Zakir Hussain Passed Away : વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
- અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ચાલી રહી હતી સારવાર
- વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન
Zakir Hussain Passed Away : વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. તેમની અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
73 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને કહી દીધી અલવિદા
હવે "વાહ ઉસ્તાદ વાહ!..." એવું કોણ કહેશે? એ જ ઉસ્તાદ મશહૂર તબલા વાદક ઝાકિર હુસેન હવે આપણી વચ્ચે નથી રહ્યા. 73 વર્ષની ઉંમરમાં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમણે વિદાય લીધી છે પરંતુ જાદૂથી તબલાની પરફોર્મન્સ પર છોડી દીધેલી અમિટ છાપ હંમેશા આપણાં દિલોમાં જીવંત રહેવાની છે. તેની તોલે કોઈ આવી શકે તેમ નથી. આપણે આજે અણમોલ સંગીતરત્ન ગુમાવી બેઠા છીએ.
તેમના પરિવાર સહિત દેશના કરોડો લોકોની આંખમાં આંસુ
આજે સાંજે તેમની હાલત ગંભીર હોવાની જાણકારી મળી હતી અને તેમના પરિવાર દ્વારા લોકોમાંથી ઝાકિરની તબિયતમાં સુધારો માટે દુઆ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેમના પરિવાર સહિત દેશના કરોડો લોકોની આંખમાં આંસુ છે કારણે કે, વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે.
સેન ફ્રાન્સિસ્કો શહેરમાં આવેલી હોસ્પિટલમાં ચાલી રહીં હતી સારવાર
નોંધનીય છે કે, અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં આવેલી હોસ્પિટલમાં ઝાકિર હુસેનનો સારવાર ચાલી રહી હી. ઝાકિર હુસેનના અવસાનથી દરેક વ્યકિત અત્યંત દુઃખી છે અને દરેક તેમના આત્માને શાંતિ માટે દુઆ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાને લોકો ઝાકિરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના માટે પોસ્ટ્સ શેર કરી રહ્યા છે
આ પણ વાંચો: Exclusive Interview: Upcoming Movie ‘FATEH’ને લઈને ગુજરાત ફર્સ્ટની Sonu Sood સાથે ખાસ વાતચીત