વર્ષ 2026 માં મોટા બજેટની આ ફિલ્મોની રિલીઝને લઇને દર્શકો આતુર !
- વર્ષ 2026 માં મોટા સ્ટારની મોટા બજેટ વાળી ફિલ્મો રિલીઝ થશે
- અનેક ફિલ્મોના પોસ્ટર, અને ટિઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે
- સન્ની દેઓલથી લઇને કિંગ ખાન સુધીના અભિનેતા દર્શકોનું મનોરંજન કરશે
Year 2026 Big Budget Film Release : હિન્દી સિનેમા પ્રેમીઓ માટે 2026નું વર્ષ ખાસ રહેવાનું છે. 2025માં, ઘણી મોટી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ યાદીમાં ચાવા, સૈયારા અને ધુરંધર જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. આપણે બધા આ વર્ષને ખૂબ જ ટૂંક સમયમાં અલવિદા કહીશું, પરંતુ આવનારા વર્ષમાં ઘણી બધી સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મો પર આપણી નજર રહેશે ચાલો જાણીએ કે, 2026માં કઈ મોટા બજેટની ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થશે.
બોર્ડર 2
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સન્ની દેઓલની સૌથી વધુ વાટ જોવાતી બોર્ડર 2 બોલીવુડના વર્તુળોમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર 16 ડિસેમ્બરે રિલીઝ થયું છે, જેણે ફિલ્મ માટે ઉત્સાહ બમણો કરી દીધો છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે. નિર્માતાઓએ આ ફિલ્મ રૂ. 150 કરોડના ભારે બજેટમાં બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કિંગ
બોલીવૂડના કિંગખાન શાહરુખ ખાન કિંગ ફિલ્મમાં તેમની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. સિનેમા પ્રેમીઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2026માં દિવાળી દરમિયાન રિલીઝ થવાની ધારણા છે. જેનું બજેટ રૂ. 300 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. હાલમાં તેની રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
રામાયણ
રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણ સિનેમા પ્રેમીઓમાં ચર્ચાનો વિષય છે. નિર્માતા નમિત મલ્હોત્રાએ ખુલાસો કર્યો કે, આ ફિલ્મના બંને ભાગો પર રૂ. 4,000 કરોડ ખર્ચ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે, તે બજેટની દ્રષ્ટિએ હોલીવુડની ફિલ્મોને ટક્કર આપશે. રિલીઝ તારીખ અંગે, ફિલ્મનો પહેલો ભાગ 2026માં દિવાળી પર રિલીઝ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેટલ ઓફ ગલવાન
બોલીવુડના ભાઇજાન સલમાન ખાનની આગામી ફિલ્મનું નામ બેટલ ઓફ ગલવાન છે. ભાઈજાનના ચાહકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મ રૂ. 100 કરોડના બજેટ સાથે બની રહી હોવાની પ્રબળ ચર્ચા છે. આશા છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અદ્ભુત પ્રદર્શન કરશે. જો કે, આ ફિલ્મની રિલીઝને લઇને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ધુરંધર 2
રણવીર સિંહની ધુરંધરનો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહ્યો છે. ફિલ્મનો બીજો ભાગ 2026 માં રિલીઝ થશે. અહેવાલો સૂચવે છે કે, ફિલ્મનું બજેટ રૂ. 250 કરોડ જેટલું હોવાનો અંદાજ છે. ફિલ્મનો પહેલો ભાગ સુપર ડુપર હિટ રહેતા, હવે દર્શકો આતુરતાપૂર્વક તેના બીજા ભાગની વાટ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો ------- Bharti Singh Second Baby: ગોલાને મળ્યો નાનો ભાઈ! ભારતી અને હર્ષ ફરી એકવાર માતા-પિતા બન્યા


