ગુજરાત ફર્સ્ટના Operation Asurના પડઘા બાદ કાર્યવાહી, શરાબના સોદાગરો સામે FIR દાખલ
- બનાસકાંઠાના ધાનેરા, આગથળા પોલીસમાં ગુનો દાખલ
- બુટલેગર, ગાડીના ડ્રાઈવર સહિતનાઓ સામે ફરિયાદ દાખલ
- ઈન્સ્ટાગ્રામ IDથી દારૂ ઘૂસાડવાના વીડિયો કર્યા હતા અપલોડ
- સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી તપાસ
Operation Asur Impact: ગુજરાતમાં દારૂ કેવી રીતે આવે છે? દારૂ તો આવે જ છે તેમાં કોઈ જ બેમત નથી. પરંતુ કેવી રીતે? તો ઇન્સ્ટાગ્રામમાં કેટલાક લોકોએ રિલ બનાવીને ગુજરાત પોલીસને પડકાર ફેક્યો કે અમે ખુલ્લે આમ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડીએ છીએ. આ બાબત ગુજરાત ફર્સ્ટના ધ્યાને આવી. જેથી ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુરમાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો અને હકીકત સામે લાવી છે. છેલ્લા ઘણા સમયથી આવી રીતે ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે. પરંતુ પોલીસે દ્વારા કોઈ નકર કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગુજરાત પોલીસ દોડતી થઈ અને કાર્યવાહી હાથ ધરી.
Operation ASUR: શરાબના સોદાગરોની ચેલેન્જ મુદ્દે પોલીસે દાખલ કરી FIR | GujaratFirst #Exclusive #OperationAsur #Bootleger #GujaratPolice #Smuggling #LiquorMafia #gujaratpolice #SharabNaBekhaufSaudagar #GujaratFirst @GujaratPolice @dgpgujarat @VikasSahayIPS @sanghaviharsh pic.twitter.com/dl1ravOyKw
— Gujarat First (@GujaratFirst) December 23, 2024
પ્રોહિબિશન એક્ટ, IT એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો
આમ તો રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી અને સૌથી મોટી વાત એ છે કે, શરાબના સોદાગરોની ચેલેન્જ મુદ્દે પોલીસે FIR દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઈન્સ્ટાગ્રામ IDથી દારૂ ઘૂસાડવાના વીડિયો અપલોડ કરનારા સામે બનાસકાંઠાના ધાનેરા અને આગથળા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસે બુટલેગર અને ગાડીના ડ્રાઈવર સહિતનાઓ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. હકીકત એવી પણ સામે આવી કે બે ઈન્સ્ટાગ્રામ આઈડી તો સગીર ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: Gujarat First: ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડધા! શરાબના સોદાગરો પર ત્રાટકી પોલીસ!
ચાર ઈન્સ્ટાગ્રામ IDની સ્ટેટ મોનીટરીંગ સેલે કરી હતી તપાસ
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જે લોકોએ વિદેશી દારૂનો જથ્થો તથા કારની અંદર દારૂનો જથ્થો ભરેલ કન્ટેન્ટવાળા વાંધાજનક અલગ-અલગ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતાં. જેમાં (1) rajasthan_to_gujarat_02 (2) rajasthan_to)_gujarat_05 (3) lawara_to_gujarat_01 તથા (4) rana_official_007 નામની ઈન્સ્ટાગ્રામ ID ઉપર અપલોડ થતાં સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવી હતી.
બે આરોપીઓ તો કિશોર વયના હોવાનું સામે આવ્યું
સ્ટેટ મોનીટરીંગ સેલને દ્વારા તપાસ કરવામાં આવતા (1) rajasthan_to_gujarat_02 ઈન્સ્ટાગ્રામ આઈ.ડી જે એક બાળ કિશોર ચલાવતો હતો તથા (2) rana_official_007 ઈન્સ્ટાગ્રામ આઈ.ડી જે પ્રોહી.બુટલેગર દશરથ આલાભાઈ ઠાકોર, રહે.લવાણા ગામના ડ્રાઈવર ભુદરભાઈ મોતીભાઈ માજીરાણા, રહે.લવાણા ગામ, ઈન્દીરાનગરી, તા.લાખણી, જિ.બનાસકાંઠા અને તેમની સાથે સંકળાયેલ ઈસમો તેમજ તપાસ દરમિયાન મળી આવી હતી. આ તમામ વિરૂધ્ધ બનાસકાંઠા જિલ્લાના આગથળા ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 ની કલમ-66(સી) તથા પ્રોહી.એક્ટ કલમ-75 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ- 57 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો
પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, (3) rajasthan_to)_gujarat_05 ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. જે ચલાવે છે પણ કિશોર છે અને (4) lawara_to_gujarat_01 ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ના ધારક સ્વરૂપસિંહ માધવસિંહ દેવીસિંહ લવારા (રહે.લવારા ગામ, તા.ધાનેરા, જિ.બનાસકાંઠા) સાથે સંકળાયેલ ઈસમો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 ની કલમ-66(સી) તથા પ્રોહી.એક્ટ કલમ-75 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-57 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી 30 હજારની કિંમતના 3 નંગ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Gujarat: શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા Video