નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત
. દુનિયામાં શાંતિ અને અહિંસાની વાતો માત્ર આદર્શ છે, વાસ્તવમાં સૈન્ય અને આર્થિક શક્તિ જ રાષ્ટ્રનું રક્ષણ કરે છે
. અંધ નેતાભક્તિ અને આદર્શવાદને બદલે સમાજે નેતાઓ પાસેથી નક્કર અને સુરક્ષિત પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ
. ભારતીયોએ રહસ્યવાદ અને નબળાઈ છોડીને સંગઠિત શક્તિ અને આત્મરક્ષણ માટે તૈયાર થવાની જરૂર છે
આનંદ શુક્લ (Anand Shukla) : ભારતીય ચિંતન (Indian Philosophy) માં યુદ્ધ (War) , શાંતિ (Peace) અને અહિંસા (Non-violence) ને લઈને ઘણું ઊંડુ વૈચારિક ખેડાણ છે. ભારતીય ચિંતનનો આધાર સર્વના કલ્યાણ, વૈશ્વિક બંધુત્વ અને માનવતાના સંરક્ષણની સાથે સૃષ્ટિના સંરક્ષણની પણ વાત કરવામાં આવી છે.
આદર્શવાદ (Idealism) વિરુદ્ધ વ્યવહારિક શક્તિ (Real Power) નો સિદ્ધાંત
ચિંતન હંમેશા આદર્શ સ્થિતિ તરફની માનવીય જીવનની ગતિને દિશા આપવા માટે હોય છે. વ્યવહારમાં આમા ઘણું અંતર આવી જાય છે.
દુનિયામાં જ્ઞાનને શક્તિ, ધનને શક્તિ, બુદ્ધિને શક્તિ અન્ય ઘણી વસ્તુઓને શક્તિની ઉપમા આપવામાં આવે છે. પણ શક્તિ એટલે શક્તિ (Power is Power) અને તેની સાથે કોઈ મુકાબલો કરી શકે નહીં. જ્યારે બળનો ઉપયોગ થાય છે, શક્તિનો ઉપયોગ થાય છે ત્યારે અન્ય તમામ પ્રકારની શક્તિઓ છિન્નભિન્ન થઈ જાય છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!
વિશ્વયુદ્ધ (World War) અને મહાસત્તા (Super Power) ઓનો શક્તિ પ્રદર્શનનો ઇતિહાસ
છેલ્લા 100 વર્ષમાં આવા શક્તિના પ્રયોગો કરનારા બે લોકો છે, એક જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાખોની સંખ્યામાં યહૂદીઓની કત્લેઆમ કરી અને આખી દુનિયામાં યુદ્ધનો વિસ્તાર કરીને લાખોના જીવ લીધા, એ જર્મનીનો તાનાશાહ એડોલ્ફ હિટલર હતો.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સાથીદેશ જાપાને પર્લ હાર્બરનો હુમલો કર્યો અને અમેરિકાએ વિશ્વનો પહેલો પરમાણુ હુમલો જાપાનના બે શહેરો હીરોશિમા-નાગાસાકી પર કર્યો અને આ મહાયુદ્ધ આટોપાઈ ગયું. એટલે શક્તિનો કોઈ તોડ નથી.
આ પણ વાંચો : Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?
વિધ્વંસક તાકાત: અમેરિકા (US) , ચીન (China) અને ઉત્તર કોરિયા (North Korea) નું સંતુલન
બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં અમેરિકા અને તત્કાલિયન સોવિયત સંઘ બે મહાસત્તાઓ હતી. અમેરિકાએ પોતાની પ્રતિસ્પર્ધી મહાસત્તા સોવિયત સંઘને ઘણાં પ્રકારની પડદા પાછળની લડાઈઓથી વિખંડિત કરી દીધી અને હવે તેનું વારસદાર રશિયા મહાસત્તા તો ગણાય છે, પણ તેની સોવિયત સંઘ કાળ જેવી ગણતરી અમેરિકા કરતું નથી. જો કે અમેરિકા હજીપણ સીધું રશિયાને છંછેડવા માંગતુ પણ નથી. તેનું પણ કારણ શક્તિ છે. રશિયા પાસે એવો શસ્ત્રભંડાર છે કે અમેરિકા જ નહીં આખી પૃથ્વીનો વિનાશ કરી શકે. એટલે અમેરિકા સૌથી શક્તિશાળી હોવા છતાં રશિયાની વિધ્વંસક તાકાતને જોતા તેને સીધું છંછેડવાથી બચે છે.
