'તારી હરકત ઘટિયા છે...': RJ Mahvash નો ચહલ પર ગુસ્સો, અનફોલો કર્યા બાદ વીડિયો વાયરલ
- યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશ વચ્ચે સોશિયલ મીડિયા વોર (Chahal RJ Mahvash Controversy)
- બંનેએ એકબીજાને કર્યા અનફોલો, મહવશનો વીડિયો વાયરલ
- મહવશે કહ્યું- 'તારો મેન્ટાલિટી ડિસઓર્ડર હું ઠીક નહીં કરી શકું'
- 'ઘટિયા હરકત'નો ઉલ્લેખ કરી ચહલને જિંદગીમાંથી કાઢી મૂક્યા
- ચહલનું મૌન અને ચાહકોમાં ભારે ચર્ચા જાગી
Chahal RJ Mahvash Controversy : ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને સોશિયલ મીડિયાની જાણીતી ડિજિટલ ક્રિએટર આરજે મહવશ (RJ Mahvash) વચ્ચેની પાક્કી મિત્રતામાં મોટી તિરાડ પડી ગઈ છે. જે જોડી હંમેશા રીલ્સ અને વીડિયોમાં સાથે મસ્તી કરતી જોવા મળતી હતી, તેઓ હવે એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વાત માત્ર ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એકબીજાને અનફોલો કરવા સુધી સીમિત નથી રહી, પરંતુ મામલો 'જાહેર અપમાન' સુધી પહોંચી ગયો છે.
Chahal RJ Mahvash Controversy સોશિયલ મીડિયા પર ખુલ્લો જંગ અને અનફોલો ગેમ
બંને સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ ઘટના બાદ આરજે મહવશે (RJ Mahvash) એક વીડિયો શેર કર્યો છે જે હવે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહવશે કોઈનું નામ લીધું નથી, પરંતુ નેટીઝન્સ અને ચાહકોનું માનવું છે કે આ સીધો પ્રહાર યુઝવેન્દ્ર ચહલ પર જ છે. મહવશે વીડિયોમાં અત્યંત કડક શબ્દોનો પ્રહાર કરતા કહ્યું છે કે, "વર્ષ 2026માં મારું વલણ હવે બદલાઈ ગયું છે. પહેલા હું વસ્તુઓ સુધારવામાં માનતી હતી, પરંતુ હવે નહીં."
View this post on Instagram
Chahal RJ Mahvash Controversy : "તારી હલકી હરકત..."
વાયરલ વીડિયોમાં આરજે મહવશે પોતાની ભડાસ કાઢતા કહ્યું કે, "એક હલકી અને ઘટિયા હરકત કરીને તું મારી જિંદગીમાંથી આઉટ (Out of my life) થઈ ગયો છે. હવે તને સુધારવા માટે હું મારા મગજનો તસુભાર પણ ઉપયોગ નહીં કરું." મહવશ અહીં જ અટકી ન હતી, તેણે સામેવાળા વ્યક્તિની નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભૂલથી કંઈ થતું નથી, બધું જ જાણી જોઈને કરવામાં આવે છે." તેણે સ્પષ્ટ કર્યું કે હવે તેનામાં લડવાની કોઈ ક્ષમતા બચી નથી અને તેને કોઈ ગુસ્સો પણ નથી.
'મેન્ટાલિટી ડિસઓર્ડર' અને જમવાના ટેબલનો કટાક્ષ
આ વિવાદમાં સૌથી વધુ ચર્ચા મહવશના એક ચોક્કસ વાક્યની થઈ રહી છે. તેણે કટાક્ષ કરતા કહ્યું કે, "તું તારા ચાલાક દિમાગ સાથે જ આગળ વધ. હું તારો 'મેન્ટાલિટી ડિસઓર્ડર' (Mentality Disorder) ઠીક નહીં કરી શકું." વીડિયોના અંતમાં તેણે સંબંધ પૂરો થવાનો સંકેત આપતા એક હૃદયદ્રાવક વાત કહી, "હું દુઆ કરું છું કે તારા ટેબલ પર હંમેશા જમવાનું હોય, પરંતુ હવે તું મારા ટેબલ પર બેસવાનો હક ગુમાવી ચૂક્યો છે." આ નિવેદન બાદ યુઝવેન્દ્ર ચહલ (Indian Cricketer) ની ઈમેજને લઈને સોશિયલ મીડિયા પર બે ફાંટા પડી ગયા છે. જોકે, ચહલે આ વિવાદ પર હજુ સુધી મૌન સેવ્યું છે.
આ પણ વાંચો : Akshay Kumar Car Accident : ડ્રાઈવર જેલમાં, પણ 'ખિલાડી' કેમ મૌન? જાણો અંદરની વાત શું છે?


