Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladeshi ઘૂસણખોર મહિલા/યુવતીઓ પૈકી કોઈ 4 વર્ષથી તો કોઈ મહિનાઓથી પશ્ચિમ અમદાવાદમાં ભાડે રહેતી હતી

Gujarat Police એ ગેરકાયદેસર પ્રવેશેલા ઘૂસણખોરોને પકડવા Operation Bangladeshi હાથ ધર્યું હતું. દિવસો સુધી ચાલેલાં ઑપરેશન બાંગ્લાદેશી દરમિયાન મોટી સંખ્યામાં ઘૂસણખોરોને પકડી પાડી તેમને ડિપૉર્ટ પણ કરી દેવાયા હતા. ચંડોળા તળાવને મીની બાંગ્લાદેશ બનાવી દેનારા તત્વો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો અને કાર્યવાહી પણ કરી. અમદાવાદ શહેર સોલા પોલીસે એક સાથે 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલા/યુવતીઓને ઝડપી પાડી છે.
bangladeshi ઘૂસણખોર મહિલા યુવતીઓ પૈકી કોઈ 4 વર્ષથી તો કોઈ મહિનાઓથી પશ્ચિમ અમદાવાદમાં ભાડે રહેતી હતી
Advertisement

અમદાવાદ, સુરત શહેર સહિત રાજ્યભરમાં થોડાંક મહિનાઓ અગાઉ Gujarat Police એ ગેરકાયદેસર પ્રવેશેલા ઘૂસણખોરોને પકડવા Operation Bangladeshi હાથ ધર્યું હતું. દિવસો સુધી ચાલેલાં ઑપરેશન બાંગ્લાદેશી દરમિયાન મોટી સંખ્યામાં ઘૂસણખોરોને પકડી પાડી તેમને ડિપૉર્ટ પણ કરી દેવાયા હતા. ચંડોળા તળાવને મીની બાંગ્લાદેશ (Mini Bangladesh) બનાવી દેનારા તત્વો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો અને કાર્યવાહી પણ કરી. અમદાવાદ શહેર સોલા પોલીસે (Sola Police Ahmedabad) એક સાથે 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલા/યુવતીઓને ઝડપી પાડી છે. આ ઘટનાને જોતાં ગુજરાતમાં Bangladeshi ઘૂસણખોર કેટલાં છે અને ક્યાં-ક્યાં છુપાયા છે ? તેની માહિતી કોઈની પાસે નથી. જોરશોરથી શરૂ થયેલું Operation Bangladeshi ગણતરીના દિવસમાં જ ટાઢું પડી ગયું છે.

Operation Bangladeshi ચંડોળા તળાવના દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરનું ચંડોળા તળાવ વર્ષોથી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો ગઢ બની ગયો હતો. બે-પાંચ-દસ એમ વર્ષો વીતતા ગયા અને અડધાથી વધુ તળાવના ભાગમાં ગેરકાયદે પૂરાણ કરીને માનવ વસવાટ શરૂ થઈ ગયો. રાજકારણ સાથે સીધી રીતે સંકળાયેલા સ્થાનિક, માથાભારે અને કુખ્યાત પરિવાર ઉપરાંત કેટલાંક શખ્સોએ ભ્રષ્ટાચારી તંત્રનો લાભ લઈને તળાવનો કબજો લઈ લીધો. ચંડોળા તળાવમાં ઉભી કરાયેલી ગેરકાયદેસર માનવ વસાહતોમાં રહેતા બાંગ્લાદેશી સહિતના ગરીબી લોકો પાસેથી કુખ્યાત શખ્સો વર્ષોથી ભાડા વસૂલતા તેમજ ચોરીથી લેવાયેલું વીજ કનેકશન પણ આપતા. વર્ષ 2024માં ચંડોળા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ (Chandola Lake Beautification Project) ને મંજૂરી મળતા બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) ના આશ્રયસ્થાન એવા હજારો કાચા-પાકા મકાનોના દબાણો યુદ્ધના ધોરણે હટાવી દેવાયા. Crime Branch Ahmedabad એ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાનું અભિયાન શરૂ કરતા ગુજરાત પોલીસે પણ ઝંપલાવ્યું અને મોટી સંખ્યામાં પકડાયેલા બાંગ્લાદેશીઓને તેમના વતન તગેડી દેવાયા.