આવી જ સ્થિતિ ચીનની છે. ચીન પહેલા અમેરિકા (US) અને પછી સોવિયત સંઘ (USSR) ના તૂટયા પછી રશિયા (Russia) ની મદદથી વિશ્વની એક મોટી સૈન્ય-આર્થિક શક્તિ બની ચુક્યું છે. તેની વિધ્વંસક શક્તિ જ અમેરિકાને તેના પર કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કરતા રોકે છે. બાકી તેની સામે પણ અમેરિકાને ઘણાં ગંભીર વ્યૂહાત્મક વાંધા છે.
આ સિવાય ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) દ્વારા પણ અમેરિકા-જાપાન-દક્ષિણ કોરિયાને વારંવાર છંછેડવામાં આવે છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે અને તેની પાસે અમેરિકાની મુખ્ય ભૂમિ સુધી પ્રહાર કરવાની ક્ષમતા પણ છે. કિમ જોંગ ઉન સનકી તાનાશાહ પણ છે અને ઉત્તર કોરિયાને છંછેડવાની સ્થિતિમાં અમેરિકા માટે પરમાણુ હુમલા સુધીની શક્યતાના વળતા પ્રહારની શક્યતા જ તેને આની સામે કોઈ કાર્યવાહી કરવાથી રોકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા જઈને કિમ જોંગ ઉન સાથે થોડાક વર્ષો પહેલા મંત્રણા પણ કરી આવ્યા છે. પણ તેમ છતાં દુનિયાના શક્તિશાળીથી માંડીને નબળા દેશો શક્તિની જ ભાષા સમજે છે.
તેથી જ તો ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને તેની પત્ની સાથે ઉપાડીને અમેરિકા લઈ જવાની હિમાકત કરી, કારણ કે અમેરિકા પાસે શક્તિ છે. ટ્રમ્પે ઈરાન પર પરમાણુ કાર્યક્રમને લઈને હુમલો કર્યો અને 40 દિવસ લશ્કરી કાર્યવાહી કરી. બુધવાર સુધીમાં સ્થાયી ડીલ નહીં થવાની સ્થિતિમાં ફરીથી બોમ્બમારો કરવાની ધમકી આપી છે. જ્યારે શાંતિ વાટાઘાટો ઈસ્લામાબાદમાં થવાની હતી, તેના એક દિવસ પહેલા જ જો ઈરાન આના માટે તૈયાર ન થાય તો આખી સભ્યતાને મિટાવી દેવાની ધમકી આપી અને આખી દુનિયા મૌન રહી, કારણ કે અમેરિકા પાસે શક્તિ છે અને ટ્રમ્પ શક્તિશાળી દેશના રાષ્ટ્રપ્રમુખ છે.
આ પણ વાંચો : US Iran Ceasefire: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની Nobel Peace Prize ને લઈ લાળ ટપકશે!
ભારતીય રાજનીતિમાં આદર્શવાદનો અતિરેક અને ક્રાંતિકારીઓનું સ્થાન
હવે જ્યારે દુનિયામાં શક્તિની ભાષા જ વ્યવહારમાં છે, ત્યારે ભારતના નેતાઓ છેલ્લા 100 વર્ષથી શું કરી રહ્યા છે? તેનો પણ વિચાર કરવો જોઈએ. આદર્શવાદને સ્વતંત્રતા સંગ્રામમાં લઈ આવવામાં આવ્યો. આદર્શવાદ ખોટો નથી અને તેનો સ્વતંત્રતા સંગ્રામમાં લાવવો કંઈ ખોટું નથી. પણ સ્વતંત્રતા મેળવવી દરેક વ્યક્તિનો અધિકાર છે અને તે પોતાનો માર્ગ અપનાવી શકે છે. પરંતુ આવા સંજોગોમાં આદર્શવાદના ઓઠાં નીચે ક્રાંતિકારી ચળવળકારોના બલિદાનોને ઓછાં આંકવા કે મહત્ત્વહીન ગણાવી દેવા વીરોને ગાળ આપવા સમાન છે. પણ આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.
