Angadia Loot : ગુજરાતના આંગડિયાઓના 15 કરોડ લૂંટાયા, ત્રણ સપ્તાહમાં પાંચ ઘટના
Angadia Loot : દેશભરમાં ફેલાયેલા આંગડિયા નેટવર્ક (Angadia Network) નો પાયો ગુજરાતમાં છે. એક સ્થળેથી બીજા સ્થળે લાખો/કરોડોની રોકડ મોકલવી હોય કે હીરા ઝવેરાત આ તમામ કામ આંગડીયા આસાન કરી આપે છે. વેપારીઓના કામ આસાન કરી આપનાર આંગડિયાઓ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતની આંગડિયા પેઢીઓ એક પછી એક લૂંટાઈ (Angadia Loot) રહી છે. દરમિયાનમાં આંગડિયા પેઢી સાથે સંકળાયેલી ઉત્તર ગુજરાત (North Gujarat) ના બે યુવકો દક્ષિણ ભારત ગયા બાદ ચાર દિવસથી સંપર્ક વિહોણા બનતા Gujarat Police હરકતમાં આવી છે. લૂંટનો સિલસિલો ચાલુ રહેશે તો, આંગડિયા પેઢીઓ કામકાજ બંધ કરી દે તેવી ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર મામલો જાણવા વાંચો આ અહેવાલ...
આંગડિયા રોકડ/દાગીનાની કેવી રીતે કરે છે હેરફેર ?
Gujarat સહિત દેશભરમાં ફેલાયેલા આંગડિયા બિઝનેસ (Angadia Business) માં રોજનું અબજો રૂપિયાની લેવડ-દેવડ થાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં હીરા ઝવેરાતની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર થાય છે. ચોર/લૂંટારૂઓનો અનેક વખત ભોગ બની ચૂકેલા આંગડિયા સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખે છે. કરોડો રૂપિયા અને હીરા ઝવેરાતની હેરફેર માટે આંગડિયા પેઢીઓ GPS થી સજ્જ વાન રાખે છે. જેથી તેની હિલચાલની પળેપળની ખબર રાખી શકાય. આ ઉપરાંત બંધ બૉડીની વાનમાં છુપાયેલા ખાનાઓ હોય છે. જેમાં રોકડ અને ઝવેરાત છુપાવવામાં આવે છે.
આ પણ વાંચો -Gujarat : બેનંબરી હેરાફેરી માટે રેલ માર્ગ સસ્તો અને સરળ, એજન્સીએ IMFL ના જથ્થા સાથે પાંચને પકડ્યા
Angadia Loot ક્યાં અને કેટલી થઈ ?
છેલ્લાં ત્રણ સપ્તાહમાં કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કુલ 4 આંગડિયા પેઢીઓ લૂંટાઈ છે. સૌ પ્રથમ આર. નટવર એન્ડ કંપની (R Natvar And Company) ની વાનમાંથી 4.50 કરોડની મતા લૂંટી લેવાની ઘટના કર્ણાટકમાં ઘટી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સરહદ પર આવેલા મધ્યપ્રદેશના સેંધવા ખાતે આર. નટવરની બીજી ગાડીને રોકી 4 કરોડ 50 લાખની મતા લૂંટવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં P M આંગડિયાની પણ વાન લૂંટાઈ છે. જો કે, લૂંટની રકમ જાણવા મળી નથી. જ્યારે વીર આંગડિયાની વાન આંધ્રપ્રદેશ ખાતે લૂંટાઈ છે અને તેની રકમ 4.51 કરોડ જેટલી થાય છે. તાજેતરમાં South India ખાતે દોસ્તી આંગડિયાની વાનને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનમાં કોઈ કિંમતી મતા મળી આવી ન હતી.
આ પણ વાંચો -LIC ના કર્મચારીઓને કાયમી નોકરીની લાલચ આપી અમદાવાદના ઠગે 46.50 લાખ પડાવ્યા
પોલીસ કેસ નથી નોંધતી, મહારાષ્ટ્ર પોલીસમાં ગોઠવણ ?
કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ ખાતે થયેલી કરોડો રૂપિયાના આંગડિયા લૂંટ કેસ (Angadia Loot Case) માં પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાની વાતો સામે આવી છે. પોલીસ અધિકારીઓ આંગડિયા પેઢી પાસે રોકડ અને દાગીનાના પુરાવા માગી કાર્યવાહી કરવાનું ટાળી રહ્યાં છે. ગત ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ સ્થિત એક જાણીતી આંગડિયા પેઢીની વાન આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની સરહદે આવેલા મહારાષ્ટ્રના એક જિલ્લામાં લૂંટાઈ હતી. લૂંટની મતા 2 કરોડ રૂપિયાથી વધુની હોવા છતાં Maharashtra Police એ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી માત્ર 15 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધી હતી. લૂંટ કેસમાં 9.50 લાખ જપ્ત થયા હોવાનું પોલીસે દર્શાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આરોપીઓ ગણતરીના સમયમાં જામીન મુક્ત થઈ ગયા હતા.
લૂંટ બાદ ડ્રાઈવરને 2 હજાર આપે છે લૂંટારૂઓ
આંગડિયા પેઢીની વાન લૂંટવા માટે આરોપીઓ ગન બતાવીને પેઢીના કર્મચારીઓને વાહન રોકવા ફરજ પાડે છે. ત્યારબાદ વાનમાં સવાર ચાલક તેમજ તેના સાથીને અન્ય વાહનમાં ખસેડી દઈ લૂંટારૂ ટોળકીના સાગરિત આંગડિયા વાન પર કબજો જમાવી દે છે. આંગડિયા પેઢીના કર્મચારીઓને ડરાવી ધમકાવી વાનનો દરવાજો તેમજ છુપાયેલા ખાના ખોલાવીને તેમાંથી રોકડ-દાગીના સહિતની મતા લૂંટીને ફરાર થઈ જાય છે. લૂંટારૂઓ ફરાર થતા પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીઓને રસ્તામાં ઉતારી દઈ તેમને પ્રતિ વ્યક્તિ 2-2 હજાર રૂપિયા આપે છે. લૂંટની પદ્ધતિ એક સરખી હોવાથી આ એક જ ગેંગનું કામ હોવાનું સામે આવ્યું છે. લૂંટની બનતી ઉપરાછાપરી ઘટનાઓ પાછળ આંગડિયા પેઢીના જાણભેદુ શખ્સની સંડોવણી નકારી શકાય તેમ નથી.
બે ગુમ યુવકોની ગુજરાત પોલીસે તપાસ આંરભી
આંગડિયા બજારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર દક્ષિણ ભારતમાં ગયેલા ઉત્તર ગુજરાતના બે યુવકો ગુમ થયા છે. છએક દિવસ અગાઉ તિરૂપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) ના દર્શન કરવાનું કહીને નીકળેલા બંને યુવકોના મોબાઈલ ફોન ત્રણેક દિવસથી બંધ આવી રહ્યાં હતા. જેના પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલા યુવકો આંગડિયા પેઢી સાથે સંકળાયેલા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. જેથી ગુજરાત પોલીસે યુવકોની ભાળ મેળવવા તેમજ તેમના ગુમ થવા પાછળનું કારણ જાણવા પ્રયાસ શરૂ કરી દીધા છે.