ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિંહ પરિવારની રેકોર્ડ બ્રેક વિશાળ પ્રતિમા આંબરડી સફારી પાર્ક ખાતે આકર્ષણનું કેન્દ્ર બની

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) એ વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહ (Asiatic Lion) ગૌરવ શિલ્પ સ્થાપિત કર્યું છે. વિશ્વભરમાં એશિયાઈ સિંહના અંતિમ સ્થાન એવા ગુજરાતના બૃહદ ગીરના પૂર્વ ભાગ અમરેલી ધારી આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) ખાતે આ...
02:45 PM Oct 11, 2023 IST | Bankim Patel
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) એ વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહ (Asiatic Lion) ગૌરવ શિલ્પ સ્થાપિત કર્યું છે. વિશ્વભરમાં એશિયાઈ સિંહના અંતિમ સ્થાન એવા ગુજરાતના બૃહદ ગીરના પૂર્વ ભાગ અમરેલી ધારી આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) ખાતે આ...

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) એ વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહ (Asiatic Lion) ગૌરવ શિલ્પ સ્થાપિત કર્યું છે. વિશ્વભરમાં એશિયાઈ સિંહના અંતિમ સ્થાન એવા ગુજરાતના બૃહદ ગીરના પૂર્વ ભાગ અમરેલી ધારી આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) ખાતે આ વિશાળ શિલ્પ બનાવાયું છે.


એશિયાઈ સિંહના સંરક્ષણ, જન જાગૃતિ અને પ્રવાસન ઉત્તેજન અર્થે ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા અનેક વિકાસ કાર્ય નિર્માણાધિન છે. સમગ્ર ભારત વર્ષના ગૌરવ સમાન સિંહ અંતિમ સિંહ ગણતરીમાં 674નો આંક આંબી જતા સૌ માટે ગૌરવની વાત છે. એશિયાઈ સિંહની ડણક બૃહદ ગીરને દીપાવે છે. શોર્ય, બલિષ્ઠતા અને રાજસ્વ પ્રતિક એવા એશિયાઈ સિંહના પરિવારનું ગૌરવ શિલ્પ પાસાદાર શૈલીમાં રજૂ થયું છે. એશિયાઈ સિંહ પરિવારનું શિલ્પ 165 ફૂટની લંબાઈ અને 68 ફૂટ પહોળાઈનો  બેઝ ધરાવે છે. સિંહ શિલ્પની ઊંચાઈ 31 ફૂટ છે તેના નાકથી પૂંછડી સુધીની લંબાઇ 60 ફૂટ છે. જ્યારે સિંહણનું શિલ્પ 21 ફૂટ ઊંચું છે અને તેની લંબાઈ 46 ફૂટ છે.


બે બચ્ચાંના શિલ્પોમાં એક બચ્ચાની ઊંચાઈ 9.6 ફૂટ છે જેના નાકથી પૂંછડીની લંબાઈ 16.5 ફૂટ અને બીજા બચ્ચાની ઊંચાઈ 8.6 ફૂટ અને નાકથી પૂંછડીની લંબાઈ 22 ફૂટ છે. આ પ્રભાવશાળી શિલ્પ ફેરોસીમેન્ટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ પ્રતિમાને શિલ્પકાર આનંદ ટીકે (Sculptor Anand Tike) અને  મયુર વાકાણી (Sculptor Mayur Vakani) તથા ટીમ અમિત ફાઇબર ડેકોર દ્વારા બનાવામાં આવી છે. ધારી ખોડિયાર ડેમ પાસેના આંબરડી સફારી પાર્ક ખાતે સિંહ પરિવારનું વિશાળ શિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

 

આ  પણ  વાંચો- પોલીસની લાખોની કમાણીનું રહસ્ય ખુલ્લું પડ્યું, દારૂના કેસમાં આરોપી બદલવા પેટે લાંચ લેતા આણંદ પોલીસના બે હેડ કોન્સ્ટેબલ ઝડપાયા

Tags :
Ambardi Safari ParkAmbardi Safari Park DhariAmit Fiber DecorAsiatic LionGujarat SamacharLion Family Giant StatueSculptor Anand TikeSculptor Mayur VakaniTCGLTourism Corporation of Gujarat Limited
Next Article