Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

World Book Day: અભિનય બાદ કલમથી કમાલ કરી રહી છે બોલિવૂડની આ હસીનાઓ!

World Book Day ના અવસરે બોલિવૂડની તે અભિનેત્રીઓ પર નજર કરીએ જેમણે કલમ પકડીને પોતાની કહાની દુનિયાને જણાવી છે. પ્રિયંકા ચોપરા, ટ્વિન્કલ ખન્ના અને નીના ગુપ્તા જેવા સ્ટાર્સે પુસ્તકો દ્વારા પોતાના સંઘર્ષ અને અનુભવો બેબાક રીતે રજૂ કર્યા છે, જે વાચકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.
world book day  અભિનય બાદ કલમથી કમાલ કરી રહી છે બોલિવૂડની આ હસીનાઓ
Advertisement
  • World Book Day નિમિત્તે સેલિબ્રિટીઝના પુસ્તકોની ચર્ચા
  • પ્રિયંકા ચોપરાએ 'Unfinished' માં ખોલ્યા જીવનના રાઝ
  • ટ્વિન્કલ ખન્નાની કલમે વાચકોને કર્યા મંત્રમુગ્ધ
  • નીના ગુપ્તાએ 'સચ કહું તો' માં વ્યક્ત કરી હૈયા વરાળ
  • ફિટનેસ માટે શિલ્પા શેટ્ટીનું પુસ્તક બન્યું બેસ્ટ સેલર

દર વર્ષે 'વિશ્વ પુસ્તક દિવસ' (World Book Day) નિમિત્તે પુસ્તકો અને લેખકોનું સન્માન કરવામાં આવે છે. વિશ્વ પુસ્તક દિવસ [World Book Day] ના અવસરે, ગ્લેમરની દુનિયાથી દૂર સાહિત્યના આંગણે પોતાની કલમનો જાદુ પાથરનાર બોલિવૂડની અભિનેત્રીઓ વિશે વાત કરવી અનિવાર્ય છે. આ અભિનેત્રીઓએ માત્ર પડદા પર જ નહીં, પરંતુ પુસ્તકો દ્વારા વાચકોના હૃદયમાં પણ એક અલગ ઓળખ બનાવી છે. તેમના શબ્દોમાં આપણને તેમની જિંદગીની સાચી, અંગત અને બેબાક ઝલક જોવા મળે છે.

1. પ્રિયંકા ચોપરા જોનસ -Unfinished

ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા જોનસની આ આત્મકથા અત્યંત પ્રેરણાદાયી છે. આ પુસ્તકમાં તેણે પોતાના બાળપણથી લઈને હોલીવુડ સુધીની સંઘર્ષગાથા રજૂ કરી છે. તેણે પોતાની નિષ્ફળતાઓ અને સફળતાઓને અત્યંત પ્રામાણિકતાથી રજૂ કરી છે.

Advertisement

Priyanka Chopra

Advertisement

2. ટ્વિન્કલ ખન્ના - Mrs Funnybones

પોતાની હળવી શૈલી અને હાજરજવાબી માટે જાણીતી ટ્વિન્કલ ખન્નાનું આ પુસ્તક વાચકોને હસાવવાની સાથે જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ આપે છે. તેમાં તેના રોજિંદા જીવનના રમુજી કિસ્સાઓ અને કટાક્ષ જોવા મળે છે.

3. શિલ્પા શેટ્ટી - The Great Indian Diet

શિલ્પા શેટ્ટીએ આ પુસ્તક દ્વારા ભારતીય ખોરાક અને ફિટનેસના રહસ્યો સમજાવ્યા છે. આ પુસ્તક હેલ્ધી લાઈફસ્ટાઈલ અને સંતુલિત આહાર પર ભાર મૂકે છે.

4. નીના ગુપ્તા - Sach Kahun Toh

નીના ગુપ્તાની આ આત્મકથા તેમના અંગત જીવનના ઉતાર-ચઢાવ અને સંઘર્ષની બેબાક કહાની છે. તેમણે પોતાના નિર્ણયો અને સંબંધો વિશે કોઈ પણ જાતના ડર વગર વાત કરી છે.

5. કલ્કી કોચલિન - A Play in Madness

આ પુસ્તક માનસિકતા, સંબંધો અને સમાજ સાથે જોડાયેલા જટિલ પાસાઓને સંવેદનશીલ રીતે રજૂ કરે છે. કલ્કીની લેખન શૈલી સાહસિક અને અલગ વિચારસરણી દર્શાવે છે.

6. કુબ્રા સૈત - Open Book

કુબ્રાએ પોતાની જિંદગીના કઠિન અનુભવો અને આત્મખોજની યાત્રા આ પુસ્તકમાં શેર કરી છે. તે પોતાની નબળાઈઓને સ્વીકારવાની તાકાત આપે છે.

Soha ali khan

7. સોહા અલી ખાન - The Perils of Being Moderately Famous

આ એક રમુજી અને આત્મચિંતનથી ભરેલી આત્મકથા છે, જેમાં સોહાએ તેના પરિવાર અને કરિયરના અનુભવો હળવા અંદાજમાં શેર કર્યા છે.

આ પણ વાંચો : 30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક? હરિયાણવી એક્ટ્રેસ Divyanka Sirohi ના મોતે સૌને ચોંકાવ્યા

Tags :
Advertisement

.

×