્લોક થયેલા ભારતના ફેમસ સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidya)છે. હવે રાહુલ 'લાફ્ટર શેફ સીઝન 2'માં વાપસી કરવા જઈ રહ્યો છે અને તેને આ શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ દરમિયાન શૂટ દરમિયાન સેટની બહારથી તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાપારાઝી સિંગરને વિરાટ કોહલી વિશે સવાલ કરી રહ્યા છે.
આ પણ વાંચો -Bigg Boss 18ના આ 3 સ્પર્ધકોનો અસલી ચહેરો આવ્યો સામે , ચાહકો પણ ચોંકી ગયા
વિરાટ દ્વારા બ્લોક કર્યા બાદ રાહુલ વૈદ્યએ શું કહ્યું?
બ્લોક કરવા અંગેનો સવાલ સાંભળીને રાહુલ વૈદ્ય કહે છે, હું વધારે જાણતો નથી કારણ કે વિરાટ ખોલીએ મને ઈન્સ્ટાગ્રામ પર પહેલાથી જ બ્લોક કરી દીધો છે. આજ સુધી મને એ નથી સમજાયું કે ભાઈ મને કેમ બ્લોક કર્યો છે? રાહુલ વૈદ્યએ વિરાટ કોહલીની વધુ પ્રશંસા કરતા કહ્યું, 'હું હંમેશા કહું છું કે તે આપણા દેશનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. મને ખબર નથી, કદાચ કંઈક થયું હશે? મને હજી સમજાયું નથી કે ભાઈએ મને કેમ બ્લોક કર્યો છે?
આ પણ વાંચો -અલ્લુ અર્જુનના ઘરની બહાર ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ, 8ની અટકાયત
વિરાટ કોહલીના ગુસ્સાનું કારણ બહાર આવ્યું નથી
હવે વિરાટ કોહલીએ સિંગર વિરુદ્ધ કેમ ભર્યું આ પગલું? તેઓ પણ આ જાણતા નથી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવાના વિવાદ પર હવે માત્ર વિરાટ જ કોઈ ખુલાસો કરી શકે છે. હવે ચાહકોને પણ આશ્ચર્ય થાય છે કે ગાયકે શું કર્યું હશે? અથવા તો શું કહ્યું હશે જેના પછી વિરાટે તેને બ્લોક કરવાની ફરજ પડી. દરેક વ્યક્તિ હવે આ સવાલનો જવાબ વિરાટ કોહલી પાસેથી પૂછવા માંગે છે.