ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક વર્ષમાં 16 ગણા રૂપિયાની લાલચ આપી ઠગાઈ કરનારા Zahir Rana સામે 22 વર્ષ બાદ GPID હેઠળ કાર્યવાહી

બે દાયકા અગાઉ પોલીસ ચોપડે ચઢેલો અને મીડિયામાં ચમકેલા Zahir Rana સામે સીઆઈડી ક્રાઈમે કરેલી કાર્યવાહીએ મહાઠગની યાદો તાજી કરી છે.
01:57 PM Sep 15, 2025 IST | Bankim Patel
બે દાયકા અગાઉ પોલીસ ચોપડે ચઢેલો અને મીડિયામાં ચમકેલા Zahir Rana સામે સીઆઈડી ક્રાઈમે કરેલી કાર્યવાહીએ મહાઠગની યાદો તાજી કરી છે.
Remo_Marketing_Pvt_Ltd_Zahir_Rana_Scammer_CID_Crime_Gujarat_GPID_Act_GPID_Court_Ahmedabad_Gujarat_First

Zahir Rana : મલ્ટી લેવલ માર્કેટિંગના નામે 'એક કા તીન' નહીં પરંતુ 'એક કા સોલા' ની સ્કીમ બનાવી સેંકડો લોકોને ચૂનો લગાવનારો મહાઠગ એટલે ઝહીર રાણા. બે દાયકા અગાઉ પોલીસ ચોપડે ચઢેલો અને મીડિયામાં ચમકેલા Zahir Rana સામે સીઆઈડી ક્રાઈમે કરેલી કાર્યવાહીએ મહાઠગની યાદો તાજી કરી છે. ઝહીર રાણા પોતાની વાકછ્ટા અને સામેવાળીની લાલચને સારી રીતે પારખી શકતો હતો અને એટલે જ તે ઠગાઈમાં અનેક વખત સફળ રહ્યો છે. 22 વર્ષ જુના કેસમાં ઠગ ઝહીર રાણા (Cheater Zahir Rana) સહિતના આરોપીઓ સામે જીપીઆઈડી એક્ટ (Gujarat Protection of Interest of Depositors Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ કેસના 15 આરોપીઓ બે દસકા પણ ફરાર છે.

ઠગ Zahir Rana એ કેવી રીતે આચર્યું કૌભાંડ ?

અમદાવાદ સ્થિત ઝહીર જલાલુદ્દીન રાણા (Zahir Jalaluddin Rana) એ આ સદીની શરૂઆતમાં મલ્ટી લેવલ માર્કેટિંગના નામે એક છેતરામણી સ્કીમ શરૂ કરી હતી. વર્ષ 1995માં કંપની તરીકે નોંધાયેલી રેમો માર્કેટિંગ પ્રા.લિ. (Remo Marketing Pvt Ltd) ના ઓથા હેઠળ ચેરમેન ઝહીર રાણાએ પશ્ચિમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક વૈભવી ઑફિસ બનાવી હતી. રોકાણકારોને એક વર્ષમાં તેમના નાણા 16 ગણા કરી આપવાની લાલચ આપી ઝહીર રાણા તેમજ તેની એજન્ટ ટોળકીએ અમદાવાદ સહિત રાજ્યભર તેમજ પાડોશી રાજ્યોના અનેક લોકોને બાટલીમાં ઉતાર્યા હતા. કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ ઑફિસના શટર પાડી દીધા અને Scammer Zahir Rana ભૂર્ગભમાં ઉતરી ગયો.

રૂ.65ની ઠગાઈ Zahir Rana સામે નોંધાઈ અને...

રેમો માર્કેટિંગનો ફૂગ્ગો ફૂટતાં વર્ષ 2003માં ફક્ત રૂ. 65 ની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ઠગાઈના કેસમાં સીઆઈડી ક્રાઈમે (CID Crime Gujarat) તપાસ આરંભતા તેનો આંકડો વધીને કરોડો પર પહોંચ્યો હતો. Zahir Rana એ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકોને સફ્ળતાપૂર્વક લલચાવ્યા હતા. સેંકડો લોકો સાથે છેતરપિંડી આચરીને કંપનીએ ૭૨ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. કંપનીના એક રોકાણકારે ઝહીર રાણા અને ૩૩ અન્ય સહ-ભાગીદારો સામે ફરિયાદ વર્ષ 2003માં ફરિયાદ નોંધાવી હતી. ઠગ ઝહીર રાણાએ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં જામીન માટે અપીલ કરી હતી, પંરતુ તેના જામીન ફ્ગાવી દેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 268 કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ આ મામલે ચાર્જશીટ કરવામાં આવી હતી.

ભોગ બનનારાઓને નાણા પાછા મળશે ?

થોડા સમય પહેલાં જ આ મામલે GPID એક્ટની જુદી જુદી કલમ લાગતી હોવાથી સીઆઈડી ક્રાઈમે કોર્ટમાં કેસને સ્પે. જીપીઆઈડી કોર્ટ (GPID Court Ahmedabad) માં તબદીલ કરવા અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા ફરિયાદના 22 વર્ષ બાદ આરોપીઓ સામે GPIDની કલમ લાગી છે, પરંતુ રોકાણકારોને આજ દીન સુધી ફૂટી કોડી પરત મળી નથી. GPIDની કલમ લાગતા હવે આરોપીઓની બેનામી મિલકતની તપાસ કરી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ઝહીર રાણાએ 10 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભર્યો નહીં હોવાથી આયકર વિભાગે (Income Tax Department) અમદાવાદ, વડોદરા અને મુંબઇની તેની મિલકતો વર્ષો અગાઉ જપ્ત કરી લીધી હતી.

આ પણ વાંચો :   અમદાવાદના ગુંડાએ પીઆઈની પિસ્તૉલ છીનવવા પ્રયાસ કરતા Sangram Sikarwar ને પગમાં ગોળી વાગી

Tags :
Bankim PatelCID Crime GujaratGPID Court AhmedabadGujarat FirstGujarat High CourtGujarat Protection of Interest of Depositors ActRemo Marketing Pvt LtdScammer Zahir RanaZahir Jalaluddin Rana
Next Article