Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Yuzvendra Chahal Dating rumor : યુઝવેન્દ્ર ચહલ ફરી પ્રેમમાં? RJ મહવિશને છોડી હવે આ એક્ટ્રેસ સાથે દેખાયો

ક્રિકેટની પિચ પર વિકેટ લેતો સ્પિનર હવે અંગત જીવનમાં ક્લીન બોલ્ડ થઈ રહ્યો છે. પત્ની સાથેના ડિવોર્સ અને RJ સાથેના અફેરની ચર્ચાઓ હજુ શમી નથી, ત્યાં જ એક 'બિગ બોસ' ફેમ સુંદરી સાથે તેની મુલાકાતે ઇન્ટરનેટ પર આગ લગાવી છે. રેસ્ટોરન્ટ બહારના દ્રશ્યો અને સોશિયલ મીડિયા પર 'અનફોલો'ની રમત કંઈક મોટો ઈશારો કરી રહી છે. શું ખરેખર કોઈ નવી પ્રેમ કહાની શરૂ થઈ છે?
yuzvendra chahal dating rumor   યુઝવેન્દ્ર ચહલ ફરી પ્રેમમાં  rj મહવિશને છોડી હવે આ એક્ટ્રેસ સાથે દેખાયો
Advertisement
  • ચહલની નવી મિસ્ટ્રી ગર્લ? શેફાલી સાથે દેખાયો
  • યુઝવેન્દ્ર ચહલ અને શેફાલી બગ્ગા રેસ્ટોરન્ટ બહાર સ્પોટ
  • RJ મહવિશ સાથે બ્રેકઅપની ચર્ચા, બંનેએ કર્યા અનફોલો
  • ધનશ્રી સાથે ડિવોર્સ બાદ ચહલ ફરી લાઈમલાઈટમાં
  • સોશિયલ મીડિયા પર ડેટિંગની અટકળો તેજ બની

Yuzvendra Chahal Dating rumor : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલ ક્રિકેટના મેદાન કરતા પોતાની પર્સનલ લાઈફને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર વધુ ચર્ચામાં છે. થોડા સમય પહેલા RJ મહવિશ સાથે તેના નામની ચર્ચા હતી, પરંતુ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. ચહલનું નામ હવે પૂર્વ ન્યૂઝ એન્કર અને 'બિગ બોસ' ફેમ શેફાલી બગ્ગા (Shefali Bagga) સાથે જોડાઈ રહ્યું છે. બંને તાજેતરમાં એકસાથે જોવા મળતા ઇન્ટરનેટ પર અટકળોનું બજાર ગરમ થયું છે.

Yuzvendra Chahal Dating rumor : બ્રેકઅપની અટકળો

છેલ્લા કેટલાક મહિનાઓથી યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવિશ (RJ Mahvash) વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ સંબંધનો સ્વીકાર કર્યો ન હતો. પરંતુ હાલમાં જ આ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બંનેએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એકબીજાને 'અનફોલો' કરી દીધા. સોશિયલ મીડિયા યુઝર્સે તેના સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો છે કે હવે તેમની વચ્ચેના સંબંધો પૂર્ણ થઈ ગયા છે. અગાઉ એક પોડકાસ્ટમાં ચહલે સ્પષ્ટતા કરી હતી કે અફવાઓને કારણે મહવિશને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જે દુખદ હતું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

શેફાલી બગ્ગા સાથે ડિનર ડેટ? વાયરલ થયા ફોટા

મહવિશ સાથેના પ્રકરણ બાદ હવે યુઝવેન્દ્ર ચહલ શેફાલી બગ્ગા સાથે જોવા મળતા નવી ચર્ચાઓ શરૂ થઈ છે. હાલમાં જ બંને એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા હતા. આ મુલાકાતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે. આ દ્રશ્યો જોઈને ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે, "શું ચહલની જિંદગીમાં નવી ઈનિંગ શરૂ થઈ છે?" શેફાલી બગ્ગા પત્રકારત્વ જગતમાંથી આવે છે અને રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) દ્વારા તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ લાઈમલાઈટમાં

ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલનું અંગત જીવન ધનશ્રી વર્મા (Dhanashree Verma) સાથેના છૂટાછેડા બાદ સતત મીડિયાના કેમેરાની નજરમાં રહ્યું છે. આ જોડીએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ 2024માં તેઓ કાયદેસર રીતે અલગ થયા હતા. ડિવોર્સ ફાઈનલ થયા બાદ ચહલ જ્યારે પણ કોઈ મહિલા મિત્ર સાથે જાહેરમાં દેખાય છે, ત્યારે ડેટિંગની અફવાઓ (Dating Rumors) જોર પકડે છે. હાલ શેફાલી સાથેની મુલાકાત માત્ર મિત્રતા છે કે કંઈક વિશેષ, તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો : Upasana Singh: કપિલ શર્માની ઓનસ્ક્રીન ‘બુઆ’એ કેમ છોડ્ઓ હતો ‘ધ કપિલ શર્મા શો’ ઉપાસના સિંહે હવે કર્યો ખુલાસો

Tags :
Advertisement

.

×