Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નાયબ કલેક્ટર Ankita Oza ની ચાલ ACB આગળ ના ચાલી, બેંક લૉકર ટ્રાન્સફર કરવા છતાં પોલ ખૂલી ગઈ

Ankita Oza : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે.
નાયબ કલેક્ટર ankita oza ની ચાલ acb આગળ ના ચાલી  બેંક લૉકર ટ્રાન્સફર કરવા છતાં પોલ ખૂલી ગઈ
Advertisement

Ankita Oza : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે. Ankita Oza ની જેમ જ અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ પોતાની બેનંબરી કમાણી સંતાડવા અનેક રીતરસમ અપનાવે છે. મહેસાણાના બેંક લૉકરમાંથી પોણા કરોડ રૂપિયાનું સોનું/ચાંદી મળી આવતા Ankita Oza ની મુશ્કેલીઓ વધી ગઈ છે. અંકિતા બાબુલાલ ઓઝાએ ભ્રષ્ટાચાર થકી કરેલી કાળી કમાણી છુપાવવા માટે સોનાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા (Deputy Collector Ankita Oza) એ 10 વર્ષની નોકરીમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે આગામી દિવસોમાં Gujarat Anti Corruption Bureau ની તપાસમાં સામે આવશે.

Advertisement

ફેબ્રુઆરી 2024માં બેંક લૉકર પતિના નામે ટ્રાન્સફર કર્યું

દસેક વર્ષની સરકારી નોકરી કરનારા અંકિતા ઓઝાની એકાદ વર્ષ અગાઉ પાલનપુર સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરી ખાતે નિમણૂક થઈ હતી. Stamp Duty Office Palanpur માં ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા બી. ઓઝા/અંકિતા પી. ઓઝાએ એક વર્ષ અગાઉ બેંક ઑફ બરોડાની મહેસાણા શાખામાં આવેલું લૉકર પતિના નામે તબદિલ કર્યું હોવાનું સામે આવ્યું છે. એસીબીના મહિલા પીઆઈ PI N H Mor ની તપાસમાં બેંક લૉકર અંકિતા ઓઝાના પતિ પ્રશાંત રમણભાઈ પ્રજાપતિ અને પતિના મિત્રના નામે નીકળ્યું છે. નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના પતિ પ્રશાંત પ્રજાપતિ ઓએનજીસી કર્મચારી (ONGC Employee) હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement

બેંક લૉકર કોની હાજરીમાં ખોલાયું ?

ACB PI N H Mor, સરકારી પંચો, અંકિતાના પતિ તેમજ બેંક કર્મચારીની હાજરીમાં મંગળવારની બપોરે બેંક લૉકર નંબર ખોલવામાં આવ્યું હતું. Bank Of Baroda Mahesana ખાતે બેંક લૉકર ખોલતા સમયે સમગ્ર ઘટનાક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. Bank Locker માંથી મળી આવેલા રૂપિયા 74.89 લાખના સોનાના 10 બિસ્કીટ, 7 લગડી અને સોના/ચાંદીના દાગીના કબજે/પંચનામું કરવામાં લગભગ અઢી કલાક જેટલો સમય Team ACB ને લાગ્યો હતો.

Ankita Oza એ જામીન માટે કર્યા હતા ધમપછાડા

બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન (Banaskantha ACB Police Station) ના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર મોરને ACB Trap બાદ તપાસ સોંપવામાં આવી હતી. Deputy Collector Ankita Oza ના નિવાસસ્થાને તેમજ કચેરીમાં સર્ચ દરમિયાન કેટલાંક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે મહિલા પીઆઈ એન. એચ. મોરે મહેસાણાની બેંક ઑફ બરોડા (Bank Of Baroda) તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. દરમિયાનમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેલા અંકિતા ઓઝાએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. ધરપકડ થયાના દસેક દિવસમાં જ Ankita Oza એ રેગ્યુલર જામીન મેળવવા ધમપછાડા શરૂ કરી દીધા હતા. Ankita Oza ની જામીન અરજી પાલનપુર એડી. સેશન્સ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ પી. એ. પટેલ (Judge P A Patel) સમક્ષ ચાલી જતા અદાલતે ના-મંજૂર કરી હતી.

આ પણ વાંચો  :   લાંચિયા મહિલા નાયબ કલેક્ટરના લૉકરમાંથી Gujarat ACB ને પોણા કરોડનું સોનું મળ્યું

Tags :
Advertisement

.

×