આ પણ વાંચો : હિંદુઓને વસ્તી વધારાની સલાહ મહામૂર્ખતા ! ડેમોગ્રાફી બદલાવાનું કારણ 'Political Islam'
ખિલાફત આંદોલન (Khilafat Movement) અને મોપલા (Mopala) કાંડ: તુષ્ટિકરણના જોખમો
ખિલાફત આંદોલન વિશુદ્ધપણે તુર્કી સાથે સંકળાયેલું એક મજહબી આંદોલન હતું. તેમાં ભારતને કોઈ લેવાદેવા ન હતી. ભારતના હિંદુઓની તેની સાથે કોઈ લેવાદેવા ન હતી. પણ ખિલાફત આંદોલનને સ્વતંત્રતા આંદોલનમાં ટેકો આપવામાં આવ્યો. ત્યારે પણ આંદોલનમાં અહિંસાનો માર્ગ અપનાવાયો હતો. પણ મોપલા કાંડ થયો અને હિંદુઓ સામે ઘણાં મોટા હુમલા કેરલના મલાબારમાં થયા અને ત્યારે પણ ભારતના નેતાઓ કંઈપણ બોલવાથી બચતા હતા. કારણ માત્ર એટલું હતું કે ખિલાફત આંદોલનને ટેકો આપવાથી કથિતપણે સધાયેલી હિંદુ-મુસ્લિમ એકતા મોપલા કાંડ પર હિંદુઓ પરના અત્યાચાર મામલે બોલવાથી ક્યાંક તૂટી ન જાય!
ભારતીય નેતાઓએ છેલ્લા 100 વર્ષમાં ભારતના લોકો પર જેટલું જોર અજમાવ્યું છે, તેટલું જ વિદેશી નેતાઓની આસપાસ તેમની આવભગત જેને સામાન્ય બોલચાલની ભાષામાં ચમચાગિરી કહેવામાં આવે છે, તે કક્ષાએ જોવા મળ્યા. આ વાત મૌલાના મુહમ્મદ અલી (Maulana Muhammad Ali) અને મૌલાના શૌકત અલી (Maulana Shaukat ALi) થી માંડીને મુહમ્મદ અલી ઝીણા (Muhammad Ali Jinnah) એ પણ જોઈ હતી. વિંસ્ટર્ન ચર્ચિલથી માંડીને બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રપ (Donald Trump) સુધીના નેતાઓએ પણ જોઈ છે.
આ પણ વાંચો : US Iran Ceasefire: ટ્રમ્પે પાકિસ્તાનને કારણ વગર હીરો બનાવ્યું, ભારત માટે ખતરાની ઘંટડી!
Donald Trump અને વૈશ્વિક સત્તાના ખેલમાં Pakistan નું બદલાતું વલણ
ભારતીય નેતાઓને મહાત્મા, વિશ્વગુરુ કે તેના જેવી અજૈવિક પદવીઓ મેળવીને ભારતના લોકો વચ્ચે જ ખુશ રહેવાની આદત પડી ચુકી છે. પાકિસ્તાન જેવા આતંકી દેશ સાથે પણ અમન કી આશામાં દેશની આઝાદીના 67 વર્ષ બરબાદ કરી નાખવામાં આવ્યા. આજે દુનિયાની પાવર ગેમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેબલ જ ફેરવી નાખ્યું છે. પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા પાકિસ્તાની જેહાદી નેટવર્ક (Jihadi Network) અને આઈએસઆઈના સંચાલક પાકિસ્તાની સેનાધ્યક્ષ ફીલ્ડમાર્શલ આસિમ મુનિર (Asim Munir) હવે આતંકી નહીં, પણ ટ્રમ્પને કારણે શાંતિદૂત બની ગયો છે. વ્હાઈટહાઉસથી માંડીને ઈરાન સુધી આંટાફેરા મારી રહેલો ફીલ્ડ માર્શલ આસિમ મુનીર વોશિંગ્ટન - તહેરાન વચ્ચે સુલેહ કરાવી રહ્યો છે અને વૈશ્વિક સત્તાના ખેલના મુખ્ય ખેલાડી ડોનાલ્ડ ટ્રમ્પ તેના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Trump નો ખુદને ઈશુ ખ્રિસ્ત દેખાડવાનો અભરખો! Pope Leo XIV નિશાને કેમ?
