ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગરીબ બાળકોને જમાડતા Honey Singh ને જોવા ચાહકોએ ટ્રાફીક જામ કર્યો

Yo Yo Honey Singh : નોઇડાના સેક્ટર 63 એચ બ્લોક સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશનની આસપાસ હની સિંહના ચાહકો મોટી સંખયામાં એકઠા થયા
08:39 PM Aug 25, 2025 IST | PARTH PANDYA
Yo Yo Honey Singh : નોઇડાના સેક્ટર 63 એચ બ્લોક સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશનની આસપાસ હની સિંહના ચાહકો મોટી સંખયામાં એકઠા થયા

Yo Yo Honey Singh : હની સિંહ (Yo Yo Honey Singh) હાલના દિવસોમાં પોતાના કોન્સર્ટને (Concert) કારણે સતત ચર્ચામાં છે. આ વચ્ચે હવે તે સોશિયલ મીડિયા (Social Media Video) પર એક અન્ય ખાસ કારણોસર ચર્ચામાં છે. 25 ઓગસ્ટ, સોમવારના રોજ રેપરનો એક હૃદયસ્પર્શી વીડિયો (Emotional Video) સામે આવ્યો છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વખતે તે રસ્તાના કિનારે બેસીને ગરીબ બાળકોને ખવડાવતો (Feeding Poor Children - Yo Yo Honey Singh) જોવા મળ્યો હતો. આ દરમિયાન નોઈડા સેક્ટર 63 માં સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશન પર પણ મોટી ભીડ જોવા મળી હતી, જે હની સિંહને (Traffic Jam - Honey Singh ) જોવા માટે રોકાઈ હતી.

ગરીબ બાળકોને જમાડ્યા

તાજેતરમાં હની સિંહ (Yo Yo Honey Singh) તેના દિલ્હી સ્થિત ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેણે નોઈડાની પણ મુલાકાત લીધી હતી. જ્યારે તે કારમાં બેઠો હતો, ત્યારે તેણે રસ્તાના કિનારે ગરીબ બાળકોને બેઠેલા જોયા, ત્યારબાદ હની સિંહે (Feeding Poor Children - Yo Yo Honey Singh) તેની કાર રોકી અને નજીકની રેસ્ટોરન્ટમાંથી તેમના માટે ભોજન મંગાવ્યું હતું. વીડિયોમાં રેપર રસ્તાના કિનારે બેસીને બાળકોને ખવડાવતો જોવા મળે છે. વીડિયોમાં તેની આસપાસના બાળકો ખૂબ ખુશ દેખાય છે.

રેપરને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી

આ ઘટનાના સાક્ષી બનવા માટે નોઇડાના સેક્ટર 63 એચ બ્લોક સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશનની આસપાસ હની સિંહના ચાહકો (Traffic Jam - Honey Singh ) એકઠા થયા હતા, જેના કારણે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. હની સિંહે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હસતા બાળકોનો ફોટો પણ શેર કર્યો છે, જેના કારણે લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.

હની સિંહનું નવું ગીત હિટ છે

સંગીત ઉદ્યોગમાં વાપસી કર્યા પછી હની સિંહ (Traffic Jam - Honey Singh ) પોતાના ગીતોને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં, હની સિંહ 'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલ સાથેના તેમના તાજેતરના ગીતને લઈને ખૂબ ચર્ચામાં હતા, તે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત અભિનેત્રી શહેનાઝ ગિલની આગામી પંજાબી ફિલ્મ 'ઇક્ક કુડી'નું છે, જે 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમરજીત સિંહ સરોન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શહેનાઝ ગિલની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે.

આ પણ વાંચો ----- Parineeti Chopra Pregnancy: પરિણીતી-રાઘવના ઘરે ગુંજશે કિલકારી: '1 1 = 3'થી કરી જાહેરાત

Tags :
childrenFansTrafficJamFeedingPoorGujaratFirstgujaratfirstnewsNoidaYOYOHoneySingh
Next Article