Toxic ફિલ્મમાં Tara Sutaria દમદાર પાત્ર ભજવશે, First Look સામે આવ્યો
- તારા સુતરિયાની આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક વાયરલ
- હાથમાં બંદુક અને આંખોમાં આંસુ સાથેના પોસ્ટરે વાહવાહી મેળવી
- ફિલ્મના ડિરેક્ટરો એક પછી એક પાત્રોની વિગતો જાહેર કરી રહ્યા છે
Tara Sutaria First Look Toxic Film : ચાહકો સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ (Yash Upcoming Film), ટોક્સિક (Toxic Film) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓ ફિલ્મની ઉત્તેજના તેજ કરવા માટે વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે, અને ફિલ્મના સ્ટાર કાસ્ટના ફર્સ્ટ લૂકના પોસ્ટર્સ (First Look Posters) સતત શેર કરી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મમાંથી બહુચર્ચિત અભિનેત્રી તારા સુતારિયાનો લુક શેર કરવામાં આવ્યો છે. અભિનેત્રી તેની લવ લાઇફને લઇને સમાચારમાં રહે છે. તાજેતરમાં, તારા પંજાબી ગાયક એપી ધિલ્લોનના સંગીત કાર્યક્રમમાં જોવા મળી હતી, જ્યાં ગાયકે તેને ચુંબન કર્યું હતું, અને તે સમયે બોયફ્રેન્ડ વીર પહાડિયાની પ્રતિક્રિયા વાયરલ થઈ હતી.
View this post on Instagram
ફર્સ્ટ લુક ચર્ચામાં આવ્યો
અગાઉ વાયરલ થયેલા ફોટો- વીડિયો પર તારા સુતારિયાએ પ્રતિક્રિયા આપી હતી, આ ઘટનાને પેઇડ પીઆર ગણાવી હતી, સાથે જ ટ્રોલ્સની આકરી ટીકા કરી હતી. આ વિવાદો વચ્ચે, ટોક્સિક ફિલ્મમાંથી તારા સુતારિયાનો લુક ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો અંદાજો લગાવીએ ,કે ફિલ્મમાં તેનું પાત્ર કેવું હશે અને ફર્સ્ટ લૂક પોસ્ટરમાં તે કયા અવતારમાં જોવા મળી રહી છે.
તારાએ હાથમાં બંદૂક પકડી
અભિનેત્રી તારા સુતારિયાએ સોશિયલ મીડિયા પર ફિલ્મ ટોક્સિકનું પોતાનું પોસ્ટર શેર કર્યું છે. યશના ફિલ્મ પોસ્ટરમાં તે બંદૂક પકડીને જોવા મળી રહી છે. તારાની આંખોમાં ગુસ્સોસ અને આંસુ દેખાય છે, જે બદલો લેવાના સંકેત આપે છે. તેના કપડાંની વાત કરીએ તો, તારા કાળા સ્ટ્રેપલેસ ડ્રેસ અને વાંકડિયા વાળમાં જોવા મળે છે. યશે અભિનેત્રીના ફર્સ્ટ લુકનું પોસ્ટર પણ શેર કર્યું છે. બંદૂક સાથે તારાના દમદાર લુકની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
યુઝરે તેને બોસ ક્વિન ગણાવી
યશે પણ ફિલ્મ ટોક્સિકના તારા સુતારિયાનું પોસ્ટર શેર કર્યું છે, કેપ્શન આપ્યું, "તારા સુતારિયાને રેબેકા તરીકે રજૂ કરી રહ્યો છું." ચાહકો તારાના પોસ્ટર પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "બોસ ક્વીન." બીજાએ કહ્યું, "આખરે, સૌથી વધુ રાહ જોવાતો લુક અહીં છે." અત્રે નોંધનીય છે કે, નિર્માતાઓએ નયનતારા, હુમા કુરેશી અને કિયારા અડવાણીના લુક શેર કર્યા હતા. ખાસ વાત એ છે કે, લોકોને ફિલ્મના અત્યાર સુધીના બધા લુક પસંદ આવ્યા છે.
આ પણ વાંચો ------- TV serials: ટીવી પર ફરી છવાઈ સ્મૃતિ ઈરાની, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ નંબર 1 શો, અનુપમાન કયા સ્થાને?