નેતાભક્તિનું સિન્ડ્રોમ અને સામાજિક એકતાનો અભાવ
ભારતમાં 1896થી 1899 સુધી સૈન્યકર્મી તરીકે રહેલા એક મહાન બ્રિટિશ નેતાએ 1942માં સ્પષ્ટપણે જોયું હતું અને પોતાના રાજકીય અનુભવ તથા રાજકીય અવલોકનોના આધારે તારવ્યું હતું કે હિંદુઓમાં શાસનની ક્ષમતા નથી, માટે આખરમાં અહીં ફરીથી મુસલમાનો જ શાસન કરશે. આ મહાન બ્રિટિશ નેતા ઘણાં મોટા ઈતિહાસકાર પણ હતા. તેમણે હિંદુને વિન્ડબેગ ગણાવીને હવાઈ કિલ્લા બનાવવામાં એક્સપર્ટ પણ ગણાવ્યા હતા. આ બ્રિટિશ નેતાની વાતને સાચી નહીં પડવા દેવી ભારતના રાષ્ટ્રવાદી હિંદુ નેતાઓની જવાબદારી છે. તેને કારણે જ્યારે તાત્કાલિક નિર્ણય કરીને કાર્યવાહી કરવાની જરૂર હોય ત્યાં હાથ ઉંચા કરી દેવાના સ્થાને નક્કર પરિણામદાયક કામગીરી કરવાની પરિસ્થિતિજન્ય માંગને દૂરદ્રષ્ટિથી જવાબદારીપૂર્ણ રીતે પુરી કરવી તેમનું લક્ષ્ય હોવું જોઈએ.
બ્રિટિશ શાસનની પિછલગ્ગૂ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી છેક ડાયરેક્ટ એક્શન ડે (Direct Action Day) મોડમાં પહોંચી ત્યારે આવા તત્વોને નેતાઓએ શક્તિથી જવાબ આપવાનો હતો. પણ ત્યારે પણ અહિંસાગાન કરીને આવા તત્વોને મોકળું મેદાન આપીને પાકિસ્તાન બનવા દીધું. વિભાજનની વિભીષિકાઓથી ઈતિહાસના પૃષ્ઠો ભરાયેલા પડયા છે અને તેની ચર્ચામાં જવું નથી. પણ 2 કરોડથી વધુ વિસ્થાપિત થયા અને 15-20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા એવો એક આંકડો રજૂ કરાય છે.
આ પણ વાંચો : Corporate Jihad: નાસિકનો TATA ની TCS કંપનીનો કાંડ હિંદુ મહિલાઓ માટે વોર્નિંગ!
ભારતના સ્વતંત્ર થયા બદા કાશ્મીર, આસામ, બંગાળ વગેરે સ્થાનો પર આક્રમક નિંદનીય ઘટનાઓ બનતી રહી છે. પાંચ વર્ષ પહેલા બંગાળમાં ચૂંટણી બાદ જે સ્થિતિ થઈ હતી, તેમાં હત્યાઓ, અપમાન, વિસ્થાપન સહીતનો ઘટનાક્રમ થયો પણ આને રોકવાની જવાબદારી નિભાવનારાની સ્થિતિ શું હતી? જે જવાબદારી જેની છે, તે તેને નિભાવવા કરતા પરિસ્થિતિ માટે અન્ય પર દોષનો ટોપલો ઢોળે તેવી સ્થિતિ દેશે અનેક વખત જોઈ છે અને હવે આ દેશના લોકો આવી સ્થિતિ ઈચ્છતા નથી, કોઈપણ ભોગે નથી ઈચ્છતા.
