આણંદની કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખાની બેદરકારી! બોરસદની નવી શરતની જમીનમાં ગેરરીતિની આશંકા
- નવી શરતની જમીનનું પ્રિમિયમ ચૂકવ્યા વગર જ બિનખેતી થઇ!
- તપાસ દરમિયાન સામે આવ્યું કે, રેકોર્ડ જ થઇ ગયો ગાયબ!
- કેસની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી તપાસ
Anand: સરકારી કર્મચારીઓએ અત્યારે ભ્રષ્ટાચાર કરવામાં કોઈ ક્ષેત્ર બાકી રાખ્યુ નથી. એવું કોઈ પણ ખાતું નથી કે જ્યા ભ્રષ્ટાચાર રૂપી દુષણે પ્રવેશ ના કર્યો હોય! આણંદની કલેક્ચર કચેરી પણ તેમાં બાકાત રહી નથી. મળતી વિગતો પ્રમાણે આણંદની કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખામાં ધોર બેદરકારી સામે આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ ગાયબ થઈ ગયા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ ગાયબ કરનાર કોણ છે?
આ પણ વાંચો: સામે સિંહ અને હાથમાં કેમેરો, ગીર નેશનલ પાર્કમાં રોયલ સફારી કરતા PM મોદીનો અનોખો અંદાજ
રેકોર્ડ ના મળતા આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
બોરસદની નવી શરતની જમીનનું પ્રીમિયમ ચૂકવ્યા વગર બિનખેતી થઈ હોવાની શક્યતા છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જમીનના રેકોર્ડની તપાસ કરતા રેકોર્ડ શાખામાંતી જ ગાયબ થઈ ગયાં છે. આ મામલે હવે પોલીસ મથકે પહોંચ્યો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, રેકોર્ડ ના મળતા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. કેવી હકીકત સામે આવશે તે તો હવે સમય આવે જ ખબર પડવાની છે.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે અમદાવાદ એરપોર્ટ પર ફરિયાદ, બીજાના પાસપોર્ટથી ગયો હતો...
કલેકટર કચેરીના રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ કોણે કર્યા ગાયબ!
કોઈ પંચાયતમાંથી પણ રેકોર્ડ ગાયબ થાય તો તે ચિંતાનો વિષય છે અને અહીં તો કલેક્ટર કચેરીમાંથી જ રેકોર્ડ ગાયબ કરવામાં આવ્યાં છે! આટલું મોટું સાહસ કરનાર કોણ હશે? સ્વાભાવિક છે કે, કોના પર શંકા કરવી તે પણ તપાસનો વિષય બને છે. મળતી વિગતો પ્રમાણે 21 માર્ચ 2023માં ફાઇલ મુવમેન્ટ રજીસ્ટરમાં સહી કરી ફાઇલ લઈ જનાર સરકારી કર્મચારી અને મળત્યાઓ વિરુદ્ધ તપાસ નો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ મામલે કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. અહીં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહીં છે.