Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કેજરીવાલની પાર્ટી AAP ના લેખાજોખાં કઈ રાજનીતિ તરફ કરે છે સંકેત?

AAP election performance analysis 2012-2026: અણ્ણા આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીનો 2012 થી 2026 સુધીનો ચૂંટણી ટ્રેક રેકોર્ડ મિશ્ર રહ્યો છે. દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવ્યા છતાં, અન્ય રાજ્યોમાં પાર્ટીના 88% ઉમેદવારોની હાર થઈ છે. વિશ્લેષકો મુજબ, દિલ્હી, પંજાબ, ગુજરાત સિવાયના મોટાભાગના રાજ્યોમાં નવા વિકલ્પ બનવાની કોશિશો વચ્ચે AAP ને એકંદરે 1થી3 ટકાથી જેટલા વોટ મળ્યા છે
કેજરીવાલની પાર્ટી aap ના લેખાજોખાં કઈ રાજનીતિ તરફ કરે છે સંકેત
Advertisement

. AAP એ 2012 થી અત્યાર સુધી 2586 વિધાનસભા ઉમેદવારો ઉતાર્યા, જેમાંથી માત્ર 299 જીત્યા અને 2286 ઉમેદવારો હારી ગયા
. લોકસભાની ત્રણ ચૂંટણીઓમાં 489 ઉમેદવારોમાંથી માત્ર 8 ને જીત મળી છે અને 446 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે
. UP, MP જેવા રાજ્યોમાં શૂન્ય બેઠકો હોવા છતાં ઉમેદવારો ઉતારવા પાછળનો હેતુ વોટ કાપવાની રણનીતિ કે વિકલ્પ બનવાની કોશિશ?

આનંદ શુક્લ (Anand Shukla) : 1989થી ભારતમાં જોડતોડની ગોઠવણવાળી ગઠબંધન સરકારો (Coalition Governments) થી શરૂ થયેલો રાજકીય અસ્થિરતા (Political Instability) નો માહોલ છેક 1998માં ભાજપના અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeyee) ની આગેવાનીમાં બનેલા એનડીએ (NDA) સાથે સમાપ્ત થયો. એનડીએ સામે કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ (UPA) પણ બન્યું. આ બંને ગઠબંધનો વારાફરતી 1998થી 2014 સુધી સત્તામાં આવ્યા. 2004, 2009માં યુપીએની જીત પછી દેશભરમાં રાજકીય વિકલ્પોની ચર્ચા શરૂ થઈ ચુકી હતી. આ સમયે દિલ્હીમાં કોંગ્રેસના શિલા દિક્ષિત (Sheela Dixit) ની ત્રણ ટર્મની સરકાર સામે એન્ટી ઈન્કમ્બન્સી (Anti-incumbency) કોમન વેલ્થ ગેમ્સમાં કથિત ભ્રષ્ટાચાર અને નિર્ભયા કાંડ પછી મજબૂત બની હતી.

Advertisement

અણ્ણા આંદોલનમાંથી નીકળી AAP

તો તત્કાલિન યુપીએ સરકાર સામે પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા અને જન લોકપાલ બિલની માગણી તથા ભ્રષ્ટાચાર ભગાવવાની વાતો (Anti-corruption Movement) સાથે દિલ્હીમાં સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા. પણ જન લોકપાલ બિલની અણ્ણા હજારે (Anna Hazare) ની માગણી હજી અપૂર્ણ છે અને ભ્રષ્ટાચાર સામે યુદ્ધ લડીને તેને જીતવાની વાતો હવા થઈ ચુકી છે. પણ અણ્ણા આંદોલનમાંથી જ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રાજકારણમાં જવાનો નિર્ણય તેમના સાથીદારો-સમર્થકોને પુછીને લીધો હતો. આ દ્રશ્ય આપણે સૌને યાદ હશે, કદાચ કેટલાકને ધૂંધળું પણ થઈ ગયું હશે. આમ અણ્ણા આંદોલનમાંથી આમ આદમી પાર્ટી (Aam Adami Party) બની.

Advertisement

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક (National Convenor) અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં 2013માં સૌથી પહેલી ચૂંટણી લડી અને તેને 28 બેઠકો મળી હતી. તેના પછી 2015 અને 2020ની ચૂંટણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી. પણ છેલ્લી ચૂંટણીમાં દિલ્હીમાં AAP ની હાર બાદ હવે ભાજપની સરકાર છે. પંજાબમાં પણ હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે.

આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

'મોટા માથાં' છોડી ચુક્યા છે AAP

પણ આમ આદમી પાર્ટી જેમનો સાથ લઈને અરવિંદ કેજરીવાલે શરૂ કરી હતી તેવા કુમાર વિશ્વાસ (Kumar Vishwas) , યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) અને પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) સહીતના ઘણાં મોટા માથા તેમને છોડીને ચાલ્યા ગયા છે. તાજેતરમાં રાઘવ ચઢ્ઢા (Raghav Chaddha) સહીતના 7 સાંસદોએ પણ કેજરીવાલની પાર્ટી છોડી દીધી છે.

2012થી 2026 સુધીની વિધાનસભા ચૂંટણીઓનો ટ્રેક રેકોર્ડ

પણ આ પાર્ટી બની ત્યારથી દેશના લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીઓ લડી રહી છે. આમ આદમી પાર્ટીએ 2012થી એપ્રિલ-2026 સુધી વિભિન્ન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં 2586 ઉમેદવારો ઉતાર્યાછે અને તેમાંથી માત્ર 299 ઉમેદવારો જીત્યા અને 2286 ઉમેદવારો હારી ગયા. પણ તેના રાજકીય વિરોધીઓના દાવા રહ્યા છે કે દરેક જગ્યાએ આ પાર્ટીના ઉમેદવાર ઉતારવાની પાછળ કોંગ્રેસ અને અન્ય કથિત સેક્યુલર રાજનીતિક દળોના વોટ સ્પષ્ટપણે કાપવાનો ગુપ્ત ઉદેશ્ય છે.

આ પણ વાંચો : હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી

કેજરીવાલે દિલ્હીના 2013, 2015, 2020 અને 2025 વિધાનસભાચૂંટણીમાં 278 ઉમેદવાોર ઉતાર્યા અને ચાર ચૂંટણીમાં તેમાના 179 ઉમેદવાોર જીત્યા.

દિલ્હીમાં 2013માં 28, 2015માં 67, 2020માં 62 અને 2025માં આમ આદમી પાર્ટીના 22 ઉમેદાવારો જીત્યા હતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અર્શ પરથી ફર્શ પર આવ્યા જેવી રાજકીય સ્થિતિ છે.

પંજાબ (Punjab) વિધાનસભા ચૂંટણી

પંજાબમાં કેજરીવાલની પાર્ટીએ 2017 અને 2022માં કુલ 229 ઉમેદવારોને ઉતાર્યા હતા અને તેમાંથી 112ની જીત થઈ. 2017માં પંજબામાં 20 અને 2022માં 92 આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા.

આ પણ વાંચો : હિંદુત્વના ગઢ ગુજરાતમાં BJP નો નવો પ્રયોગ: સફળતા મળશે તો દેશની રાજનીતિ બદલાઈ જશે!

ગોવા-ગુજરાત (Gujarat) -જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી

ગોવામાં 2017 અને 2022માં કુલ 78 ઉમેદવારો ઉતાર્યા અને તેમાંના માત્ર 2 જીત્યા.

ગુજરાતમાં 2017 કે જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ ચૂંટણી યોજાઈ રહી હતી અને કૉંગ્રેસને રાજકીય ફાયદો મળી રહ્યો હતો ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા હતા. ગુજરાતમાં 2017 અને 2022માં આમ આદમી પાર્ટીએ 209 ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાંથી માત્ર 5ની જીત થઈ હતી.

2024માં જમ્મુ-કાશ્મીરમાં કેજરીવાલે 7 ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી 1ની જીત થઈ હતી.

કેજરીવાલની પાર્ટીએ જીતની સંભાવના શૂન્ય હોય તેવા રાજ્યોમાં પણ ઉમેદવારો ઉતાર્યા હતા. લોકશાહીમાં ઉમેદવારો ઉતારીને ચૂંટણી લડવી એ કોઈ પક્ષ કે વ્યક્તિનો અબાધિત અધિકાર છે. પરંતુ ભારતમાં મલ્ટી-પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ અને સૌથી વધુ વોટ મેળવનારની જીતનું એક ફેક્ટર મતવિભાજનની સ્થિતિમાં હારને જીત અને જીતને હારમાં બદલી શકે છે.

આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!

અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના લેખાજોખાં

ત્યારે 2022માં આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 349, મધ્યપ્રદેશમાં 277, રાજ્સ્થાનમાં 227 અને કર્ણાટકમાં 237 ઉમેદવારો ઉતાર્યા હતા. 2015માં બિહારમાં 121, છત્તીસગઢમાં 142 અને હરિયાણમાં 134 ઉમેદવારો આમ આદમી પાર્ટીએ ઉતાર્યા હતા. પરંતુ આ દોઢ હજાર જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાંથી કોઈને જીત મળી ન હતી.

