Yami Gautam: ‘ધુરંધર: ધ રીવેન્જ’ ટીઝર પછી મોટું સરપ્રાઈઝ, આદિત્ય ધરની પત્ની યામીની એન્ટ્રી કન્ફર્મ!
- Yami Gautam: યામી ગૌતમની ઇચ્છા પૂરી થઈ છે!
- યામીને ફિલ્મ 'ધુરંધર ધ રીવેન્જ'માં કાસ્ટ કરવામાં આવી
- યામીને ધુરંધરમાં કામ કરવાની ઈચ્છાને પતિ આદિત્યએ પૂરી કરી!
Yami Gautam: સુપરહીટ ફિલ્મ (Superhit film) ધુરંધરની સિક્વલ ‘ધુરંધર ધ રિવેન્જ’(Dhurandhar The Revenge) નું ટીઝર રિલિઝ (Teaser release) થયા પછી ફેન્સની ઉત્સુક્તા બમણી થઈ ગઈ છે. ફેન્સની ઉત્સુકતામાં વધારો થવાનું એક કારણ છે યામી ગૌતમ. ફિલ્મના બીજા ભાગનું ટીઝર રિલીઝ થતા તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે, તેના સંદર્ભમાં એક નવી અપડેટ (Update) સામે આવી છે.
2025 ની સૌથી મોટી બ્લોકબસ્ટર (Blockbuster) ફિલ્મ તરીકે ઉભરી રહેલી "ધુરંધર" બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આદિત્ય ધર (Aditya Dhar) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે 1000 કરોડનો આંકડો વટાવીને ઇતિહાસ રચ્યો છે. હવે, તેના બીજા ભાગ, "ધુરંધર: ધ રીવેન્જ" ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
Yami Gautam: ફિલ્મમાં મોટું અપડેટ
એક અહેવાલ મુજબ, એક્શન (Action) થી ભરપૂર આ સિક્વલમાં ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર અને તેમની પત્ની યામી ગૌતમની એન્ટ્રી થશે., યામી ફિલ્મમાં ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક કેમિયો (Cameo) કરતા જોવા મળશે.
યામીનો કેમિયો એક ટર્નિંગ પોઈન્ટ (Turning point) હશે. સૂત્ર અનુસાર, ફિલ્મમાં યામી ગૌતમનો રોલ ભલે નાનો હોય, પરંતુ તે વાર્તા માટે મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે યામીએ તેના ભાગનું શૂટિંગ લગભગ પાંચ દિવસ પૂર્ણ કર્યું છે. તેની ભૂમિકા એક્શનથી ભરપૂર હશે અને વાર્તામાં એક એવો વળાંક લાવશે જે દર્શકોને આશ્ચર્યચકિત કરશે. આ ફક્ત એક સરળ કેમિયો નથી, પરંતુ ' ધૂરંધર 2' ની સ્ક્રિપ્ટ (Script) નો એક મજબૂત ભાગ છે .
આ પણ વાંચો-- Grammy Award : દલાઈ લામાએ જીત્યો તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ, જાણો કઈ શ્રેણીમાં
Yami Gautam: યામીની ઈચ્છા પૂરી થઈ
યામીએ અગાઉ પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં, યામીએ કહ્યું હતું કે, "જ્યારે મેં આદિત્ય ધરની સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મેં (આદિત્ય) સામે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે હું ફિલ્મમાં કામ કરવા ઈચ્છું છું.
યામી ગૌતમે હંમેશા પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. "ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક" માં ગુપ્તચર અધિકારીની ભૂમિકાથી તેણે દર્શકો (Viewers) ને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. "અ થર્સડે", "આર્ટિકલ 370" અને "દસવી" જેવી ફિલ્મોમાં નોંધપાત્ર ભૂમિકાઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. હવે, "ધુરંધર: ધ રીવેન્જ" માં રણવીર સિંહ (Ranveer Singh) સાથે તેણીને એક્શન મોડમાં જોવી ખરેખર રસપ્રદ રહેશે.
Yami Gautam: રણવીર સિંહ એક્શનમાં જોવા મળશે
આ સિક્વલ (Sequel) નું દિગ્દર્શન ફરી એકવાર દિગ્દર્શક આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ "હમઝા અલી" ની ભૂમિકામાં પાછો ફર્યો છે. પહેલા ભાગની જબરદસ્ત સફળતા બાદ, નિર્માતાઓ (Producers) એ તાજેતરમાં "ધુરંધર: ધ રીવેન્જ" નું ટીઝર રિલીઝ કર્યું, જેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
ફિલ્મ 'ધુરંધર 2' ક્યારે રિલીઝ થશે?
જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શન (Post-production) માં છે. હવે તેના બીજા ભાગ માટે ઘણી અપેક્ષાઓ વધી રહી છે. ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ મેગા-બજેટ ફિલ્મ 19 માર્ચ 2026 ના રોજ મોટા પડદા પર આવશે.
આ પણ વાંચો-- Dhurandhar 2: લોહીના વરસાદમાં ભીંજાતા રણવીરનો ખૂંખાર લુક, ધુરંધર-2નું ધમાકેદાર પોસ્ટર રિલિઝ
આ પણ વાંચો-- Kalki 2898 AD Sequel: દીપિકા પાદુકોણ આઉટ? હવે આ એક્ટ્રેસ ભજવશે SUM-80 નો રોલ!