Advertisement
Advertisement

For_the_first_time_large_number_of_Bangladeshi_infiltrator_were_found_from_near_SG_Highway_Sola_and_Gota_areas

Advertisement

સોલા પોલીસે કેવી રીતે 17 ઘૂસણખોરોને પકડ્યા ?

ગત એપ્રિલ અને મે મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં જોરશોરથી શરૂ થયેલું ઑપરેશન બાંગ્લાદેશી ગણતરીના દિવસમાં જ ઠંડું પડી ગયું. રાજ્યમાં ક્યાંક-ક્યાંક છુટાછવાયા બે-પાંચ બાંગ્લાદેશી તે પછી પકડાયા છે. તાજેતરમાં સોલા પોલીસે એક-બે નહીં પરંતુ 17 બાંગ્લાદેશી મહિલા/યુવતીઓ અને સગીરાને ઝડપી પાડી છે. પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઈન્સ્પેક્ટર કે.એન.ભુકણ (PI K N Bhukan) અમદાવાદના એસ.જી.હાઈવે પરથી પસાર થતાં હતા તે સમયે એકલી મહિલાને જોઈને તેઓ રોકાઈ ગયા હતા. અજાણી મહિલાની પ્રાથમિક પૂછપરછમાં તે બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી હતી. Bangladeshi મહિલા ક્યાં રહે છે અને કોની સાથે રહે છે ? તેની તપાસ આગળ ધપાવતા અન્ય ઘૂસણખોરોની પણ માહિતી મળી હતી. પીઆઈ ભુકણે જુદીજુદી ટીમ બનાવીને ગોતા આવાસ યોજના, કબૂતરખાના ગોતા હાઉસીંગ, ચાંદલોડીયા અને ચાણક્યપુરી વિસ્તારમાંથી ત્રીસેક જેટલી શંકાસ્પદ મહિલા/યુવતીઓને શોધી કાઢી હતી. તમામની ઝીણવટભરી પૂછપરછ બાદ 30 પૈકી 17 મહિલા/યુવતીઓ અને એક સગીરા બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનું સામે આવતા તેમને ડીટેઈન કરાયા છે.

મહિને નજીવા ભાડાની લાલચે માલિકોએ બાંગ્લાદેશીઓને રાખ્યાં

કબૂતરખાના ગોતા હાઉસીંગમાં આવેલા સેંધાજી નાગજીભાઈ રબારી, જયોત્સના બળદેવભાઈ સેનમા, મહેશ વાઘુભાઈ રબારી, ગફુર ભરવાડ અને વિજય ભરવાડની માલિકીના મકાનોમાં એક ડઝન બાંગ્લાદેશી મહિલાઓ ભાડે રહેતી હતી. Chief Minister Housing Scheme ના મકાનો મહિને 5-7 હજાર રૂપિયા ભાડે આપનારા આ મકાન માલિકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે ચાંદલોડીયા શિવ શક્તિ સોસાયટી મકાન નં.22, ગોતા આવાસ યોજના બ્લૉક 9ના ફલેટ નં.405 અને ગોતા હાઉસીંગ રાધા કૃષ્ણ ચોક મકાન નં.2337/155ના મકાન માલિકોની માહિતી મેળવવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. અત્રે નોંધનીય છે કે, ભાડાના મકાનમાંથી મળી આવેલી બાંગ્લાદેશી મહિલા ઘૂસણખોરો (Female Infiltrators Bangladeshi) પૈકી કેટલીક 4 વર્ષથી તો કેટલીક મહિનાઓ અને દિવસોથી સ્થાયી થઈ હતી.

આ પણ વાંચો : Cyber Crime ના નામે 1.44 કરોડના બેલેન્સવાળું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી વેપારીનો લાખોનો તોડ કરવા નીકળેલી ટોળકી ઝડપાઈ

Tags :
Advertisement

.

×