હાલ આમ આદમી પાર્ટી પાસે દેશમાં 121 ધારાસભ્યો છે. તેમાં દિલ્હીમાં 22, પંજાબમાં 94 અને બાકીના રાજ્યોમાં 5 ધારાસભ્યો છે. મોટાભાગના રાજ્યોમાં આમ આદમી પાર્ટીને મળનારા મતોની ટકાવારી માત્ર 1થી 3 ટકાની રેન્જમાં હોય છે.

ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવામાં પણ આમ આદમી પાર્ટીનો એક રેકોર્ડ છે. ગોવામાં 39માંથી 38, ગુજરાતમાં 181માંથી 128, કર્ણાટકમાં તમામ 209, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 2025 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ હતી.

આમાના મોટાભાગનાને નોટાથી પણ ઓછા વોટ મળ્યા હતા.પંજાબમાં જ્યારે 20 ધારાસભ્યો બન્યા ત્યારે પણ આમ આદમી પાર્ટીના 25 ધારાસભ્યોની ડિપોઝીટ ત્યાં ડૂલ થઈ હતી.
ત્યારે વિશ્લેષકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માત્ર સાડા 13 વર્ષમાં આખા દેશમાં 88 ટકા ઉમેદવારો રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયા હોય, તે પાર્ટી શું વોટ કાપવાની કોઈ બંધ રાજકીય બાજી ખેલી રહી છે? આનાથી કોને નુકશાન થઈ રહ્યું છે?

આ પણ વાંચો : રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!

લોકસભા ચૂંટણીઓ (Loksabha Elections) ની વાત

આમ આદમી પાર્ટીએ 2012થી અત્યાર સુધીની લોકસભા ચૂંટણીઓમાં 2014, 2019 અને 2024માં કુલ 489 ઉમેદવારો ઉતાર્યા. તેમાંથી માત્ર 8ને જીત મળી. 2014માં 4, 2019માં 1 અને 2024માં 3 ઉમેદવારો આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા. કુલ 489માંથી 446 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની લોકસભાની ચૂંટણીમાં ડિપોઝીટ ડૂલ થઈ હતી.
2014ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 432 ઉમેદવારો ઉતાર્યા હતા. ત્યારે સવાલ એ પણ ઉઠાવાઈ રહ્યો છે કે 543 બેઠકોમાંથી 90 ટકા જેટલી બેઠકો પર ઉમેદવારો ઉતારવાની રાજકીય ગણતરી શું હોઈ શકે?

2014ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉતારેલા 489માંથી માત્ર 4 જીત્યા અને 414ની ડિપોઝીટ ડૂલ થઈ અને કુલ 2.1 ટકા વોટ પ્રાપ્ત થઈ શક્યા.

2019ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 35 ઉમેદવારો ઉતાર્યા અને પંજાબની સંગરુર બેઠક પરથી માત્ર એક ઉમેદવારને જીત મળી, 30ની ડિપોઝીટ ડૂલ થઈ અને માત્ર 0.4 ટકા વોટ મળ્યા.

2024ની લોકસભા ચૂંટણીમાં 22 ઉમેદવારો ઉતાર્યા અને તેમાંથી પંજાબમાં ત્રણ બેઠકો પર આમ આદમી પાર્ટીને જીત મળી અને કુલ 1.11 ટકા વોટ મળ્યા.

આ પણ વાંચો : શું China ભારતની ફેક્ટરીઓને તાળાં લગાવી શકે? જાણો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખતરનાક સત્ય!

રાજકીય ગૂઢાર્થ શું?

દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીના સત્તામાં આવવાના કેટલાક કૉમન અને કેટલાક અલગ રાજકીય કારણો છે. પણ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ સરકારો બનાવવામાં સફળતા મેળવી હતી. પંજાબમાં હાલ તેમની સરકાર છે અને દિલ્હીમાં તેમને ગત ચૂંટણીથી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. પણ આમ આદમી પાર્ટીની સાડા 13 વર્ષની રાજનીતિના ગૂઢાર્થો પણ સમજવા હવે જરૂરી છે, કારણ કે ભારતમાં ચાલતી લોકશાહીમાં સૌથી વધુ વોટ મેળવનાર વિજેતા છે. આ રાજનીતિ "ખાયા પિયા કુછ નહીં ગિલાસ તોડા બાર આના"- જેવી છે કે "કોઠી ધોઈને કાદવ કાઢવા" જેવી છે.

આ પણ વાંચો : 4 મે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ હશે, BJP - Congress ની રાજનીતિ બદલાશે

Tags :
Advertisement

.

×