ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોપારીબાજ બિલ્ડર મનુ જેકીએ હત્યાનો પુરાવો માગ્યો તો હત્યારાઓએ વીડિયો Whatsapp કરી દીધો, પોલીસને સજ્જડ પુરાવો મળ્યો

હત્યા કર્યાનો પુરાવો માગવા બિલ્ડર મનુ જેકીએ WhatsApp પર મગાવેલો વીડિયો સોપારીબાજ માટે મોટી આફત બની ગયો છે.
09:00 PM Sep 15, 2025 IST | Bankim Patel
હત્યા કર્યાનો પુરાવો માગવા બિલ્ડર મનુ જેકીએ WhatsApp પર મગાવેલો વીડિયો સોપારીબાજ માટે મોટી આફત બની ગયો છે.
Ahnedabad_City_Police_solved_Himmat_Rudani_murder_case_Builder_Mansukh_Lakhani_alias_Builder_Manu_Jackie_arrested_by_Odhav_Police_Whatsapp_Video_is_solid_evidence_Gujarat_First

WhatsApp : અમદાવાદ શહેરના ચકચાકી એવા બિલ્ડર હિંમત રૂડાણી મર્ડર કેસ (Himmat Rudani Murder Case) માં શહેર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પકડાયેલા હત્યારાઓ અને સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનુ જેકી (Builder Mansukh Lakhani alias Manu Jackie) ના મોબાઈલ ફોનમાંથી મળેલા પુરાવાઓ ચોંકાવનારા છે. હત્યા કર્યાનો પુરાવો માગવા બિલ્ડર મનુ જેકીએ WhatsApp પર મગાવેલો વીડિયો સોપારીબાજ માટે મોટી આફત બની ગયો છે. આરોપીઓના ફોનમાંથી મળેલો વીડિયો ઓઢવ પીઆઈ પી.એન.ઝિંઝુવાડીયા (PI P N Zinzuvadiya) માટે હત્યા કેસમાં સૌથી મોટો પુરાવો સાબિત થયો છે. પોલીસે હત્યા કેસના તમામ આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

WhatsApp પર મનુ જેકીએ કેમ વીડિયો મગાવ્યો ?

ઓઢવ, રામોલ અને નિકોલ પોલીસ તેમજ ઝોન-5 એલસીબી સ્કવૉડે રાત-દિવસ જાગીને હત્યા જાહેર થયાંના 24 કલાકમાં સોપારી આપનાર બિલ્ડર તેમજ હત્યારાઓને પકડી પાડ્યા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપીઓએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ (Shree Saurashtra Patel Sewa Samaj Nikol) ની નિર્માણાધીન બિલ્ડીંગના પાર્કિંગમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કર્યા બાદ તેમની કારની ડીકીમાં લાશને નાંખી વિરાટનગર બ્રિજ નીચે લાવ્યા હતા. વિરાટનગર બ્રિજ નીચે આવ્યા બાદ આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ સાથે બિલ્ડર મનુ જેકી (Builder Manu Jackie) ની વાતચીત થતાં તેણે હત્યા કર્યાનો પુરાવો માગ્યો હતો. જેથી હત્યારાએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારેલો વીડિયો WhatsApp પર મનસુખ લાખાણી ઉર્ફે મનુ જેકીને મોકલી આપ્યો હતો.

WhatsApp વીડિયો સાથેના ફોન FSL માં મોકલાશે

Ahmedabad City Police એ બનાસકાંઠા જિલ્લા પોલીસની મદદથી ભાગી રહેલાં હત્યારાઓને પકડ્યા બાદ તેમની પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને સગીર આરોપીની કસ્ટડી અમદાવાદ પોલીસને મળી તેની સાથે તપાસ અધિકારીએ આરોપીઓના મોબાઈલ ફોન તેમજ Whatsapp ચેટ સહિતની હિસ્ટ્રી તપાસવાની શરૂ કરી હતી. હત્યારાના મોબાઈલ ફોનના WhatsApp માંથી બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો વીડિયો બિલ્ડર મનુ જેકીને મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) ના તપાસ અધિકારીએ હત્યારાઓ તેમજ સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણીના તમામ મોબાઈલ ફોન ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ રિપોર્ટ અર્થે મોકલી આપ્યા છે.

હત્યા માટે રાહુલે 1.20 કરોડ માગ્યા હતા

એક વર્ષ અગાઉ બિલ્ડર હિંમતભાઈ રૂડાણીના હાથપગ તોડવા માટે 50 હજાર રૂપિયાની સોપારી લેનારા હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડે હત્યા માટે મોટુ મોઢું ફાડ્યું હતું. રાહુલે સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનુ જેકી પાસે રૂપિયા 1 કરોડ 20 લાખ માગ્યા હતા. જો કે, હત્યા બાદ કે પહેલાં હત્યારાઓને કેટલી રકમ અને કેવી રીતે સોપારીબાજ મનુ જેકીએ ચૂકવી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો  :   કરોડોની લેવડદેવડમાં થયેલી બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ Ahmedabad Police એ કલાકોમાં ઉકેલી તમામની કરી ધરપકડ

Tags :
Ahmedabad City PoliceBankim PatelBuilder Mansukh Lakhani alias Manu JackieBuilder Manu JackieGujarat FirstHimmat Rudani Murder CaseOdhav police stationPI P N ZinzuvadiyaShree Saurashtra Patel Sewa Samaj NikolWhatsApp
Next Article