Asha Bhosle ની વિદાય: "જીવન ચાલતું રહેવું જોઈએ..." દાદી આશાની શિખામણ યાદ કરી પૌત્રી જનાઈ ભાવુક
- આશા ભોસલેના નિધનથી પૌત્રી જનાઈ ભોસલે ભાંગી પડી! (zanai bhosle emotional post)
- દાદીની અંતિમ સલાહ યાદ કરી સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ
- મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- જનાઈ ભોસલેએ મુશ્કેલ સમયમાં સાથ આપનાર ચાહકોનો માન્યો આભાર
- બોલિવૂડના દિગ્ગજ સિતારાઓએ અંતિમ સંસ્કારમાં આપી શ્રદ્ધાંજલિ
સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આથમી ગયો છે. સૂરના સપ્તક જેમના અવાજથી ઓળખાતા હતા, તેવા દિગ્ગજ ગાયિકા આશા ભોસલે (Asha Bhosle) હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ, આ ખોટ સૌથી વધુ જો કોઈને સાલી રહી હોય તો તે છે તેમની લાડકી પૌત્રી જનાઈ ભોસલે (Zanai Bhosle).
zanai bhosle emotional post : જ્યારે ડર હકીકત બની ગયો...
જનાઈ ભોસલે તેની દાદીની અત્યંત નજીક હતી. એક જૂના ઇન્ટરવ્યુમાં જનાઈએ સ્વીકાર્યું હતું કે, "મને જો દુનિયામાં સૌથી વધુ કોઈ વાતનો ડર લાગતો હોય, તો તે મારી દાદીને ગુમાવવાનો છે." કમનસીબે, 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital) માં આશાજીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને જનાઈનો એ ડર હકીકતમાં ફેરવાઈ ગયો.
zanai bhosle emotional post : સોશિયલ મીડિયા પર છલકાયું દર્દ
દાદીના અંતિમ સંસ્કાર (Funeral) માં ધ્રુસકે ને ધ્રુસકે રડતી જનાઈના વીડિયોએ લાખો લોકોની આંખો ભીની કરી હતી. શોક અને મૌનના થોડા દિવસો બાદ, જનાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી ઇમોશનલ નોટ (Emotional Note) શેર કરી છે.
તેણે લખ્યું:
"સૂરજ દરરોજ ઉગે છે અને દરરોજ આથમે છે. મારી દાદી હંમેશા કહેતા કે જીવન ચાલતું રહેવું જોઈએ (Life must go on)."
ચાહકોનો આભાર અને આશ્વાસન
આ કપરા સમયમાં આશાજીના કરોડો ચાહકો જનાઈ અને ભોસલે પરિવારની વહારે આવ્યા છે. જનાઈએ પોસ્ટમાં આગળ લખ્યું કે, "ઓનલાઇન (Online) માધ્યમથી મને સાંત્વના આપનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું. દાદી પ્રત્યેનો તમારો અપાર પ્રેમ જોઈને મારા દિલને થોડી શાંતિ મળી છે. તમે સૌ પણ પોતાનું ધ્યાન રાખજો."
બોલિવૂડમાં શોકની લહેર
11 એપ્રિલે છાતીમાં ઈન્ફેક્શન (Chest Infection) થવાને કારણે આશાજીને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં બીજા જ દિવસે તેમનું નિધન થયું. બોલિવૂડ (Bollywood) ના દિગ્ગજ કલાકારોથી લઈને સામાન્ય માનવી સુધી, દરેકની આંખ આજે 'આશા' વગર નમ છે. જનાઈની આ પોસ્ટ દાદી અને પૌત્રી વચ્ચેના એ પવિત્ર પ્રેમની સાક્ષી પૂરે છે, જે ક્યારેય ભૂંસાશે નહીં.
આ પણ વાંચો : Versatile singing of Asha Bhosle : સૂરોનું આકાશ હવે સૂનું


