ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના દરિયાકિનારે પકડાયો અધધ..436 કિલો નશાનો સામાન

ગુજરાતના દરીયાકિનારે અત્યાર સુધી એક સાથે 436 કિલો નશાનો કારોબાર ઝડપાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિવિધ સરકારી એજન્સીઓએ અંદાજીત 2180 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું હોવાનો ખુલાસો થયો છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે પીપાવાવ પોર્ટ પરથી પાંચ માસ પહેલા યાર્નના કન્ટેનર આવ્યા હતા અને તેમાં ડ્રગ્સ મોકલાયુ હતું. એટીએસ અને ડીઆરઆઇના સંયુકત ઓપરેશનમાં 80થી 90 કિલો ડ્રગ્સ મળ્યું છ
12:28 PM Apr 29, 2022 IST | Vipul Pandya
ગુજરાતના દરીયાકિનારે અત્યાર સુધી એક સાથે 436 કિલો નશાનો કારોબાર ઝડપાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિવિધ સરકારી એજન્સીઓએ અંદાજીત 2180 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું હોવાનો ખુલાસો થયો છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે પીપાવાવ પોર્ટ પરથી પાંચ માસ પહેલા યાર્નના કન્ટેનર આવ્યા હતા અને તેમાં ડ્રગ્સ મોકલાયુ હતું. એટીએસ અને ડીઆરઆઇના સંયુકત ઓપરેશનમાં 80થી 90 કિલો ડ્રગ્સ મળ્યું છ
ગુજરાતના દરીયાકિનારે અત્યાર સુધી એક સાથે 436 કિલો નશાનો કારોબાર ઝડપાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિવિધ સરકારી એજન્સીઓએ અંદાજીત 2180 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું હોવાનો ખુલાસો થયો છે. 
રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે પીપાવાવ પોર્ટ પરથી પાંચ માસ પહેલા યાર્નના કન્ટેનર આવ્યા હતા અને તેમાં ડ્રગ્સ મોકલાયુ હતું. એટીએસ અને ડીઆરઆઇના સંયુકત ઓપરેશનમાં 80થી 90 કિલો ડ્રગ્સ મળ્યું છે જેની કિંમત 450 કરોડ રુપિયા થાય છે.તેમણે કહ્યું કે એક સપ્તાહમાં એજન્સીઓએ 436 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે અને તેની કિંમત 2180 કરોડ રુપિયા થવા જાય છે. છેલ્લા પાંચથી સાત મહિનાથી નશાના સામાનની હેરાફેરી થઇ રહી હતી. આરોપીઓ ડ્રગ્સ મોકલવા અવનવા પેંતરા કરી રહ્યા છે. 
તેમણે કહ્યું કે અગાઉ કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઇન ઝડપાયુ હતું જેનો એક આરોપી તરનતારનથી પકડાયો છે. કચ્છના જખૌ પાસેથી પણ 280 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તેમાં તપાસ માટે એટીએસે એનસીબીની મદદ લઇને મુઝફ્ફર નગર અને દિલ્હીના શાહિનબાગમાં દરોડા પાડયા હતા તથા ચાર આરોપીને પકડયા હતા તે પૈકી એક અબ્દુલ રબ ખાલીદ કાકડ કંદહારનો છે અને તે બે વર્ષથી નશાનો કારોબાર સાથે સંકળાયેલો હતો. તેમણે કહ્યું કે અલ હજ બોટ પર મુસ્તુફા અયુબ નામની વ્યક્તિ જેણે ડ્રગ્સ બોટમાં મૂક્યું હતું તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.હાલ તે કરાંચી બેઝનો વ્યક્તિ છે.
