Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

દહેજને 'દાન' નું રૂપાળું નામ આપીને છટ્ક્યાં? 71 લાખ સ્વીકારતા વીડિયો જોઈને તમે ચોંકી જશો!

કારના રિવ્યુ કરીને લાખો લોકોના દિલ જીતનાર યુટ્યુબર હવે પોતાના જ લગ્નના વીડિયોને કારણે લોકોના નિશાના પર છે. લગ્નમાં 71 લાખ રોકડા અને 21 તોલા સોનું મળ્યું, જેને તેમણે ગર્વથી 'દાન' ગણાવ્યું. પરંતુ સોશિયલ મીડિયાની જનતાને આ 'દાન' વાળી થિયરી ગળે ઉતરી નથી. લોકો હવે યુટ્યુબરને પૂછી રહ્યા છે કે આ દહેજ પ્રથાનું સમર્થન છે કે બીજું કંઈ?
દહેજને  દાન  નું રૂપાળું નામ આપીને છટ્ક્યાં  71 લાખ સ્વીકારતા વીડિયો જોઈને તમે ચોંકી જશો
Advertisement
  • યુટ્યુબરના લગ્નમાં 71 લાખનું 'દહેજ'? (Arun Panwar Dowry Video)
  • અરુણ પંવારનો વીડિયો વાયરલ
  • 71 લાખ કેશ, 21 તોલા સોનું મળ્યું
  • 'દહેજ નહીં દાન' કહેતા ટ્રોલ થયા
  • લોકો બોલ્યા- 'વરરાજા વેચાઈ ગયા'

Arun Panwar Dowry Video : સોશિયલ મીડિયાની દુનિયામાં કાર રિવ્યુ (Car Review) માટે જાણીતા પ્રખ્યાત ઓટોમોબાઈલ યુટ્યુબર અરુણ પંવાર (YouTuber Arun Panwar) હાલ એક અલગ જ કારણસર ચર્ચાના ચકડોળે ચડ્યા છે. તાજેતરમાં તેમના લગ્ન સમારોહનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ (Viral Video) થયો છે, જેમાં તેમને સાસરી પક્ષ તરફથી મળેલી તોતિંગ રકમ અને સોનાની ભેટનો ઉલ્લેખ છે. આ વીડિયોમાં દહેજ (Dowry) ને 'દાન' ગણાવવામાં આવતા નેટીઝન્સ ભડક્યા છે અને યુટ્યુબરની આકરી ટીકા કરી રહ્યા છે.

Arun Panwar Dowry Video : 71 લાખ રોકડ અને સોનું

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે લગ્ન પ્રસંગે એક જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, "દહેજ નહીં પણ માત્ર દાન આપવામાં આવી રહ્યું છે." આ 'દાન' ના લિસ્ટમાં 71 લાખ રૂપિયા રોકડા (71 Lakh Cash) અને 21 તોલા સોનું (21 Tola Gold) સામેલ હોવાનો ઉલ્લેખ છે. ખુદ અરુણ પંવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં પણ લખ્યું હતું - "દહેજ નહીં દાન" (Dahej Nahi Daan). જોકે, આ કેપ્શન અને વીડિયો જોઈને લોકોએ તેમને ટ્રોલ (Trolling) કરવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Arun Panwar (@arunpanwarx)

Advertisement

કોણ છે અરુણ પંવાર?

અરુણ પંવાર એક જાણીતા ઓટોમોબાઈલ ઈન્ફ્લુએન્સર (Automobile Influencer) છે. તેઓ પોતાની યુટ્યુબ ચેનલ પર નવી કારના રિવ્યુ, ફીચર્સ, માઈલેજ અને ગ્રાહકોના અનુભવો શેર કરે છે. BCA નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2019માં તેમણે પોતાની યુટ્યુબ સફર શરૂ કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં તેમણે લોકપ્રિયતા મેળવી લીધી છે. હાલમાં યુટ્યુબ પર તેમના 2.41 મિલિયન સબસ્ક્રાઇબર્સ (Subscribers) અને ઇન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોઅર્સ છે. મધ્યમ વર્ગના દર્શકોમાં તેમના 'દેશી અંદાજ' વાળા રિવ્યુ ખૂબ લોકપ્રિય છે.

સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ (Social Media Users) બે ભાગમાં વહેંચાઈ ગયા છે, પરંતુ મોટો વર્ગ અરુણ પંવારની ટીકા કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, "દહેજ જેવી સામાજિક બદીને 'દાન' નું રૂપાળું નામ આપીને તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે." કમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ મજાક ઉડાવતા લખ્યું છે કે, "દૂલ્હા બીક ગયા" (વરરાજા વેચાઈ ગયા), તો વળી કેટલાકે કાનૂની કાર્યવાહી (Legal Action) થવી જોઈએ તેવી માંગ પણ કરી છે. લોકોનો મત છે કે એક ઈન્ફ્લુએન્સર તરીકે તેમણે સમાજમાં ખોટો દાખલો બેસાડવો ન જોઈએ.

આ પણ વાંચો : Anurag Thakur LV Belt : સંસદમાં 80 હજારની બેલ્ટ? વીડિયો જોઈને લોકોએ લીધા આડેહાથ

Tags :
Advertisement

.

×