મદ્રાસ (હાલ ચેન્નઈ) માં 14 ફેબ્રુઆરી, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) એક જાહેરસભામાં કહ્યુ હતુ કે મહિલાઓ મને માફ કરશે, પરંતુ વાત એ છે કે સદીઓથી ગુલામી કરતા કરતા આપણું રાષ્ટ્ર સ્ત્રીઓના રાષ્ટ્ર જેવું બની ગયું છે. ચાહે આ દેશમાં હોય અથવા કોઈ અન્ય દેશમાં, ક્યાંય પણ તમે ત્રણ સ્ત્રીઓને ભાગ્યે જ ક્યારેક એકસાથે પાંચ મિનિટથી વધુ વાર ઝઘડો કર્યા વગર જોઈ શકશો. આ ભારતના લોકોની સામાજિક એકતાને લઈને સૌથી મોટો વ્યંગ છે. અંદરો-અંદરની લડાઈએ ભારતને ગુલામ બનાવ્યું. લગભગ 1000 વર્ષ ભારત ગુલામીકાળમાં સંઘર્ષ કરતું રહ્યું. પણ હકીકત એ છે કે વિદેશી શાસક જેમાં મુઘલ અને અંગ્રેજો સામેલ છે તેમના ઝંડા નીચે ભારતીયો લડીને મોટી-મોટી જીત મેળવતા રહ્યા છે. અફઘાનિસ્તાનથી માંડીને પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોની વીરગાથાઓથી ઈતિહાસના પાના ભરાયેલા છે. પણ ભારતના લોકો ભારતીય બનીને વિદેશીઓને દેશમાં શાસન સ્થાપિત કરતા રોકી ન શક્યા તે મોટું આશ્ચર્ય છે.
ભારતીયોની નેતાભક્તિ તેમનામાં સામાજિક-રાજકીય-આર્થિક શક્તિપાત થતો રોકે છે. આ નેતાભક્તિ સિન્ડ્રોમથી ભારતીયો છેક 1920થી વધુ ખરાબ રીતે પીડિત થયા છે. નેતાનું સમ્માન કરવું અને નેતાની અંધભક્તિમાં લીન થઈને સમાજ, રાષ્ટ્ર, દેશ, સંસ્કૃતિના હિતોને તાક પર મૂકવા એ આખી અલગ માનસિકતા છે કે જેણે આપણા દેશને નુકશાન કર્યું છે.
દુર્બળતા ક્યારેય શક્તિ તરીકે સાબિત કરી શકાતી નથી. પણ આપણી નેતાગીરી આપણી દુર્બળતાને શક્તિ ગણાવીને આદર્શવાદની ગુલબાંગો પોકારતી રહે છે.
આ એ જ નેતાગીરી, જે મોપલા જેહાદીઓ સામે મૌન પાળી ચુકી છે. આ જ નેતાગીરીએ મુસ્લિમ લીગનો સામનો કરવામાં વ્યૂહરચનાની વાતો કરીને તેનાથી દૂર ભાગતી રહી છે, કાશ્મીર (Kashmir) માં હિંદુ (Hindu) ઓના વિસ્થાપનને ચુપચાપ સ્વીકારી લેવું, બાંગ્લાદેશમાં હિંદુ વિનાશ પર ચુપકીદી દેખાડી છે. આ બધાં માટે તર્કો તૈયાર જ હોય છે. પણ સમાજ માટે સ્વરક્ષા માટે શક્તિથી જવાબ આપવાની કોશિશ સુદ્ધાં થઈ નથી.