બીજી તરફ પ્રાપ્ત માહિતી મુજબ  આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ હવે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ દેશમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કરી રહ્યા છે. ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારા પરથી ઘૂસાડવામાં આવી રહેલું 436 કિલો ડ્રગ્સ અત્યાર સુધી પકડાયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીઆરઆઇ, કસ્ટમ અને ગુજરાત એટીએસની ટીમોએ વીતેલા દિવસોમાં અંદાજીત 2180 હજાર કરોડ રુપિયાનું ડ્રગ્સ પકડયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી કંડલા પોર્ટની પાસે તથા જખૌ દરિયાઇ સીમામાંથી ડ્રગ્સ પકડાયા બાદ હવે પીપાવાવ પોર્ટમાંથી પણ મોટી સંખ્યામાં નશાનો સામાન પકડાયો છે, જે અત્યાર સુધી સૌથી મોટું કન્સાઇનમેન્ટ હોવાનું જાણવા મળે છે. મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા દેશની વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ પીપાવાવ ખાતે દોડી ગયા છે અને તપાસ આરંભી દીધી હતી. 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કંડલા પોર્ટની પાસેની કંપનીમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો સામાન ઝડપાયો હતો અને ત્યારબાદ ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે પણ જખૌની દરિયાઇ સીમામાંથી 9 પાકિસ્તાનીઓને 280 કિલો ડ્રગ્સના સામાન સાથે ઝડપી લીધા હતા અને ત્યારબાદ ગુજરાત એટીએસે આ આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખનારા દિલ્હીના ચાર શખ્સને પણ ઝડપી પાડી તેમની પાસેથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ પીપાવાવ પોર્ટ પાસેથી પણ ડ્રગ્સનો સામાન ઝડપી લેવાયો છે. 
પીપાવાવ પોર્ટ પરથી જપ્ત કરાયેલા કન્ટેનરમાં અંદાજે 80થી 90 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ હોવાનું જાણવા મળે છે. પીપાવાવ પોર્ટમાં બાતમીના આધારે ડીઆરઆઇ અને ગુજરાત એટીએસની ટીમ પહોંચી હતી અને કન્ટેનરની ઉંડાણપૂર્વક તપાસ કરતાં ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ પણ પીપાવાવ પોર્ટ ખાતે દોડી ગયા હતા. કન્ટેનર કયાંથી મોકલાયા હતા અને દેશમાં કોને મોકલવામાં આવ્યા હતા તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ રહી છે. 
ગુજરાતના દરિયા કિનારેથી નશાનો મોટી માત્રામાં સામાન પકડાયો છે તેમાં આંતરરાષ્ટ્રીય માફિયાઓની પણ સંડોવણી બહાર આવી છે અને દેશના યુવાધનને બરબાદ કરવાના આશયથી ગુજરાતના દરીયા કિનારાને એન્ટ્રી ગેટ તરીકે ઉપયોગ કરાયો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તથા ઇરાન સુધી સમગ્ર રેકેટના તાર જોડાયેલા છે. ગુજરાતની સરદહેથી નશાનો સામાન દેશમાં ઠાલવવાનું સુનિયોજીત કાવતરું જોવા મળી રહ્યું છે. 
ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદેથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હતું પણ બંને રાજ્યોમાં એજન્સીઓની ઘોંસ વધતા હવે ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ થઇ રહ્યો છે. અગાઉ કંડલામાંથી 1439 કરોડનું 205 કિલો, દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી 315 કરોડનું 63 કિલો, મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો, જખૌ પાસેથી 280 કરોડનું ડ્રગ્સ તથા જખૌ પાસેથી જ 175 કરોડનું 35 કિલો, પોરબંદર પાસેથી 525 કરોડનું 100 કિલો ડ્રગ્સ અને 1500 કિલો ડ્રગ્સ દરિયા સીમામાંથી ઝડપાયું હતું. 
ગુજરાત એટીએસ તથા ડીઆરઆઇ અને કોસ્ટ ગાર્ડ તથા કસ્ટમ વિભાગના અધિકારીઓની સતર્કતાના કારણે ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે અને ડ્રગ પર સર્જીકલ સ્ટ્રાઇક થઇ રહી છે. આ એજન્સીઓના સંકલનના કારણે આરોપીઓ અને ડ્રગ ઝડપાઇ રહ્યા છે. એક ટીમ બનીને તમામ એજન્સી કામ કરી રહી છે જેથી આ રેકેટમાં એજન્સીઓને સફળતા મળી રહી છે. ડ્રગ રેકેટમાં દેશમાંથી કયા તત્વો ડ્રગ માફિયાઓને મદદ કરી રહ્યા છે તે વિશે પણ ઉંડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે. 
Tags :
customdragsraketDRIdrugsGujaratATSGujaratFirst
Next Article