ચહલની ગેરહાજરીમાં ધનશ્રીએ કરી આ વાત, ક્રિકેટરની છબી ખરાબ કરવાનો પ્રયાસ?
- રાઈઝ એન્ડ ફોલમાં ધનશ્રીએ છૂટાછેડા અંગે કર્યા ખુલાસા (Chahal Dhanashree divorce)
- રીયાલીટી શૉમાં ખુલાસા કરતા હવે નવો વિવાદ સર્જાયો
- મને તમારા PRથી કશો પણ ફરત પડતો નથી: ધનશ્રી
- સંબંધ વિશે વારંવાર વાત શા માટે કરવી? : ધનશ્રી
- એક સમય સુધી સંબધ હતો, ઈજ્જત કરો : ધનશ્રી
Chahal Dhanashree divorce : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પૂર્વ પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા બાદ આ સંબંધ વિશે કોઈએ જાહેરમાં વાત કરી નહોતી. જોકે, તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં યુઝવેન્દ્ર ચહલે તેમના અંગત જીવનની તકલીફો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છૂટાછેડા બાદ તેઓ ઘણા દિવસો સુધી સૂઈ શક્યા નહોતા અને મનમાં વિચિત્ર વિચારો આવતા હતા. ચહલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેમણે ક્યારેય કોઈને છેતર્યા નથી. આ પછી, ધનશ્રીએ પણ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે પરોક્ષ રીતે ચહલની વાતનો મજાક ઉડાવ્યો હોવાનું માનવામાં આવે છે. હવે MTVના રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માં ધનશ્રીએ ફરીથી આ મુદ્દો ઉઠાવતા નવો વિવાદ સર્જાયો છે.
શોમાં એક વાતચીત દરમિયાન ધનશ્રીએ સહ-સ્પર્ધક સુહાનાને કહ્યું કે, "તમે ગમે તેટલો નેગેટિવ પીઆર કરો કે જાહેરમાં જઈને બોલો, તેનાથી કોઈ ફરક પડતો નથી. આનાથી તમારો જ સમય બરબાદ થશે. જો કોઈ વ્યક્તિ કશું બોલી રહ્યું નથી, તો તમારે તમારી છબી કેમ સ્વચ્છ કરવી છે? એક સમય સુધી સંબંધ હતો, તો તેની ઇજ્જત કરો. તે સંબંધ વિશે વારંવાર વાત શા માટે કરવી?"
ધનશ્રીની આ વાત સાંભળીને સૌ કોઈને આશ્ચર્ય થયું છે, કારણ કે તે પોતે જ એક રિયાલિટી શોમાં પોતાના ભૂતકાળના સંબંધો વિશે વાત કરી રહી છે. તે સુહાનાને જે સલાહ આપી રહી છે, તેનું પાલન તે પોતે જ કરી રહી નથી. તે ઇચ્છતી તો સરળતાથી કહી શકતી હતી કે, "મારે મારા સંબંધો કે છૂટાછેડા વિશે એક પણ વાત કરવી નથી," પરંતુ તેમ કરવાને બદલે તે પોતે જ આ ચર્ચાને આગળ ધપાવી રહી છે.
શૉ દરમિયાન આ વાતો કરવાની પદ્ધતિ
અન્ય રિયાલિટી શોની જેમ, ધનશ્રી પણ 'નેગેટિવ પીઆર' શબ્દોનો ઉપયોગ કરીને એક રીતે ચહલ પર નિશાન સાધી રહી છે અને પોતાને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મોટાભાગના રિયાલિટી શોમાં આ જ જોવા મળે છે. સ્પર્ધકો પ્રેક્ષકોની સહાનુભૂતિ મેળવવા માટે પોતાના ભૂતપૂર્વ પાર્ટનર પર કાદવ ઉછાળે છે, કારણ કે સામેવાળી વ્યક્તિ પોતાનો બચાવ કરવા માટે ત્યાં હાજર હોતી નથી. ભૂતપૂર્વ 'એમટીવી એસ ઓફ સ્પેસ'ની સ્પર્ધક દિવ્યા અગ્રવાલે પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પ્રિયંક શર્મા વિશે આખા શો દરમિયાન વાત કરી હતી, અને 'બિગ બોસ'ના ઘણા સ્પર્ધકો પણ આ જ પદ્ધતિ અપનાવે છે.
નેગેટિવ પીઆરની જરૂર નથી (Chahal Dhanashree divorce)
યુઝવેન્દ્ર ચહલને કોઈપણ પ્રકારના નેગેટિવ કે પોઝિટિવ પીઆરની જરૂર નથી. ધનશ્રીને મળ્યા તે પહેલા પણ તેઓ દેશ-દુનિયામાં એટલા જ લોકપ્રિય હતા, જેટલા આજે છે. ધનશ્રીને ચહલની લોકપ્રિયતાનો ચોક્કસ ફાયદો મળ્યો છે અને આ એક હકીકત છે, કારણ કે 5 વર્ષ પહેલાં તેમને બહુ ઓછા લોકો ઓળખતા હતા.
ચહલની ગેરહાજરીમાં તેનું અપમાન
ચહલની ગેરહાજરીમાં તેના વિશે વાત કરીને ધનશ્રીએ પોતાના સંબંધોનું અપમાન જ કર્યું છે. દર્શકો તો સાચા અને ખોટા વચ્ચેનો ફરક સમજી જશે, પરંતુ શોમાં ધનશ્રી સાથે બેઠેલા લોકોના મનમાં ચહલની નકારાત્મક છબી ઊભી થશે. આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું હોય તેમ લાગે છે.
આ પણ વાંચો : શ્રીદેવી શા માટે પતિ સાથે શેર નહતી કરતી રૂમ? ખુદ બોની કપૂરે કર્યો ખુલાસો