આ પણ વાંચો : 2200 Hindus VS 700 Muslims : પાણીપતના ચોથા યુદ્ધનો મૌલાનાનો પડકાર Dr. Ambedkar ના શબ્દોમાં
રહસ્યવિદ્યાનો મોહ છોડો, પરિણામદાયક શક્તિસાધના અપનાવો
રાજનીતિનું કામ દુષ્ટોનું દમન અને સજ્જનોનું સંરક્ષણ છે. પણ હિંદુ નેતાગીરીની માનસિકતા છે કે આપણે હિંદુ આપણી જ જમીન પર નિરાશ લઘુમતી બનતા જઈ રહ્યા છીએ. આ બધું 60 વર્ષોમાં થઈ ગયું છે. આપણે આપણી સંસ્કૃતિ, આપણી જમીન, આપણાં મંદિરો ગુમાવી ચુક્યા છીએ. કાયદો આપણને કોઈ ઉપચાર આપો નથી. માટે આપણે નિરાશ છીએ. તો પછી આટલો મોટો શસ્ત્રસરંજામનો ખર્ચો અને પરમાણુ શક્તિ શેના માટે છે? છતાં જે સમસ્યાઓ છે તેને નષ્ટ કરવા માટે શક્તિનો એટલા મોટા પ્રમાણમાં ઉપયોગ કેમ નહીં કરાતો હોય? યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવી સમસ્યાઓ સામે બુલડોઝર મોડલ આપી દીધું છે. તેને ફરજિયાતપણે આખા દેશમાં લાગુ કરવામાં આવે તેવી સ્થિતિ પહેલા જ કોઈ તોડ શોધવો જરૂરી છે.
તેથી જ મનઘડંત વાર્તાઓ, ખોટા આરોપો અને કોરી દલીલો પ્રત્યેની પોતાની રુચિને ભારતીયોએ છોડવી પડશે. એટલે જ વ્યૂહરચના કે કોઈ ગુપ્ત રણનીતિની વાતોમાં ન પડવું અને પરિણામદાયક નક્કર કાર્યવાહીનો આગ્રહ રાખવો પડશે. તેથી જ સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) કહેલી વાતને આ બધી બાબતોના સંદર્ભમાં સમજવી પડશે.
મદ્રાસ (હાલ ચેન્નઈ)માં 9 ફેબ્રુઆરી, 1897ના રોજ એક સભામાં સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) કહ્યુ હતુ કે આપણે લોકો શક્તિહીન થઈ ગયા છીએ. માટે ગુપ્તવિદ્યા અને રહસ્યવિદ્યા- આ રોમાંચક વસ્તુઓએ ધીરેધીરે આપણામાં ઘર કરી લીધું છે. ભલે તેમાં અનેક સત્ય હોય, પરંતુ તેણે લગભગ આપણને નષ્ટ કરી નાખ્યા છે. મારો આ જીવનભરનો અનુભવ છે. હું ભારતના લગભગ તમામ સ્થાનોમાં ફરી ચુક્યો છું, તમામ ગુફાઓને જોઈ ચુક્યો છું અને હિમાલય પર પણ રહી ચુક્યો છું. હું એા લોકોને પણ જાણું છું, જે જીવનભર ત્યાં રહે છે. આખરમાં એ તારણ પર પહોંચ્યો છું કે આ બધી રહસ્યવિદ્યાથી મનુષ્ય દુર્બળ જ થાય છે.
તેથી જ કોઈ નેતા કહે કે ગુપચુપ બધું થઈ રહ્યું છે કે બધાં કામ જણાવીને નથી થતા, આવી વાતોમાં પરિણામ દેખાય નહીં ત્યાં સુધી ભરોસો કરવાની જરૂર નથી. ભારતીયોએ હવે શક્તિ સંધાન કરનારી નેતાગીરીને જ પ્રાધાન્ય આપવું પડશે. ગઈકાલની નેતાગીરી અને આજની નેતાગીરીમાં ઘણું પરિવર્તન થઈ ચુક્યું છે. પણ હજીપણ પ્રબળ શક્તિસાધનાનો સંકલ્પ સાકાર થવો જરૂરી છે.
આ પણ વાંચો : "વ્યભિચારી મુસ્લિમને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું!": મુહમ્મદ અલીનો વિવાદ Dr. Ambedkar ના શબ્દોમાં


