Ahmedabad City : હાઇકોર્ટમાં ગયેલા પત્રકારને ક્રાઈમ બ્રાંચ અમદાવાદે છ મહિના જુના કેસમાં ઉપાડ્યો
Ahmedabad City : પત્રકાર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો જુનો નાતો રહ્યો છે. તાજેતરમાં જ પત્રકારોને નોટિસ આપી જવાબ લેવા ના મામલાઓમાં Crime Branch Ahmedabad અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચર્ચામાં આવી ચૂક્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ મહેશ લાંગા (Mahesh Langa Journalist) સહિત બે પત્રકારની ધરપકડ છેલ્લાં 5 વર્ષમાં કરી ચૂકી છે. આ વખતે ક્રાઈમ બ્રાંચ એક અલગ જ કારણસર મેદાનમાં ઉતરી અને Gujarat High Court માં ગયેલા પત્રકારને ઉપાડી લીધો છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...
પત્રકારો સામેની કાર્યવાહી માટે ક્રાઈમ બ્રાંચ જાણીતા
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના કાર્યકાળ દરમિયાન રાજદ્રોહનો ગુનો દાખલ કરી એક પત્રકારની ધરપકડ Ahmedabad City Crime Branch એ કરી હતી. જો કે, આ પત્રકારે Gujarat High Court ના દ્વાર ખખડાવી લડત આપતા સરકાર અને પત્રકાર વચ્ચે સમાધાન થયું હતું. થોડાક મહિનાઓ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક જાણીતા અંગ્રેજી અખબારના પત્રકાર મહેશ લાંગા સામે જીએસટી ચોરીનો ગુનો નોંધ્યો હતો. આ કિસ્સામાં મહેશ લાંગાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. હાલ Journalist Mahesh Langa જેલમાં છે. આ સિવાય Ahmedabad City Police અંગે સમાચાર પ્રસિદ્ધ કરનારા પત્રકારોને નોટિસ આપી જવાબ લેવાના પણ કેટલાંક કિસ્સાઓ નોંધાયા છે. દોઢેક દસક અગાઉ પણ એક તોડ પ્રકરણમાં પત્રકારોની પૂછપરછ ક્રાઈમ બ્રાંચ કરી ચૂકી છે.
બે મહિના બાદ પત્રકાર સામે ફરિયાદ નોંધાઈ
Ahmedabad City માં અનેક તોડબાજ પત્રકારો છે અને તેની જાણકારી પોલીસ વિભાગ પણ સારી રીતે ધરાવે છે. વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) માં 30 જુલાઈ 2024ના રોજ ખંડણીની અરજી કર્યાના બે મહિના બાદ પોલીસ ગુનો નોંધવા તૈયાર થઈ હતી. 8 ઑક્ટોબર 2024ના રોજ વેજલપુરના પીએસઆઈ પ્રજ્ઞેશ એન. વ્યાસે (PSI P N Vyas) મોહમદશોએબ શેખની ફરિયાદ આધારે ખંડણીખોર પત્રકાર ઓજેફ તિરમિઝી (Ojef Tirmizi), આબેદા પઠાણ (Aabeda Pathan) અને સાબીરહુસેન શેખ સામે ગુનો નોંધ્યો હતો. જે કેસમાં આબેદા પઠાણની ધરપકડ કરાઈ હતી.
