Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ

Ahmedabad : પત્રકારો અને પોલીસનો નાતો ખૂબ ગાઢ રહ્યો છે. કામગીરીની વાહવાહી લૂંટવી હોય કે, ઘટના પાછળની હક્કિત જાહેર કરી અથવા છુપાવીને લાભ લેવો હોય. આ તમામ ખેલ ખેલવા પોલીસ અધિકારીઓ પત્રકારોનો સહારો મેળવે છે. અમદાવાદ શહેર પોલીસના ચોપડે આરોપી...
ahmedabad   તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ
Advertisement

Ahmedabad : પત્રકારો અને પોલીસનો નાતો ખૂબ ગાઢ રહ્યો છે. કામગીરીની વાહવાહી લૂંટવી હોય કે, ઘટના પાછળની હક્કિત જાહેર કરી અથવા છુપાવીને લાભ લેવો હોય. આ તમામ ખેલ ખેલવા પોલીસ અધિકારીઓ પત્રકારોનો સહારો મેળવે છે. અમદાવાદ શહેર પોલીસના ચોપડે આરોપી તરીકે ચઢેલા કથિત પત્રકારો (Alleged Journalist) ને ખુદ પોલીસ રક્ષણ આપી રહી છે. તોડબાજ ટોળકી સામે અનેક અરજીઓ થઈ હોવા છતાં Ahmedabad City Police કેમ લાચાર છે. તોડબાજીના રેકેટમાં પોલીસની પરોક્ષ સંડોવણીને નકારી શકાય તેમ નથી. કેવી રીતે કથિત પત્રકારો મહિને લાખો રૂપિયા કમાય છે. વાંચો આ અહેવાલમાં...

અરજીમાં શું થયા છે આક્ષેપ ?

વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) દોઢ મહિનાથી જે અરજીની તપાસ કરી રહી છે તેમાં કથિત પત્રકારો સામે તોડબાજીના આરોપ લગાવવામાં આવ્યા છે. જમીન વિવાદના કિસ્સાઓમાં જેલવાસ ભોગવી રહેલા આરોપીના પરિવારની મહિલાઓના સમાચારમાં નામ ઉછાળીને પત્રકાર જોડીએ 75 હજારનો તોડ કર્યો છે. 75 હજારના તોડ બાદ લૂંટારૂ જોડીએ બીજા 3 લાખ રૂપિયા માગ્યા હતા. Crime Branch EOW ના અધિકારીના નામે ગર્ભિત ધમકી આપી ખંડણીની ઉઘરાણી કરી રહ્યાં છે. YouTube પર કહેવાતી ન્યૂઝ ચેનલ ચલાવતી તોડબાજ જર્નાલિસ્ટ જોડી સામે થયેલી અરજીની સાથે સાથે કથિત આરોપીઓએ ખંડણી માટે કરેલા કોલ રેકૉડિંગ સહિતના ઠોસ પૂરાવાઓ આપવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

ગુનો નોંધવા DCPની મંજૂરી લેવાની છે

અમદાવાદના ઝોન-7ના ડીસીપી શિવમ વર્મા (Shivam Varma DCP) છે. વેજલપુર પોલીસ સ્ટેશન તેમના તાબામાં આવતા 8 પોલીસ સ્ટેશન પૈકીનું એક છે. દોઢ મહિના અગાઉ ગંભીર આરોપ લગાવતી પૂરાવા સાથેની અરજી થઈ હોવા છતાં હજી સુધી ગુનો નોંધાયો નથી. વેજલપુર પોલીસ કહે છે કે, ડીસીપી સાહેબની મંજૂરી આવે તે પછી જ ગુનો નોંધાશે. 25 લાખથી વધુ રકમની છેતરપિંડીના મામલામાં ACP, DCP, Addl CP અને Police Commissioner Ahmedabad ની મંજૂરી લેવાનો એક અનોખો નિયમ પૂર્વ કમિશનરે લાગુ કર્યો છે.

આ પણ વાંચો: ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરનો Nirlipt Rai ની ટીમે કર્યો પર્દાફાશ

ડબલ ઢોલકી છે Ahmedabad City Police

ગત જૂન મહિનામાં ઘટના બની જ ન હતી તેવા મામલામાં વેજલપુર પોલીસે અરજીના આધારે 50 લાખની ખંડણીનો ગુનો નોંધી દીધો. વેજલપુર પીઆઈ આર. એમ. ચૌહાણે (R M Chauhan PI) 4 આરોપીઓ પૈકી બેને પોલીસ સ્ટેશન બોલાવી ફરિયાદ નોંધ્યાના ત્રણેક કલાકમાં ધરપકડ કરી લીધી. આ મામલામાં આજદીન સુધી વેજલપુર પોલીસને ખંડણી સહિતના આરોપોનો એકપણ પૂરાવો હાથ લાગ્યો નથી. બીજી તરફ ઓડિયો રેકૉડિંગ (Audio Recording) સહિતના પૂરાવાઓ સાથે કરવામાં આવેલી અરજીમાં વેજલપુર પીઆઈ ચૌહાણ અને તપાસ અધિકારી પીએસઆઈ પી. એન. વ્યાસ (P N Vyas PSI) હજુ તપાસ તપાસ જ રમી રહ્યાં છે.

આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

કથિત પત્રકારો સાથે કોની-કોની ગોઠવણ ?

છેલ્લાં બે-પાંચ વર્ષમાં અમદાવાદ શહેર જ નહીં રાજ્યભરમાં યુ ટ્યુબીયા પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. Ahmedabad City ની વાત કરીએ તો થોકબંધ પત્રકારો ફરી રહ્યાં છે. આવા તોડબાજ પત્રકારો સામે ગણ્યાં ગાંઠ્યા કેસમાં ફરિયાદ નોંધવામાં આવે છે. જેની પાછળનું કારણ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની સંડોવણી છે. તોડબાજ પત્રકાર સામે પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર અરજી કરે ત્યારે પોલીસ કથિત પત્રકાર પાસેથી તોડ કરી મામલો રફેદફે કરી દે છે. કેટલાંક કથિત પત્રકારોની ભ્રષ્ટ પોલીસ સાથે સીધી સંડોવણી છે. દારૂ-જુગારના અડ્ડાઓ પરથી પોલીસની જેમ હપ્તા પણ ઉઘરાવે છે. અમદાવાદ શહેરમાં કથિત પત્રકારો રિતસરનું ખંડણી રેકેટ (Extortion Racket) ચલાવી રહ્યાં છે. જેમાં પોલીસ ઉપરાંત કેટલાંક મીડિયા હાઉસ (Media House) ના પત્રકારો પરદા પાછળથી દોરી સંચાર કરી તોડની રકમમાં ભાગબટાઈ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો

Tags :
Advertisement

.

×