75 હજાર પડાવ્યા બાદમાં ટોળકીએ 3 લાખ માગ્યા
કરોડો રૂપિયાની જમીનના કૌભાંડમાં ભૂમાફિયા ઈસ્માઈલ શેખ ઉર્ફે સજ્જુ ગોટીલાલ કેસ નોંધાતા Ahmedabad City ની એક કથિત પત્રકાર જોડીને મજા પડી ગઈ હતી. જમીન કૌભાંડમાં શેખ પરિવારની મહિલાઓની સંડોવણી હોવાનું જણાવી The Power Of Truth નામની યુ-ટ્યુબ ચેનલ પર સમાચાર નહીં ચલાવવા પેટે 75 હજારમાં ઓજેફ તિરમિઝીએ સોદો કર્યો હતો. મુબીન મન્સુરી થકી સજ્જુના ભાઇ શોએબ શેખે ઓજેફને 75 હજાર રોકડા 25 મે 2024ના રોજ મોકલી આપ્યા હતા. 11 જુલાઈ 2024ના રોજ Ojef Tirmizi એ વૉટ્સએપ કોલ કરીને સજ્જુ સામે નોંધાયેલા અન્ય એક વધુ ગુનામાં શેખ પરિવારની મહિલાઓની સંડોવણી છે તો આ સમાચાર પ્રસિદ્ધ નહીં કરવા પેટે 3,00,000 રૂપિયાની માગણી કરી હતી. જેથી શોએબ શેખે સમય માગ્યો હતો. ત્યારબાદ Aabeda Pathan અને આબેદાના પતિ સાબિર શેખ અને ઓજેફે વૉટ્સએપ કોલ (Whatsapp Call) માં કૉન્ફરન્સ કરી 3 લાખની ખંડણીની કડક ઉઘરાણી કરી ફરિયાદી શોએબ શેખ પર દબાણ કર્યું હતું.
સ્થાનિક પોલીસ છાવરતી હતી તોડબાજોને
Ahmedabad City Police ના ચોપડે તોડબાજ પત્રકારોની અનેક અરજીઓ તપાસના નામે લટકી રહી છે. વેજલપુર પોલીસે પણ ઓજેફ તિરમિઝી (Ojef Tirmizi) અને આબેદા પઠાણ (Aabeda Pathan) ના કેસમાં અનેક ગોઠવણ કરી હતી. અરજીની તપાસ કરનાર અને ખંડણીનો ગુનો નોંધ્યા બાદ કેસની તપાસ સંભાળનાર વેજલપુર ડીસ્ટાફ PSI P N Vyas ની એસીબીએ કરેલી ધરપકડ તમામ વાતોને સમર્થન આપી જાય છે. ફરિયાદીને ન્યાય અપાવવાના બદલે Vejalpur Police Station PSI એ આરોપી ઓજેફ તિરમિઝી પાસેથી લાંચ માગી અને સ્વીકારતા ધરપકડ થઈ હતી. Gujarat ACB એ લાંચ કેસમાં ધરપકડ કરી પીએસઆઈ પ્રજ્ઞેશ વ્યાસને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
ક્રાઈમ બ્રાંચે કેમ ખંડણી કેસના વૉન્ટેડને ઉપાડ્યો ?
વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈને એસીબી ટ્રેપ (ACB Trap) માં ફસાવ્યા બાદ ઓજેફ તિરમિઝી મહિનાઓથી શહેરમાં ફરી રહ્યો હતો. ખંડણી કેસમાં વૉન્ટેડ Ojef Tirmizi એ વેજલપુર પોલીસ સ્ટેશનના ઢીલા અધિકારીઓની મહેરબાનીથી સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન લેવા માટે નિષ્ફળ પ્રયાસ કર્યો. ત્યારબાદ ઓજેફ તિરમિઝીએ Gujarat High Court ના દ્વારા પણ ખખડાવ્યા. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચ વૉન્ટેડ ગુનેગારોને પકડવા અભિયાન ચલાવી રહી છે. દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચને ખંડણી કેસમાં વૉન્ટેડ પત્રકાર (Wanted Journalist) ની જાણકારી મળતા તેને કોટ વિસ્તારમાંથી ઉપાડી લેવાયો હતો. આરોપી ઓજેફ તિરમિઝીને ક્રાઈમ બ્રાંચે વેજલપુર પોલીસના હવાલે કર્યો છે. 6-6 મહિનાથી ફરાર ઓજેફ તિરમિઝીને પકડવાની હિંમત વેજલપુર પોલીસના અધિકારીઓમાં ન હતી કે પછી ગોઠવણ હતી તેનો જવાબ તો 'સાહેબ' જ આપી શકે.
આ પણ વાંચો : ATS Gujarat : મેજીસ્ટ્રેટને કહી લૉકમાં મુકાવેલી વેપન લાયસન્સ કૌભાંડની FIR માર્કેટમાં ફરતી થઈ ગઈ